Book Title: Agam 04 Samvayanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 80
________________ ૯૬/૧૭૫ છે સમવાય-૯૬ — * - * = - સૂત્ર-૧૭૫ : ૦ પ્રત્યેક ચાતુરંત ચક્રવર્તી રાજાને ૯૬-૯૬ કરોડ ગામ હોય છે.. • વાયુકુમાર દેવના ૯૬ લાખ ભવનાવાસ કહ્યા છે.. ૰ વ્યવહારિક દંડ ૯૬ આગળ લાંબો અંગુલ પ્રમાણથી હોય.. એ પ્રમાણે ધનુષ, નાલિકા, યુગ, અક્ષ, મુશલ પણ જાણવા.. ૦ આાંતરમંડલમાં સૂર્ય ૯૬-ગુલની છાયા વડે કહેલા છે. • વિવેચન-૧૭૫ : 8/10 ૧૪૫ ૯૬મું સ્થાનક - વાયુકુમાર દેવોના ભવનો દક્ષિણમાં ૫૦-લાખ અને ઉત્તરમાં ૪૬-લાખ છે.. ૰ વ્યવહારિક દંડ એટલે જેના વડે ગાઉ આદિનું પ્રમાણ કહેવાય છે તે. અવ્યવહાકિ દંડ ઉક્ત પ્રમાણથી નાનો કે મોટો હોઈ શકે છે. દંડ ચાર હાય પ્રમાણ કહ્યો, એક હાથના ૨૪-ગુલ, તેથી ૨૪ને ચારથી ગુણાં-૯૬ જ થાય છે. અત્યંતર મંડલને આશ્રીને પહેલું મુહૂર્ત ૯૬ ગુલની છાયાથી કહ્યું છે અર્થાત્ સૂર્ય જે દિવસે સર્વાન્વંતર મંડલમાં ગતિ કરે છે, તે દિવસનું પહેલું મુહૂર્ત ૧૨-ગુલના શંકુને આશ્રીને ૯૬ અંગુલની છાયાથી થાય છે. તે આ રીતે – આ દિવસ ૧૮ મુહૂર્ત પ્રમાણનો છે. તેથી દિવસનો ૧૮મો ભાગ તે એક મુહૂર્ત છે. તેથી છાયાગણિત પ્રક્રિયાથી ૧૨ અંગુલના શંકુને છેદરૂપ ૧૮ વડે ગુણવા, તેથી ૨૧૬ થાય. તેને અડધા કરતા ૧૦૮ થાય છે, તેમાંથી શંકુનું પ્રમાણ ૧૨-અંગુલ બાદ કરતાં ૯૬ અંગુલ થાય. સમવાય-૯૬-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ છે સમવાય-૯૭ સ — * - * — • સૂત્ર-૧૭૬ ઃ ૦ મેરુપર્વતના પશ્ચિમચરમાંતથી ગૌસ્તુભઆવારાપર્વતના પશ્ચિમ ચરમાંત સુધી ૯૭,૦૦૦ યોજન અબાધાએ અંતર છે.. ૰ એમ ચારે દિશામાં કહેવું.. ૦ આઠે કર્મપ્રકૃતિની ૯૭ ઉત્તરપ્રકૃતિઓ છે.. ૦ ચાતુરંતચક્રવર્તી હરિષણરાજા કંઈક ન્યૂન ૯૩૦૦ વર્ષ ગૃહવાસમાં રહી, મુંડ થઈને યાવત્ પ્રવ્રુજિત થયા. • વિવેચન-૧૭૬ : ૯૭મું સ્થાનક - મેરુના પશ્ચિમાંતથી જંબૂદ્વીપનો છેડો ૫૫,૦૦૦ યોજન દૂર છે, ત્યાંથી ૪૨,૦૦૦ યોજન દૂર ગોસ્તૃભ પર્વત છે, એ રીતે સૂત્રોક્ત અંતર થાય છે.. ૦ હરિષેણ, દશમા ચક્રવર્તી કંઈક ન્યૂન ૯૭૦૦ વર્ષ ગૃહમધ્યે રહ્યા. કંઈક અધિક ૩૦૦ વર્ષ પ્રવ્રજ્યા પાળી. કેમકે તેમનું સર્વાયુ ૧૦,૦૦૦ વર્ષ હતું. સમવાય-૯૭-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ૧૪૬ સમવાય-૯૮ — x — * - સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ સૂત્ર-૧૭૭ : ૦ નંદનવનના ઉપરના ચરમાંતથી પાંડુકવનના નીચેના છેડા સુધી ૯૮,૦૦૦ યોજન અબાધાઓ આંતરું કહ્યું છે. • મેરુ પર્વતના પશ્ચિમાંતથી ગૌસ્તુભ આવાસ પર્વતના પૂર્વ ચરમાંત સુધી ૯૮,૦૦૦ યોજન અબાધાએ અંતર છે.. ૦ એ જ પ્રમાણે ચારે દિશામાં જાણવું. • દક્ષિણ ભરતાઈનું ધનુપૃષ્ઠ કંઈક ન્યૂન ૯૮૦૦ યોજન લંબાઈથી કહ્યું છે. • ઉત્તર દિશામાં પહેલા છ માસ સુધી ચાલતો સૂર્ય ૪૯-માં મંડલમાં રહ્યો હોય ત્યારે એક મુહૂર્તના ૯૮/૬૧ ભાગ દિવસની હાનિ અને રાત્રિની વૃદ્ધિ કરીને સૂર્ય ગતિ કરે છે.. • દક્ષિણ દિશામાં બીજા છ માસ સુધી ચાલતો સૂર્ય ૪૯માં મંડલમાં રહીને એક મુહૂર્તના ૯૮/૬૧ ભાગ રાત્રિની હાનિ અને દિવાની વૃદ્ધિ કરીને સૂર્ય ગતિ કરે છે. ૦ રેવતીથી આરંભીને જ્યેષ્ઠા સુધીના ૧૯-નક્ષત્રો મળીને તારાના પ્રમાણ વડે ૯૮-તારાઓ કહ્યા છે. • વિવેચન-૧૭૭ : ૯૮મું સ્થાનક - મેરુ પર્વતનું નંદનવન ૫૦૦ યોજન ઉંચી પહેલી મેખલામાં રહેલું છે. તેમાં રહેલા ૫૦૦ યોજન ઉંચા આઠ ફૂટનું આ વનના ગ્રહણ વડે ગ્રહણ થાય છે, માટે ૫૦૦ યોજન ઉંચું છે. તેથી ૧૦૦૦ યોજન થયા. પંડકવન મેરુના શિખરે રહેલ છે. મેરુની ઉંચાઈ ૯૯,૦૦૦ યોજનની છે. તેમાંથી ઉક્ત ૧૦૦૦ યોજન બાદ કરતાં ૯૮,૦૦૦ યોજન થાય. 0 ગોસ્તૃભ સૂત્રનો અર્થ પૂર્વવત્. વિશેષ એ કે ગોસ્તુભનો વિકંભ ૧૦૦૦ યોજન છે, તે ઉંમેરવાથી અહીં કહ્યા મુજબ ૯૮,૦૦૦ થશે. ૦ લેવÆ॰ એવો પાઠ કોઈક પ્રતમાં દેખાય છે, તે અપપાઠ છે. સમ્યક્ પાઠ - આ પ્રમાણે છે – “દક્ષિણાર્ધ ભરતનું ધનુપૃષ્ઠ કંઈક ન્યૂન ૯૮૦૦ યોજન લંબાઈથી કહ્યું છે.' કેમકે અન્યત્ર કહ્યું છે – ૯૬૦૭-૧/૧૯ યોજન દક્ષિણભરતનું ધનુપૃષ્ઠ છે. વૈતાઢ્યનું ધનુપૃષ્ઠ અન્યત્ર કહ્યું છે કે ૧૦,૭૪૩ યોજન, ૧૫ કળા છે. ૦ ઉત્તરાો આનો ભાવાર્થ પૂર્વે કહ્યા મુજબ જાણવો. વિશેષ એ કે - x - ૪ - ૪૯ને બમણા કરવાથી ૯૮ થાય છે. બમણા કરવાનું કારણ એ કે - દરેક મંડલે દિવસ કે રાત્રિમાં એકસઠીયા બે ભાગ વૃદ્ધિ થાય છે. ૦ રેવતિ નક્ષત્ર છે, પહેલું જેને તે રેવતી પ્રથમ કહેવાય છે. તથા જ્યેષ્ઠા નક્ષત્ર છે છેલ્લું જેને તે જ્યેષ્ઠા પર્યાવસાન કહેવાય છે - ૪ - તે ૧૯-નક્ષત્રોના ૯૮ તારાઓ, તારાના પરિણામ વડે કહ્યા છે. તે આ પ્રમાણે – રેવતી નક્ષત્રના તારા-૩૨, અશ્વિનીના-૩, ભરણીના-૩, કૃતિકાના-૬, રોહિણીના-૫, મૃગશીર્ષના-૩, આર્દ્રાનો-૧, પુનર્વસુના-૫, પુષ્યના-૩, અશ્લેષાના-૬, મઘાના-૭, પૂર્વા ફાલ્ગુનીના-૨, ઉત્તરા ફાલ્ગુનીના-૨, હસ્તના-૫, ચિત્રાનો-૧, સ્વાતિનો-૧, વિશાખાના-૫, અનુરાધાના-૪,

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120