Book Title: Agam 04 Samvayanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૩/૧૦૨ થી ૧૦૮
સમવાયાંગસુત્ર સટીકઅનુવાદ
હું સમવાય-૩૨ છે • સૂત્ર-૧૦૨ થી ૧૦૮ X - X – – [૧૨] lીશ યોગ સંગ્રહો કહ્યા છે. તે આ પ્રમાણે –
[૧૩] : (૧) આલોચના, (૨) નિરપલાપ, (૩) આપત્તિમાં દઢધમu. (૪) અનિશ્ચિતોપધાન, (૫) શિક્ષા, (૬) નિસ્પતિકમતા.
[૧૦૪] - ) અજ્ઞાનતા, (૮) અલોભતા, (૯) તિતિક્ષા, (૧૦) જેવ, (૧૧) શુચિ, (૧૨) સમ્યગ્દષ્ટિ, (૧૩) સમાધિ, (૧૪) આચારોપગત, (૧૫) વિનયોપગત.
[૧૯૫] (૧૬) ધૃતિમતિ, (૧૩) સંવેગ, (૧૮) પ્રસિધિ, (૧૯) સુવિધિ, (૨૦) સંવર, (૧) આત્મદોષોપસંહાર, (૨૨) સકામ વિરકતતા.
[૧૬] (૩) મૂલગુણ પ્રત્યાખ્યાન, (૨૪) ઉત્તરગુણ પ્રત્યાખ્યાન, (૫) સુત્સર્ગ, (ર૬) અપમાદ, (૨૭) લવાલવ, (૨૮) ધ્યાનયોગ (ર૯) મારણાંતિક.
[૧૦] (૩૦) સંગપરિજ્ઞા, (૩૧) પ્રાયશ્ચિત્તકરણ, (૩ર) મરણાંતરાધના.
-[૧૮] બગીશ દેવેન્દ્રો કહ્યા છે - ચમર, બલી, ધરણ, ભૂતાનંદ યાવતું ઘોષ, મહાઘોષ, ચંદ્ર, સૂર્ય, શક, ઈશાન, સનતકુમાર ચાવતુ પ્રાણાત, અશ્રુત
અહત કુથને ૩ર૩ર કેવલીઓ હતા.. સૌધર્મકામાં ૩ર લાખ વિમાનો છે.. રેવતી નક્ષત્રના ૩ર તારા છે.. નાટ્ય ૩ર ભેદે છે.
આ રતનપભા પૃdીમાં કેટલાક નાસ્કોની 3ર પલ્યોપમ સ્થિતિ છે.. અઘસતમી પ્રવીમાં કેટલાક નાકોની સ્થિતિ ૩ર-સાગરોપમ છે.. કેટલાક અસુરકુમારોની સ્થિતિ ૩ર-પલ્યોપમ છે. સૌધર્મ-ઈશાનકો કેટલાક દેવોની સ્થિતિ ૩ર-પલ્યોપમ છે.. જે દેવો વિજય, વૈજયંત, જયંત, અપરાજિત વિમાને દેવપણે ઉત્પન્ન થાય, તેમાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩ર-સાગરોપમ છે.
તે દેવો ૩ર-અર્ધમાસે આન-પ્રાણ, ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે. તેઓને ૩૨,ooo વર્ષે આહારેચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો ૩ર ભવ ગ્રહણ કરીને સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત-સર્વદુઃખાંતકર થશે.
• વિવેચન-૧૦૨ થી ૧૦૮ -
[૧૦૨] 3રમું સ્થાનક વ્યક્ત છે. વિશેષ આજોડાય તે યોગ- મન, વચન, કાય વ્યાપાર. તે અહીં પ્રશસ્ત જ વિવક્ષિત છે. તે યોગો શિષ્ય અને આચાર્ય એ બંનેને વિશે રહેલા છે. તેમનો આલોચના, નિરપલાપ આદિ પ્રકારે સંગ્રહ કરવો તે પ્રશસ્તયોગ સંગ્રહ કહેવાય. પ્રશસ્તયોગ સંગ્રહના નિમિતરૂપ હોવાથી આલોચનાદિ પણ પ્રશસ્ત યોગ કહેવાય છે. તે ૩૨ છે.
(૧) આલોચના-મોક્ષના સાધનરૂપ યોગના સંગ્રહ માટે શિષ્ય વડે આચાર્યને આલોચના આપવી જોઈએ. (૨) નિરપલાપ-આચાર્યએ પણ મોક્ષસાધક યોગ સંગ્રહાયેં શિય આલોચના આપે ત્યારે તે કોઈને કહેવી નહીં. (૩) દેઢ ધર્મવ-પ્રશસ્તયોગ સંગ્રહાયેં સાધુએ દ્રવ્યાદિ આપત્તિ આવે તો પણ ધર્મમાં દઢતા રાખવી.
(૪) અનિશ્રિતોપધાન - શુભયોગના સંગ્રહાયેં બીજાની સહાયની અપેક્ષારહિત ઉપધાનતપ કરવો જોઈએ. (૫) શિક્ષા - શુભયોગના સંગ્રહાર્થે શિક્ષાનું સેવન કરવું જોઈએ તે શિક્ષા સૂત્ર, અર્થને ગ્રહણ કરવારૂપ અને પ્રત્યુપેક્ષાદિ સેવવારૂપ બે પ્રકારે છે. (૬) નિપ્રતિકર્મ-શરીરની સારવાર કરવી નહીં.
(8) અજ્ઞાનતા - યશ, પૂજાદિની ઈચ્છાથી તપને જાહેર ન કરવો. (૮) અલોભ- સર્વ વસ્તુમાં અલોભતા રાખવી. (૯) તિતિક્ષા - પરિષહ આદિનો જય. (૧૦) આર્જવ - સરળતા રાખવી. (૧૧) શુચિ-સત્ય, સંયમ.
(૧૨) સમ્યગૃષ્ટિ-સમ્યગદર્શન શુદ્ધિ. (૧૩) સમાધિ-યિતની સ્વસ્થતા. (૧૪) આચારોપગત- આચારને પામેલો થાય એટલે માયા ન કરે. (૧૫) વિનયોપગત - વિનયને પામેલો થાય એટલે માનને ન કરે.
(૧૬) ધૃતિમતિ - જેમાં ધૃતિ મુખ્ય છે તેવી મતિ એટલે દીનતા. (૧૭) સંવેગ-સંસારથી ભય કે મોક્ષાભિલાષ. (૧૮) પ્રસિધિ-માયાશલ્ય ન રાખવું તે. (૧૯) સુવિધિ - સદનુષ્ઠાન. (૨૦) સંવર-આશ્રવનિરોધ.
(૨૧) આમદોષોપસંહાર - સ્વકીય દોષનો નિરોધ, (૨૨) સર્વકામ વિરત - સર્વ વિષયોથી વિમુખG. (૨૩) પ્રત્યાખ્યાન-મૂલગુણ વિષયક (૨૪) અને ઉત્તરગુણ વિષયક. (૨૫) સુર્ગ-દ્રવ્ય અને ભાવ બે ભેદે. (૨૬) અપમાદ-પ્રમાદ ત્યાગ. (૨૭) લવાલવ - ક્ષણે ક્ષણે સામાચારીનું અનુષ્ઠાન કરવું.
(૨૮) દયાનરૂપી સંવરયોગ. (૨૯) મારણાંતિક વેદનાનો ઉદય થાય તો પણ ક્ષોભ ન પામવો. (3) સંગપરિજ્ઞા - જ્ઞ-પરિજ્ઞા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા કરવી, (૩૧) પ્રાયશ્ચિત કરણ - કરવું તે (૩૨) આરાધના - મરણરૂપ અંતને વિશે આરાઘના કરવી.
૦ ઈન્દ્ર સૂત્રમાં ચાવત્ શબ્દથી – વેણુદેવ, વેણુદાલી, હરિકાંત, હરિસ્સહ, અગ્નિશીખ, અગ્નિમાનવ, પૂર્ણ, વશિષ્ટ, જલકાંત, જલપભ, અમિતગતિ, અમિતવાહન, વલંબ, પ્રભંજન. ફરી વખત યાવતુ શબ્દથી માહેન્દ્ર, બ્રાહ્મ, લાંતક, શુક, સંસાર જાણવું. અહીં ૧૬-બંતરેન્દ્રો, ૧૬-આણપન્ની, પણપણી આદિ ઈન્દ્રોની અા ગઠદ્ધિત્વથી વિવક્ષા કરી નથી.
- ચંદ્ર, સર્ચ અસંખ્યાત હોવા છતાં તેમની જાતિને ગ્રહણ કરવાથી માત્ર બેની વિવક્ષા કરી છે, તેથી ૩૨-કહ્યા છે. • x -
૩૨-નાટ્યવિધિ રાજપ્રશ્નીય ઉપાંગમાં કહ્યા મુજબ સંભવે છે. કેટલાંક કહે છે . જેમાં ૩૨-પાત્ર હોય તે નાટ્ય લેવું.
સમવાય-૩ર-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ]

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120