Book Title: Agam 04 Samvayanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 89
________________ પ્રકીર્ણક સમવાય-૨૧૭ થી ૨૧૯ ૧૬૩ [એવી રીતે :-] જીવ-અજીવ-જીવાજીવની સ્થાપના કરાય છે, લોક-લોકલોકાલોકની સ્થાપના કરાય છે. [સ્થાનાંગ] ઠાણ વડે પદાર્થના દ્રવ્ય, ગુણ, ક્ષેત્ર, કાળ અને પર્યાયોની (સ્થાપના કરાયા છે. [૧૮] પર્વત, નદી, સમુદ્ર, સૂર્ય, ભવન, વિમાન, કર, નદી, નિધિ, પુરુષજાત, સ્વર, ગોત્ર અને જ્યોતિયાર [એ સર્વે કહ્યા છે.] [૧૯] તથા એકવિધ વક્તવ્ય, દ્વિવિધ વક્તવ્ય યાવત્ દશવિધ વક્તવ્ય, જીવ અને પુદ્ગલો તથા લોકમાં રહેલાની પ્રરૂપણા કહેવાય છે. આ ‘ઠાણ' સૂત્રની પરિત્ત વાચના, સંખ્યાતા અનુયોગ દ્વારો, સંખ્યાતી પ્રતિપત્તિઓ, સંખ્યાતા વેષ્ટક, સંખ્યાતા શ્લોકો, સંખ્યાતી સંગ્રહણીઓ છે. આ ‘ઠાણ' અંગ-અર્થતાથી ત્રીજું અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ, દશ અધ્યયનો, ૨૧-ઉદ્દેશનકાળ, ૨૧-સમુદ્દેશનકાળ, કુલ ૩૨,૦૦૦ પદો, સંખ્યાતા અક્ષરો, અનંતાગમા, અનંતા પર્યાયો, પરિત ત્રો, અનંતા સ્થાવરો છે. a સર્વે શાશ્વતા, કૃત, નિબદ્ધ, નિકાચિત છે. એમાં જિનેશ્વરોએ પ્રાપ્ત ભાવો કહેવાય છે, પજ્ઞાપાય છે, પરૂપાય છે, નિર્દેશાય છે, ઉપદેશાય છે. તેને ભણનાર આત્મા એ રીતે તદ્રુપ થાય છે, જ્ઞાત થાય છે, વિજ્ઞાત થાય છે, એ રીતે ચરણકરણની પ્રરૂપણા કરાય છે. આ પ્રમાણે તે ઠાણ’ [સ્થાનાંગ] કહ્યું. • વિવેચન-૨૧૭ થી ૨૧૯ : -- હવે તે ‘ઠાણ’ કયું ? જેને વિશે પ્રતિપાદન કરવાપણે જીવાદિ પદાર્થો સ્થાપન કરાય તે [ઠાણ] સ્થાન.. તે જ કહે છે – ‘સ્થાન’ વડે કે ‘સ્થાન'માં જીવો સ્થાપન કરાય છે એટલે જીવનું યથાવસ્થિત સ્વરૂપ પ્રતિપાદન કરાય છે, શેષ સૂત્ર પ્રાયઃ પાઠસિદ્ધ-સુગમ જ છે - વિશેષ એ કે - ઢાળેળ એ ફરીથી કહેવાયું તે પૂર્વે કહેલાનું સામાન્યપણું જણાવવા અને સ્થાપનીય વિશેષ પદાર્થના પ્રતિપાદન માટે આ બીજીવાર કહ્યું તેમ જણાવે છે. તેમાં - ૪ - દ્રવ્ય, ગુણ, ક્ષેત્ર, કાળ, પર્યાયો છે. પદાર્થો એટલે જીવાદિના દ્રવ્ય વગેરે સ્થાનસૂત્રથી સ્થપાય છે એમ જાણવું. તેમાં દ્રવ્ય-દ્રવ્યાર્થતા. જેમાં જીવાસ્તિકાય, તે અનંત દ્રવ્ય છે. ગુણ એટલે સ્વભાવ. જેમકે - જીવ ઉપયોગના સ્વભાવવાળો છે, ક્ષેત્ર-જેમકે - આ જીવ અસંખ્યાતા પ્રદેશોને અવગાહીને રહેલ છે. કાળ - જેમકે આ જીવ આદિ-અંત રહિત છે. પર્યાયકાળે કરેલી અવસ્થા, જેમકે - નાકીપણું આદિ, બાળપણું આદિ. . મેના ગાથા - તેમાં શૈલ-હિમવંત આદિ પર્વતો, આ ‘સ્થાન’ સૂત્ર વડે સ્થપાય છે. એમ સર્વત્ર સંબંધ જોડવો. સલિલા-ગંગાદિ મહા નદીઓ. સમુદ્ર-લવણાદિ સમુદ્રો. સૂર-આદિત્ય. ભવન-અસુરાદિના ભવનો. વિમાન-ચંદ્રાદિના વિમાનો, આકર-સુવર્ણાદિ ઉત્પત્તિ ભૂમિ, નદી-સામાન્ય મહી, કોસી આદિ નદી. નિધિ-ચક્રવર્તી સંબંધી નૈસર્પાદિ નવ નિધાનો. પુરુષજાત - ઉંચા-નીચા આદિ ભેદવાળા પુરુષના પ્રકારો અથવા પાઠાંતરથી પુસ્તજોય-ઉપલક્ષણથી પુષ્ય આદિ નક્ષત્રોનો ચંદ્રની સાથે પશ્ચિમ, અગ્રિમ, ઉભય, ૧૬૪ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ પ્રમર્દ આદિ યોગ થવો તે. સ્વર-પડ્ત આદિ સ્વરો, ગોત્ર-કાશ્યપાદિ ૪૯ ગોત્રો. તારારૂપી જ્યોતિની ગતિ – જેમકે ત્રણ સ્થાને તારારૂપી જ્યોતિષુ ચાલે છે ઇત્યાદિ સૂત્ર વડે સંબંધ. તથા એક પ્રકારનું વક્તવ્ય એટલે તેનું અભિધેય તે પહેલા અધ્યયનમાં સ્થાપન કરાય છે, એમ સંબંધ કરવો. એ જ પ્રમાણે દ્વિવિધ વક્તવ્ય બીજા અધ્યયનમાં, એ રીતે ત્રીજા આદિ અધ્યયનમાં યાવત્ દશવિધ વક્તવ્ય દશમાં અધ્યયનમાં સ્થાપન કરાય છે તથા જીવો અને પુદ્ગલોની પ્રરૂપણા કરાય છે. તથા લોકમાં રહેલા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આદિની પ્રરૂપણા કરાય છે. શેષ સૂત્ર ‘આચાર' સૂત્રના વ્યાખ્યાનવત્ જાણવું. વિશેષ એ કે – ઉદ્દેશનકાળ૨૧ છે. તે આ રીતે બીજા, ત્રીજા, ચોથા અધ્યયનમાં ચાર-ચાર ઉદ્દેશા છે. પાંચમામાં ત્રણ છે, એ રીતે ૧૫-થયા. બાકીના છ અધ્યયનના છ ઉદ્દેશકાળ હોવાથી કુલ ૨૧ થયા. તથા ૭૨,૦૦૦ પદો છે. કેમકે ૧૮,૦૦૦ પદના પ્રમાણવાળા ‘આચાર'થી બમણું ‘સૂયગડ', તેનાથી આ બમણું છે. - • સૂત્ર-૨૨૦ : તે “સમવાય” શું છે ? સમવાયમાં સ્વસમય સૂચવાય છે, પરસમય સૂચવાય છે, સ્વસમય-પરસમય સૂચવાય છે યાવત્ લોકાલોક સૂચવાય છે. સમવાયમાં એક આદિક એક સ્થાન, એક-એકની પવૃિદ્ધિ થકી દ્વાદશાંગીરૂપ ગણિપિટકના પવોનું પરિમાણ કહેવાય છે. ૧૦૦-સ્થાનક પરિમાણ કહે છે. તથા બાર પ્રકારના વિસ્તારવાળા, જગતના જીવોને હિતકારક એવા પૂજ્ય શ્રુતજ્ઞાનનો સંક્ષેપથી સમવતસાર કહ્યો. તેમાં વિવિધ પ્રકારના જીવ-જીવ વિસ્તારથી વર્ણવ્યા છે, બીજા પણ ઘણાં પ્રકારના વિશેષો છે, જેવા કે – નાસ્કી, તિચિ, મનુષ્ય, અસુર ગણના આહાર, ઉછ્વાસ, લેફ્સા, આવાસ સંખ્યા, આયત પ્રમાણ, ઉપપાત, ચ્યવન, અવગાહના, અવધિ, વેદના, ભેદ, ઉપયોગ, યોગ, ઈન્દ્રિય, કષાય, જીવોની વિવિધ યોનિ, મેરુ પર્વતના વિષ્ઠભ-ઉત્સેધ-પરિધિનું પ્રમાણ, વિધિ વિશેષ, કુલકરતીર્થંકર-ગણધર-સમગ્ર ભરતાધિપતિ ચક્રવર્તીઓ, વાસુદેવ, બળદેવના વિધિ વિશેષ, ક્ષેત્રોના નિર્ગમો એ સર્વે સમવાયમાં વર્ણવ્યા છે. આ અને બીજા પદાર્થો અહીં વિસ્તારથી કહ્યા છે. 'સમવાય'ની પરિત વાચના છે યાવત્ સમવાય અંગ-અર્થથી ચોથું અંગ છે. તેમાં એક અધ્યયન, એક શ્રુતસ્કંધ, એક ઉદ્દેશનકાળ, એક સમુદ્દેશનકાળ, ૧,૪૪,૦૦૦ કુલ પદો છે. તેમાં અક્ષરો સંખ્યાતા છે યાવત્ ચરણકરણની પ્રરૂપણા કરાય છે. તે આ સમયવાય છે. • વિવેચન-૨૨૦ : હવે આ ‘સમવાય' શો છે ? સૂત્રમાં પ્રાકૃતત્વથી યકાર લોપથી સમવાવ ને

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120