Book Title: Agam 04 Samvayanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 56
________________ ૩૫/૧૧૧ ૩ ધર્માભ્યાસયુક્ત, ૨૨-ઉદાર, ૨૩-પરિનિંદા અને આત્મઉત્કર્ષરહિત, ૨૪-પ્રશંસાને પામેલું, ૨૫-અન૫નીત, ૨૬-અછિન્નકુતુહલને ઉત્પન્ન કરનાર, ૨૭-અદ્ભુત, ૨૮-અતિ વિલંબિત નહીં એવું, ૨૯-વિભ્રમ-વિક્ષેપ-કિલિકિચિતાદિરહિત, ૩૦-અનેક જાતિના આશ્રયથી વિચિત્ર, ૩૧-આહિત વિશેષ, ૩૨-સાકાર, ૩૩-સત્વને ગ્રહણ કરનારું, ૩૪-ખેદરહિત, ૩૫-વિચ્છેદ રહિત. આવું વચન મહાનુભવોએ બોલવું જોઈએ. તેમાં ૧-સંસ્કારવાળું એટલે સંસ્કૃતાદિ લક્ષણયુક્ત, ૨-ઉદાતત્ત્વ-ઉંચી વૃત્તિવાળું, ૩-ઉપચારોપેતત્વ-અગ્રામ્યતા, ૪-ગંભીરશબ્દ - મેઘની જેમ, ૫-અનુવાદિત્વ પડઘારહિત, ૬-દક્ષિણત્વ-સરળ, ૭-ઉપનીતરાગત્વ-માલકોશ આદિ ગ્રામ, રાગથી યુક્ત, આ સાત અતિશયો શબ્દની અપેક્ષાએ છે. બાકીના ૨૮-અર્થની અપેક્ષાવાળા છે. તેમાં – ૮-મહાર્થત્વ-મોટા અર્થવાળું, ૯-અવ્યાહત પૌપર્યત્વ-પૂર્વ અને પછીના વાક્યમાં વિરોધ ન હોય તેવું, ૧૦-શિષ્ટત્વ-ઈષ્ટ સિદ્ધાંતોક્ત અર્થવાળું કે વક્તાની શિષ્ટતાનું સૂચક, ૧૧-અસંદિગ્ધત્વ-સંદેહરહિત, ૧૨-અપહતાત્યોત્તરત્વ-પરના દૂષણના અવિષયવાળું, ૧૩-હૃદયગ્રાહિત્વ-શ્રોતાના મનને હરનારું, ૧૪-દેશકાલાવ્યતીત્વ - પ્રસ્તાવને ઉચિત, ૧૫-તત્ત્વાનુરૂપ કહેવાને ઈચ્છેલ વસ્તુ સ્વરૂપને અનુસરતું, ૧૬-અપ્રકીર્ણપ્રસૃતત્વ-સારા સંબંધવાળા વચનના વિસ્તારવાળું અથવા અસંબંધ, અનધિકારિત્વથી અતિ વિસ્તારના અભાવવાળું, ૧૭-અન્યોન્ય પ્રગૃહીતત્વ - શબ્દોની અને વાક્યોની પરસ્પર અપેક્ષા સહિત, ૧૮-અભિન્નત્વ-કહેનારની કે કહેવા લાયક પદાર્થની ભૂમિકાને અનુસરતું, ૧૯-અતિ સ્નિગ્ધ મધુત્વ-અમૃત અને ગોળ આદિવત્ સુખકારી. ૨૦-અપરમમવિધિત્વ - બીજાના મર્મને ઉઘડા ન કરે તેવું, ૨૧-અર્થધર્માભ્યાસાનપેતત્વ - અર્થ અને ધર્મના અભ્યાસ સહિત, ૨૨-ઉદારત્વ-અભિધેય અર્થની તુચ્છતા કે ગ્રંથણીના વિશેષ ગુણવાળું, ૨૩-૫ર નિંદા અને આત્મોત્કર્ષ રહિતપ્રસિદ્ધ છે, ૨૪-ઉપગતશ્લાધવ-કહેલા ગુણોનો સંબંધ હોવાથી શ્લાધા પામે તેવું, ૨૫-૫નીતત્વ-કારક, કાલ, વચન, લિંગ આદિના ફેરફારરૂપ વચન દોષથી રહિત, ૨૬-ઉત્પાદિતાચ્છિન્ન-કૌતૂહલત્વ - શ્રોતાના પોતાના વિષયમાં અવિચ્છિન્ન કૌતુક ઉત્પન્ન કરે તેવું, ૨૭,૨૮ - અદ્ભુતત્વ અને અનતિવિલંબિતત્વ - અર્થ પ્રસિદ્ધ છે, ૨૯-વિભ્રમવિક્ષેપ કિલિકિચિતાદિ વિમુક્તત્વ :- વિભ્રમ - વક્તાના મનની ભ્રાંતિ, વિશેષ-વક્તાના જ કહેવા લાયક અર્થ પ્રત્યે આસક્તિ રહિત, કિલિકિચિત - ક્રોધ, ભય, અભિલાષાદિ ભાવોનું એકીસાથે વારંવાર કરવું તે, આદિ શબ્દથી બીજા મનના દોષોનું ગ્રહણ કરવું, તે સર્વ દોષરહિત. ૩૦-અનેક જાતિના આશ્રયથી વિચિત્ર, અહીં જાતિ એટલે વર્ણનીય વસ્તુના સ્વરૂપનું વર્ણન, ૩૧-આહિત વિશેષત્વ-વયનાંતર અપેક્ષાએ વિશેષતા પ્રાપ્ત કરે તેવું, ૩૨-સાકારત્વ - છૂટા છૂટા અક્ષર, શબ્દ, વાક્ય હોવાથી આકારને પ્રાપ્ત કરે તેવું, 33-સવ્વપરિગૃહીતત્વ - સાહસસહિત. ૩૪-અપરિખેદિત્વ - પ્રયાસની પ્રાપ્તિરહિત, 8/7 સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ ૩૫-અવ્યુછેદિત્વ - કહેવાને ઈચ્છેલા અર્થની સમ્યક્ પ્રકારે સિદ્ધિ સુધી વચન પ્રમાણનું નિરંતરત્વ. ૯. ૦ દત્ત-સાતમા વાસુદેવ અને નંદન - સાતમા બળદેવ આ બંનેનું આવશ્યકના અભિપ્રાયથી ૨૬-ધનુષુ ઉચ્ચત્વ પ્રસિદ્ધ છે, કેમકે અરનાથ અને મલ્લિનાથ સ્વામીના આંતરામાં તે બંનેને કહ્યા છે. - x - તથા અનાથ અને મલ્લિનાથની ઉંચાઈ અનુક્રમે ૩૦ અને ૨૫ ધનુષુ પ્રમાણ છે. તેમના આંતરામાં થયેલ છઠ્ઠા અને સાતમા વાસુદેવની ઉંચાઈ અનુક્રમે ૩૦ અને ૨૬ ધનુષુ ઘટી શકે, અહીં કહેલ ૩૫-ધનુપ્ તો દત્ત અને નંદન કુંથુનાથ સ્વામીના કાળે થયા હોય તો શક્ય બને, પણ એવું જિનેશ્વરોના આંતરામાં કહ્યું નથી. તેથી આ ૩૫-ધનુષ્ની વાત દુરવબોધ છે. ૦ સૌધર્મકર્ભે સૌધર્માવતંસકાદિ સર્વે વિમાનોમાં પાંચ-પાંચ સભાઓ હોય છે - સુધર્મસભા, ઉપપાતાભા, અભિષેક સભા, અલંકાર સભા, વ્યવસાય સભા. તેમાં સુધર્મસભાના મધ્યભાગે મણિપીઠિકાની ઉપર ૬૦ યોજન પ્રમાણવાળો માણવક નામનો ચૈત્યસ્તંભ છે. તેમાં વજ્રમય તથા ગોળાની જેમ વૃત્ત-વર્તુળ આકારવાળા સમુદ્ગક એટલે ભાજન વિશેષ છે. તેમાં જિનસક્રિય - મનુષ્યલોકમાં સિદ્ધિને પામેલા તીર્થંકરોના અસ્થીઓ રહેલા છે. ૦ બીજી પૃથ્વીમાં ૨૫-લાખ નકાવાસા છે અને ચોથી પૃથ્વીમાં ૧૦-લાખ નરકાવાસા છે, તે બંને મળીને ૩૫-લાખ થાય છે. સમવાય-૩૫-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120