Book Title: Agam 04 Samvayanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 86
________________ પ્રકીર્ણક સમવાય-૨૧૫ છે. કહ્યું છે – ‘આચાર’ ભણવાથી સાધુધર્મ જેથી જાણવામાં આવે છે, તેથી ‘આચારધર’ પહેલું ગણિ સ્થાન કહેવાય છે અર્થાત્ પરિચ્છેદ સ્થાન કહેવાય છે. તેથી પરિચ્છેદ સમૂહ તે ગણિપિટક. ૧૫૭ અહીં પદની ઘટના આ પ્રમાણે – જે આ ગણિપિટક તે દ્વાદશાંગ કહ્યું છે, તે આ રીતે – આચાર, સૂત્રકૃત્ ઇત્યાદિ. તે આચાર વસ્તુ કઈ છે ? અથવા આ આચાર શું છે ? આચાર એટલે આચરણ અથવા જે આચરણ કરાય તે. સાધુ આચરિત જ્ઞાનાદિ આસેવન વિધિ. તેનો પ્રતિપાદક ગ્રંથ તે ‘આચાર’’ કહેવાય છે. કરણભૂત આ આચાર વડે સાધુઓનો આચાર કહેવાય છે તેમ સંબંધ છે. અથવા અધિકરણભૂત આચારને વિશે- ૪ -- શ્રમણ-તપલક્ષ્મી સહિત અને નિર્પ્રન્ગ-બાહ્ય અત્યંતર ગ્રંથિ રહિત. [શંકા] શ્રમણ, નિર્પ્રન્ગ જ છે, તો વિશેષણ શા માટે મૂક્યું ? [ઉત્તર] શાક્યાદિ મતના શ્રમણોને વિચ્છેદ કરવા માટે. કહ્યું છે – નિર્ણન્ય, શાક્ય, તાપસ, ગૈકિ, આજીવિક આ પાંચ ભેદ શ્રમણ કહેવાય છે. આચાર-જ્ઞાનાદિ અનેક ભેદે છે. ગોચર - ભિક્ષા ગ્રહણ વિધિ લક્ષણ. વિનયજ્ઞાનાદિ વિનય. વૈનયિક - તેનું કર્મ યાદિ ફળ. સ્થાન-કાયોત્સર્ગ, બેસવું, સુવું એ ત્રણ ભેદે. ગમન-વિહાભૂમિ આદિમાં જવું તે. ચંક્રમણ-ઉપાશ્રયમાં શરીરના શ્રમને નિવારવા આમ તેમ ચાલવું. પ્રમાણ – ભાત, પાણી, આહાર, ઉપધિ આદિનું માન. યોગયોજન-સ્વાધ્યાય, પ્રત્યુપેક્ષણ આદિ કાર્યમાં બીજાઓને જોડવા. ભાષાસાધુને સત્યા, અસત્યામૃષારૂપ, સમિતિ-ઈસિમિતિ આદિ પાંચ. ગુપ્તિ-મનોગુપ્તિ આદિ ત્રણ. શય્યા-વસતિ. ઉપધિ-વસ્ત્રાદિ. ભક્ત-અશનાદિ. પાન-ઉષ્ણ જળ આદિ... તથા ઉદ્ગમ, ઉત્પાદન, એષણાના દોષોની વિશુદ્ધિ-એટલે અભાવ, તે ઉદ્ગમોત્પાદન એષણાવિશુદ્ધ... ત્યાર પછી શય્યાદિની ઉદ્ગમાદિ વિશુદ્ધિ વડે શુદ્ધ હોય તેનું ગ્રહણ અને તથાવિધ કારણે અશુદ્ધનું પણ ગ્રહણ કરવું તે શય્યાદિ ગ્રહણ. - તથા - વ્રત - મૂળગુણ, નિયમ-ઉત્તરગુણ, તપઉપધાન - બાર ભેદે તપ... પછી આચાર, ગોચર આદિ ગુપ્તિ પર્યન્ત તથા શય્યાદિ ગ્રહણ તથા વ્રત, નિયમ અને તપઉપધાન આ બધાંનો સમાહારદ્વંદ્વ સમાસ કરવો. પછી આ સર્વે સુપ્રશસ્ત એમ કર્મધારય સમાસ છે. આ બધું કહે છે– આ આચાર આદિપદોમાં કોઈ એક પદના કહેવાથી કોઈ બીજા પદનો સમાવેશ થઈ જતો હોય છતાં, તેનું જે જુદું કથન કર્યુ તે સર્વ તેનું પ્રધાનપણું જણાવવાને છે, એમ જાણવું. તે આચાર, જેને આશ્રીને આની ‘આચાર' સંજ્ઞા પ્રવર્તે છે, તે સંક્ષેપથી પાંચ ભેદે કહ્યો છે. તે આ— જ્ઞાનાચાર-શ્રુત જ્ઞાન વિષયક, કાલ અધ્યયન, વિનયાધ્યયન આદિ આઠ પ્રકારનો વ્યવહાર... દર્શનાચાર - નિઃશંકિતાદિ આઠ પ્રકારનો સમ્યકત્વ વાળાનો વ્યવહાર.. ચારિત્રાચાર - સમિતિ આદિ પાળવારૂપ વ્યવહાર.. તપાચાર - બાર પ્રકારે સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ તપ વિશેષ કરવો તે.. વીર્યાચારજ્ઞાનાદિ પ્રયોજનમાં વીર્યને ન ગોપવવું તે. આ ‘આચાર' ગ્રંથ [શાસ્ત્ર] ની, પરિત્ત-સંધ્યેય, આદિ અને અંતની પ્રાપ્તિ છે માટે અનંતી નથી. શું સંખ્યાતી છે ? વાચના - સૂત્ર, અર્થ પ્રદાન લક્ષણ. અથવા અવસર્પિણી - ઉત્સર્પિણી કાળને આશ્રીને. તથા ઉપક્રમાદિ અનુયોગદ્વાર સંખ્યાતા છે, કેમકે તેના અધ્યયનો જ સંખ્યાતા છે અને તેના પ્રજ્ઞાપકના વચનના વિષયરૂપ છે. સંખ્યાતી પ્રતિપત્તિ - દ્રવ્યાર્યમાં પદાર્થોની પ્રાપ્તિ અર્થાત્ મતાંતરો અથવા પ્રતિમાદિ અભિગ્રહ વિશેષો સંખ્યાતા છે. વેષ્ટક-છંદ વિશેષ અથવા અન્ય મતે એક અર્ચન કહેનારી વચનની સંકલના. શ્લોક-અનુષ્ટુપ્ છંદ, તે સંખ્યાતા છે. નિર્યુક્તિ-સૂત્રમાં અભિધેયપણે સ્થાપન કરેલ અર્થોની યુક્તિ-ઘટના, વિશિષ્ટ યોજના તે રૂપ નિર્યુક્તમુક્તિ સંખ્યાતી છે. આ વાક્યમાં ‘યુક્ત’ શબ્દનો લોપ કરવાથી નિર્યુક્તિ કહેવાય છે, તે સંખ્યાતી છે. ૧૫૮ તે - ૪ - આચાર, ગલક્ષણ વસ્તુત્વથી પ્રથમ અંગ સ્થાપનાની અપેક્ષાએ કહ્યું છે, પણ રચનાની અપેક્ષાએ તો આ બારમું અંગ છે. કેમકે પૂર્વ - સર્વ પ્રવચનોની પૂર્વે રચેલ છે, તેથી તે પહેલું છે. રીતે ‘આચાર'માં બે શ્રુતસ્કંધ-અધ્યયન સમુદાયરૂપ. અધ્યયનો-૨૫ છે, તે આ શસ્ત્રપરિજ્ઞા, લોકવિજય, શીતોષ્ણીય, સમ્યકત્વ, આવંતી, ધૂત, વિમોહ, મહાપરિજ્ઞા, ઉપધાનશ્રુત તે પ્રથમ શ્રુતસ્કંધ છે. તથા પિન્ટુપણા, શય્યા, ઈર્યા, ભાષા, વસ્ત્રષણા, પૌષણા, અવગ્રહપ્રતિમા, સપ્ત. [૩] સપ્તતિકા, ભાવના, વિમુક્તિ એ બીજો શ્રુતસ્કંધ છે. આ પ્રમાણે નિશીયને વર્જીને આ ૨૫-અધ્યયનો છે. ઉદ્દેશનકાળ ૮૫ છે, તે આ રીતે – અંગ, શ્રુતસ્કંધ, અધ્યયન અને ઉદ્દેશક, આ ચારેનો એક જ ઉદ્દેશનકાળ છે. એ પ્રમાણે શસ્ત્રપરિજ્ઞા આદિ ૨૫-અધ્યયનોમાં ક્રમથી - ૭, ૬, ૪, ૪, ૬, ૫, ૮, ૩, ૪, ૧૧, ૩, ૩, ૨, ૨, ૨, ૨ અને ૧૬ના ૭૬-સંખ્યાવાળા ઉદ્દેશનકાળ છે. બાકીના ૯ અધ્યયનોના ૯ છે. એ રીતે ૮૫ થયા. [ઉક્ત અર્થ જણાવનારી ગાથા પણ છે.] આ પ્રમાણે સમુદ્દેશનાકાળ પણ તેટલા જ કહેવા. - વળી - આ આચારના કુલ પદો વડે ૧૮,૦૦૦ પદો કહ્યા છે. અહીં જ્યાં અર્થની પ્રાપ્તિ થાય તે પદ તે “પદ”. [શંકા] જો અહીં બે શ્રુતસ્કંધ, ૨૫-અધ્યયન અને ૧૮,૦૦૦ પદો છે, તો - નવ બ્રહ્મચર્ય-અધ્યયનના ૧૮,૦૦૦ પદો છે એમ જે કહ્યું, તે કેમ વિરુદ્ધ નથી ? [સમાધાન] જે બે શ્રુતસ્કંધાદિ કહ્યું તે “આચાર'નું પ્રમાણ કહ્યું, જે ૧૮,૦૦૦ પદો કહ્યા તે નવ બ્રહ્મચર્યના અધ્યયનરૂપ પહેલા શ્રુતસ્કંધનું પ્રમાણ કહ્યું છે. કેમકે સૂત્રો વિચિત્ર અર્થબદ્ધ હોય છે. તેથી તેનો અર્થ ગુરુ ઉપદેશથી જાણવા યોગ્ય છે. વૈષ્ટકાદિ સંખ્યાતા હોવાથી આના સંખ્યાતા અક્ષરો છે, ગમા અનંતા છે, ગમા - અર્થગમા ગ્રહણ કરાય છે. અર્થાત્ અર્થના પરિચ્છેદ, તે અનંતા છે. કેમકે એક જ સૂત્રથી તે તે ધર્મ વિશિષ્ટ અનંત ધર્મવાળી વસ્તુની પ્રાપ્તિ થાય છે. અન્ય આચાર્યો કહે છે – અભિધાન, અભિધેયને આશ્રીને ગમા થાય છે, તે અનંતા છે... પર્યાયો -

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120