Book Title: Agam 04 Samvayanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 78
________________ ૯૧/૧૦ ૧૪૧ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ વિનયમાં વર્તે અને તેને માટે ક્રિયા પણ કરે છે. (૫ થી ) ત્રણે પદો પ્રસિદ્ધ છે.. વૈયાવૃત્ય દશ પ્રકારે છે. કહ્યું છે કે - - આચાર્ય, ઉપાધ્યાય, વિર, તપસ્વી, ગ્લાન, શૈક્ષ, સાધર્મિક, કુલ, ગણ અને સંઘ. આ આ દશની વૈયાવચ્ચ કરવી. તેમાં પ્રવાજના, દિક, ઉદ્દેશ, સમુદ્દેશ અને વાયના એ પાંચ પ્રકારના આચાર્યનું વૈયાવચ્ચ કરવું તે આચાર્યવિનય છે... તથા ઔપચારિક વિનય એટલે પાસે રહેવું આદિ સાત પ્રકારે છે... તથા વૈયાવૃત્યના દશ (નવ) અને આચાર્યના પાંચ ભેદ છે. તેથી તે ચૌદ પ્રકાર થયા. એ પ્રમાણે વિનયના ૯૧-ભેદો થયા. આ જ ભેદો અભિગ્રહના વિષયરૂપ હોવાથી પ્રતિમા કહેવાય છે. | દર્શન ગુણાધિકતા-૧૦, અનાશાતનાના-૬૦, ઔપચારિકના-૩, વૈયાવૃત્યના૧૪, એ રીતે કુલ-૬૧ ભેદ થયા. કાલોદ સમુદ્રની પરિધિ સાધિક ૯૧-લાખ યોજન છે. તેમાં જે આધિક છે, તે આ છે – ૩૦૬૦૫ યોજન, ૧૩૧૫ ધનુષ, સાધિક-૮૩ અંગુલ. આહોહિચ - નિયમિત ક્ષેત્રને જાણનાર અવધિજ્ઞાની. આય, ગોત્ર બે કર્મ વઈને - જ્ઞાનાવરણની-પ, દર્શનાવરણની-૯, વેદનીયની૨, મોહનીયની-૨૮, નામની-૪૨, અંતરાયની-૫ એમ-૯૧. સિમવાય-૯૧-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] છે સમવાય-૨ $ • સૂત્ર-૧૭ :- X - X - પ્રતિમાઓ ૨ છે.. o સ્થવિર ઈન્દ્રભૂતિ ૨ વર્ષનું સવયુિ પાળીને સિદ્ધ, બુદ્ધ થયા.. o મેરુ પર્વતના બહુ મધ્ય દેશ ભાગથી ગૌસ્તુભ આવાસ પર્વતના પશ્ચિમાંત સુધી ,૦૦૦ યોજન અબાધાઓ આંતર છે.. o એ જ પ્રમાણે ચારે આવાસ પર્વતનું જાણવું. • વિવેચન-૧૩૧ : ૯૨મું સ્થાનક - પ્રતિમા એટલે અભિગ્રહ વિશેષ. તે દશાશ્રુતસ્કંધ નિર્યુક્તિ અનુસાર દેખાડે છે • તેમાં પાંચ પ્રતિમાઓ કહી છે, તે આ પ્રમાણે - (૧) સમાધિ પ્રતિમા બે પ્રકારે, (૨) ઉપધાન પ્રતિમા, (3) વિવેક પ્રતિમા, (૪) પ્રતિસંલીનતા પ્રતિમા, (૫) એકલવિહાર પ્રતિમા. તેમાં (૧) સમાધિ પ્રતિમા બે ભેદે - શ્રુતસમાધિ, ચારિત્રસમાધિ. દર્શનને જ્ઞાનમાં ગણેલ છે, માટે દર્શનપ્રતિમા જુદી કહી નથી. તેમાં શ્રુતસમાધિ પ્રતિમાના ૬૨-ભેદ છે. તે આ - ‘આધાર’ના પહેલા શ્રુતસ્કંધમાં-૫, બીજામાં-૩૩, સ્થાનાંગમાં-૧૬, વ્યવહારમાં૪, આ બધી મળીને-૬૨. જો કે આ પ્રતિમા ચાન્ઝિસ્વભાવી છે, તો પણ વિશિષ્ટ શ્રતવાને જ હોય, તેથી શ્રતના પ્રધાનત્વથી શ્રુત સમાધિ પ્રતિમાપણે કહી છે, તેમ સંભવે છે.. સામાયિક, છેદોપસ્થાપનીય આદિ ચારિત્ર સમાધિ પ્રતિમા પાંચ છે.... ઉપધાન પ્રતિમા બે ભેદે છે–ભિક્ષ પ્રતિમા અને શ્રાદ્ધ પ્રતિમા. તેમાં ભિક્ષ પ્રતિમા પૂર્વે કહ્યા મુજબ-૧૨ છે. શ્રાવક પ્રતિમા-૧૧ છે, તે પૂર્વે કહી છે. એ બંને ૨૩ થd. વિવેક પ્રતિમા એક જ છે, અહીં ક્રોધાદિ આવ્યંતર અને ગણશરીર-ઉપધિભક્તપાનાદિ બાહ્ય વિવેક યોગ્ય પદાર્થો ઘણા છે, તો પણ એકપણાની વિવા કરી છે.. પ્રતિસલીનતા પ્રતિમા એક જ ભેદે છે, જો કે આ પ્રતિસલીનતામાં ઈન્દ્રિય, યોગ, કપાય, વિવિક્ત, શયનાસન એ રીતે ઈન્દ્રિય અને નોઈન્દ્રિયનું સ્વરૂપ આવે તો પણ ભેદથી એક જ કહી છે. પાંચમી એકલવિહાર પ્રતિમા પણ એક જ ભેદે છે. આ પ્રતિમાનો ભિક્ષુ પ્રતિમામાં સમાવેશ થાય છે, તેથી તેની ભેદથી વિવક્ષા કરી નથી. આ રીતે - ૬૨, ૫, ૨૩, ૧, ૧ એ રીતે કુલ-૯૨ પ્રતિમા છે. વિર ઈન્દ્રભૂતિ, ભ૦ મહાવીરના પહેલા ગણધર, ગૃહસ્થપણે-૫o, છાસ્થપણે૩૦, કેવલિપણે-૧૨ એ રીતે ૨ વર્ષ. પછી સિદ્ધ થયા. મેરના મધ્યભાગથી જંબૂદ્વીપની જગતી પo,000 યોજન છે, ત્યાંથી ૪૨,000 યોજન ગોસ્તભ પર્વત છે. તેથી ૯૨,૦૦૦ યોજન આંતરું થાય છે. આ પ્રમાણે બાકીના પર્વતોનું અંતર પણ જાણવું. સમવાય-૯૨-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ]

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120