Book Title: Agam 04 Samvayanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 85
________________ પ્રકીર્ણક સમવાય-૧૯૨ થી ૨૧૪ તે ધૃતિ અને કીર્તિ દેવીના નિવાસ સ્થાન છે. [૧૯૭] ધરણિતલ-પૃથ્વીના સમ ભાગમાં, રુચકનાભિથી - તિછલિોકના મધ્ય ભાગે આઠ પ્રદેશવાળો રુચક છે, તે જ દિશા અને વિદિશાનું ઉત્પત્તિસ્થાન છે. આ રુચક જ નાભિ એટલે પૈડાનો મધ્યભાગ જેવો હોવાથી રુચકનાભિ કહ્યો. મેરુ પર્વતનો વિખંભ ૧૦,૦૦૦ યોજનનો છે, તેથી તે મેરુ રુચકથી ચારે દિશામાં પાંચપાંચ હજાર યોજન છે. ૧૫૫ [૧૯] રત્નકાંડ પહેલો છે, પુલકાંડ સાતમો છે. તેથી ત્યાં ૩૦૦૦ યોજનનું આંતરું થાય છે. [૨૦૦] હરિવર્તનો વિસ્તાર ૮૪૨૧ યોજન અને ૧-કલા છે. [૨૦૧] ભરતનો જે દક્ષિણ ભાગ તે દક્ષિણાર્ધ ભરત કહ્યો. તેની જીવાના જેવી જીવા એટલે સીધી સીમા, તે પૂર્વ-પશ્ચિમ લાંબી છે, તે પૂર્વ-પશ્ચિમ લવણસમુદ્રને સ્પર્શે છે, તે જીવા અહીં ૯૦૦૦ યોજન લાંબી કહી છે. અન્ય સ્થાને તે ૯૭૪૮ યોજન અને ૧૨ કળા કહી છે. [૨૦૭] લવણસમુદ્રના બે બાજુ બબ્બે મળીને ચાર લાખ અને જંબુદ્વીપના એક લાખ મળીને પાંચ લાખ થાય છે. [૨૦૯] જંબૂદ્વીપના એક લાખ, લવણસમુદ્રના બે લાખ, ધાતકી ખંડના ચાર લાખ મળીને સૂત્રોક્ત સાત લાખનું અંતર થાય છે. [૨૧૧] અરહંત અજિતને સાધિક ૯૦૦૦ અવધિજ્ઞાની હતા. અહીં ૪૦૦ અધિક જાણવા. અહીં હજારનું સ્થાનક હોવા છતાં લાખના સ્થાનના અધિકારમાં જે કહ્યું છે તે સહસ્ર શબ્દના સાધર્મ્સને લીધે અથવા સૂત્ર રચનાના વૈચિત્ર્યથી કે લેખકના દોષથી જાણવું. [૨૧૨] પુરુષસિંહ પાંચમાં વાસુદેવ થયા. [૨૧૩] શ્રમણ ભગવંત મહાવીર જ્યારે પોલિ નામે રાજપુત્ર હતા, તે ભવમાં ક્રોડ વર્ષ પ્રવ્રજ્યા પાળી હતી, તે એક ભવ. ત્યાંથી દેવ થયા તે બીજો ભવ. ત્યાંથી નંદન નામે રાજપુત્ર, છત્રાગ્ર નગરીમાં થયા, તે ત્રીજો ભવ, તે ભવમાં લાખ વર્ષ સુધી સર્વદા માસક્ષમણ તપ કર્યો. ત્યાંથી ચોથો ભવ દશમાં દેવલોકમાં પુષ્પોત્તરવરવિજય પુંડરીક નામના વિમાનમાં દેવ થયા. ત્યાંથી બ્રાહ્મણકુંડ ગામમાં ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની દેવાનંદાની કુક્ષિમાં ઉત્પન્ન થયા તે પાંચમો ભવ. ત્યાંથી ૮૩મે દિવસે ક્ષત્રિયકુંડ ગ્રામનગરે સિદ્ધાર્થ મહારાજાની ત્રિશલા નામની રાણીની કુક્ષિમાં ઈન્દ્રની આજ્ઞા પાળનાર હરિણૈગમેષી દેવે સંહર્યા [મૂક્યા] અને તીર્થંકરપણે જન્મ્યા એ છઠ્ઠો ભવ. ઉક્ત ભવ ગ્રહણ વિના બીજો કોઈ છઠ્ઠો ભવ હોય તેમ સાંભળવામાં આવતું નથી. તેથી આનું જ છટ્ઠા ભવપણે વ્યાખ્યાન કરેલ છે. જે ભવથી આ [ભગવંતનો ભવ છટ્ઠો હોય, તે પણ આનાથી છટ્ઠો જ હોય છે. તેથી તીર્થંકરના ભવ ગ્રહણ થકી છટ્ઠા પોટ્ટિલ ભવગ્રહણને વિશે એમ જે કહ્યું તે યોગ્ય છે [આ સૂત્ર બહુશ્રુત પાસે સમજવું સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ [૨૧૪] અહીં શ્રી ઋષભને બદલે સૂત્રમાં ઋષભ શ્રી કહ્યું તે પ્રાકૃતપણાથી જાણવું. અહીં સાધિક ૪૨,૦૦૦ વર્ષ, એક કોડાકોડી સાગરોપમમાં ન્યૂન છે, તો પણ અલ્પ હોવાથી તેની વિવક્ષા કરી નથી. ૧૫૬ અહીં હમણાં સંખ્યાના અનુક્રમના સંબંધ માત્ર વડે સંબંધવાળા વિવિધ પ્રકારના વસ્તુ વિશેષો કહ્યા, તે જ અત્યંત વિશેષ પ્રકારના સંબંધ વડે સંબંધવાળા વસ્તુ વિશેષો દ્વાદશાંગીને વિશે કહેલા છે, તેથી તે દ્વાદશાંગીનું જ સ્વરૂપને કહે છે– — — * -- • સૂત્ર-૨૧૫ : બાર અંગરૂપ ગણિપિટક કહેલ છે, તે આ પ્રમાણે આચાર, સુકૃત, ઠાણ, સમવાય, વિવાહપ્રજ્ઞપ્તિ, નાયાધમ્મકહા, ઉવાસગદસા, તગડદસા, અનુત્તરોપાતિક દશા, પણહાવાગરણ, વિપાકશ્રુત, દૃષ્ટિવાદ. તે આચાર' શું છે ? ‘આચારમાં શ્રમણ નિગ્રન્થોના આચાર, ગોચર, વિનય, વૈનયિક, સ્થાન, ગમન, સંક્રમણ, પ્રમાણ, યોગયુંજન, ભાષા, સમિતિ, ગુપ્તિ, [તથા] શય્યા, ઉપધિ, ભકત, પાન [તેની ઉદ્ગમ, ઉત્પાદન, એષણાની વિશોધિએ શુદ્ધ હોય કે કારણે અશુદ્ધ ગ્રહણ, [તા) વ્રત, નિયમ, તપ, ઉપધાન [આ સર્વે] સુપ્રશસ્ત કહેવાય છે. તે આચાર' સંક્ષેપથી પાંચ પ્રકારે કહ્યો, તે આ – જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીચાંચાર. 'આચાર'ની પરિમિત વાચના, સંખ્યાતા અનુયોગદ્વારો, સંખ્યાતી પ્રતિપતિઓ, સંખ્યાતા વેષ્ટકો, સંખ્યાતા શ્લોકો, સખ્યાની નિયુક્તિ છે. 'આચાર આંગ અર્થપણે પહેલું અંગ છે, [તેના] બે શ્રુતસ્કંધ, ૨૫અધ્યયન, ૮૫-ઉદ્દેશનકાળ, ૮૫-સમુદ્દેશનકાળ, કુલ પદો વડે ૧૮,૦૦૦ પદો છે, સંખ્યાતા અક્ષરો છે, અનંતાગમો, અનંતપવો, પત્તિ સો, અનંતા સ્થાવરો છે. [] શાશ્વત, કરેલ, નિબદ્ધ, નિકાચિત છે. [આ સર્વે] જિન પ્રાપ્ત ભાવો કહેવાય છે, પજ્ઞાપાય છે, પરૂપાય છે, દેખાડાય છે, નિદર્શન કરાય છે, ઉપદર્શન કરાય છે. આ ભણીને મનુષ્ય જ્ઞાતા થાય છે, વિજ્ઞાતા થાય છે. આ પ્રમાણે ચરણકરણ પ્રરૂપણાથી કહેવાય છે, પાપાય છે, પરૂપાય છે, દેખાડાય છે, નિદર્શન કરાય છે, ઉપદર્શન કરાય છે. તે આ “આચાર” [સૂત્ર] * વિવેચન-૨૧૫ ઃ બાર અંગ ઈત્યાદિ અથવા ઉત્તરોત્તર સંખ્યા ક્રમ સંબંધવાળા પદાર્થોની પ્રરૂપણા કરી, હવે માત્ર સંખ્યા સંબંધ પદાર્થ પ્રરૂપણા આરંભે છે– શ્રુતરૂપી ઉત્તમ પુરુષના અંગ જેવા અંગ. તે “આચાર'' આદિ બાર ગો જેમાં છે, તે દ્વાદશાંગ. ગુણવાળાનો ગણ જેને છે તે ગણી-આચાર્ય, તેની પેટી જેવી પેટી સર્વસ્વ રાખવાનું ભાજન તે ગણિપિટક - અથવા - ‘ગણિ’ શબ્દ પરિચ્છેદ વયન - -

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120