________________
૭૮/૧૫૭
૭૮ લાખ આવાસો કહ્યા, તેમાં દક્ષિણ દિશામાં સુવર્ણકુમારના ૩૮ લાખ અને દ્વીપકુમારના ૪૦ લાખ ભવનો મળીને ૭૮ લાખ કહ્યા. જો કે ભગવતી સૂત્રમાં દ્વીપકુમારનું આધિપત્ય જણાતું નથી.
આધિપત્ય - અધિપતિનું કર્મ, પુરોવર્તિત્વ-અગ્રગામિત્વ, ભર્તૃત્વ-પોષકત્વ, સ્વામિત્વ-સ્વામિભાવ, મહારાજત્વ-લોકપાલત્વ. આણાઈસર સેણાવચ્ચ - આજ્ઞાપ્રધાન સેનાનું નાયકપણું, તેને સેવકોના અનુનાયકો પાસે કરાવતો, પોતે પણ આધિપત્યાદિ કરતો રહે છે.
૧૨૯
અકંપિત સ્થવિર, ભ મહાવીરના આઠમાં ગણધર, તેનું સર્વાયુ ૮-વર્ષ હતું, તે આ રીતે – ગૃહસ્થ પર્યાયમાં-૪૮, છાસ્થપણામાં-૯, કેવલી પર્યાયમાં-૨૧ વર્ષ મળીને ૭૮ વર્ષ.. ૦ ઉત્તરાયણ-ઉત્તર દિશાના ગમન થકી પાછો ફરેલો અર્થાત્ દક્ષિણાયનમાં ગયેલો સૂર્ય, દક્ષિણ દિશામાં જતાં સૂર્યનું જે પહેલું મંડલ, પણ સત્યિંતર સૂર્યમંડલ નહીં, તે દક્ષિણાયન મંડલની અપેક્ષાએ પહેલા મંડલથી ૩૯માં મંડલને વિશે અને સર્વાશ્ચંતર મંડલની અપેક્ષાએ ૪૦માં મંડલને વિશે, મુહૂર્તના એકસઠિયા ભાગ, દિવસ લક્ષણવાળા ક્ષેત્રના એટલે દિવસના જ, હાનિ પમાડીને ભ્રમણ કરે છે.
ચંદ્રપ્રજ્ઞપ્તિ અનુસાર કહે છે – જ્યારે જંબુદ્વીપમાં બંને સૂર્યો સવાંતર મંડલને પામીને ગતિ કરે છે. ત્યારે ૯૯,૬૪૦ યોજન પરસ્પર આંતરું કરીને ગતિ કરે છે. આ અત્યંતર મંડલ જંબૂદ્વીપમાં ૧૮૦ યોજન જતા આવે છે. એ પ્રમાણે બંને તરફ ગણતાં ૩૬૦ કરી તેને જંબૂદ્વીપના પ્રમાણમાંથી બાદ કરતાં ૯૯,૬૪૦ આંતરું થાય. તેમાં બંને સૂર્ય ચાલે ત્યારે ઉત્કૃષ્ટથી ૧૮-મુહૂર્તનો દિવસ અને જઘન્યથી ૧૨મુહૂર્તની રાત્રિ થાય. પછી આવ્યંતર મંડલથી નીકળીને પહેલી અહોરાત્રિએ આન્વંતરની પછીના મંડલને પામીને ગતિ કરે છે, ત્યારે ૯૯૬૪૫-૩૫/૬૧ યોજન આંતરું કરીને ગતિ કરે છે. ત્યારે ૨/૬૧ ભાગ ન્યૂન ૧૮ મુહૂર્તના દિવસ અને ૧૨-મુહૂર્તની રાત્રિ થાય છે.
એ પ્રમાણે દક્ષિણાયનના બીજા, ત્રીજા આદિ મંડલોમાં તથા બીજા, ત્રીજા આદિ અહોરાત્રમાં ૫-૩૫/૬૧ યોજન આંતરાની વૃદ્ધિ કહેવી - ૪ - ૪ - એ રીતે ૩૯માં મંડલે બંને સૂર્યોનું પરસ્પર આંતરું ૯૯૮૫૭-૨૩/૬૧ યોજન આવે છે. દિવસનું પ્રમાણ ૧૬-૪૪/૬૧ મુહૂર્ત અને રાત્રિનું પ્રમાણ ૧૩-૧૭/૬૧ મુહૂર્ત આવે છે.. એ પ્રમાણે દક્ષિણાયનથી નિવૃત્ત સૂર્ય પણ ઘટે છે અને વધે છે. ફર્ક માત્ર એ કે દિવસના ભાગો ઘટે છે અને રાત્રિના ભાગો વધે છે. અહીં દિન વધે છે, રાત્રિ ઘટે છે.
સમવાય-૮-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
8/9
૧૩૦
સમવાય-૯ — — * --
સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ
- સૂત્ર-૧૫૮ :
વડવામુ પાતાળકળશના સમાંતથી આ રત્નપભા પૃથ્વીના નીચેના ચરમાંત સુધીમાં ૭૯,૦૦૦ અબાધાએ અંતર છે.. એ જ પ્રમાણે કેતુ, સૂપ, ઈશ્વર પાતાળ કળશનું અંતર જાણવું.. ૰ છટ્ઠી પૃથ્વીના બહુ મધ્ય દેશ ભાગથી છટ્ઠા ઘનોદધિના નીચેના ચરમાંત સુધીમાં ૭૯,૦૦૦ યોજન અબાધાએ અંતર છે..
• જંબૂદ્વીપ નામક દ્વીપના દરેક દ્વારનું અબાધાએ અંતર કંઈક અધિક ૯,૦૦૦ યોજન છે.
• વિવેચન-૧૫૮ :
૭૯મું સ્થાનક - તેમાં વડવામુખ નામે પૂર્વ દિશામાં રહેલ મહા પાતાળ કળશના નીચેના ચરમાંતથી રત્નપ્રભા પૃથ્વીનો ચરમાંત ૭૯,૦૦૦ યોજન દૂર છે, તે આ રીતે – રત્નપ્રભા પૃથ્વીનું બાહલ્સ ૧,૮૦,૦૦૦ યોજન છે. તેમાંથી ૧૦૦૦ યોજન સમુદ્રનો અવગાહ તથા ૧-લાખ યોજન અવગાહનો વડવા મુખ પાતાળ કળશ તે બાદ કરો, તેથી તેના ચરમાંતથી પૃથ્વીના ચરમાંત મધ્યે ઉક્ત પ્રમાણ-૭૯,૦૦૦ યોજન થશે. એ
પ્રમાણે બીજા ત્રણ કળશો કહેવા.
છઠ્ઠી પૃથ્વીનું બાહત્ય ૧,૧૬,૦૦૦ યોજન છે. સાતે ઘનોદધિ પ્રત્યેક ૨૦,૦૦૦ યોજન છે, તો પણ આ સૂત્રના મત મુજબ છટ્ઠી પૃથ્વીમાં રહેલ ઘનોદધિ ૨૧,૦૦૦ યોજનનો સંભવે છે. તેથી છટ્ઠી પૃથ્વીના બાહસ્યને અડધું કરવાથી ૫૮,૦૦૦ યોજન અને ઘનોદધિના ૨૧,૦૦૦ યોજન મળીને ૭૯,૦૦૦ યોજન થાય છે. ગ્રંયાંતરના મતે સર્વે ઘનોદધિનું બાહલ્સ ૨૦-૨૦ હજાર યોજન હોવાથી આ સૂત્ર પાંચમી પૃથ્વીને આશ્રીને હોવું જોઈએ, કેમકે પાંચમી પૃથ્વીનું બાહલ્સ ૧,૧૮,૦૦૦ યોજન છે, તેનું અડધું ૫૯,૦૦૦ + ૨૦,૦૦૦ = ૭૯,૦૦૦.
કહ્યું છે – નસ્ક પૃથ્વીનું બાહત્ય અનુક્રમે એક લાખ ઉપર-૮૦,૩૨,૨૮,૨૦, ૧૮,૧૬,૮ હજાર યોજન જાણવું. અથવા છટ્ઠી પૃથ્વીનો મધ્યભાગ ૧૦૦૦ અધિક કહેવાને ઈછ્યો હોય. તે માટે ‘બહુ' શબ્દ મૂક્યો હોય.
જંબુદ્વીપની જગતીના ચાર દ્વાર છે – વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત.
તે દરેકનો વિષ્ફભ ચાર-ચાર યોજન છે. દરેકની દ્વાર શાખા બબ્બે ગાઉ પહોળી છે. તે દ્વારોની અન્યોન્ય આંતરું કહેવું. આ આંતરું સાતિરેક ૭૯,૦૦૦ યોજન છે. કેમકે જંબુદ્વીપની પરિધિ ૩,૧૬,૨૨૭ યોજન ૩ કોશ, ૧૨૮ ધનુષુ અને ૧૩ા અંગુલ છે. તેમાંથી ચારે દ્વાર અને દ્વારશાખાનો વિકુંભ બાદ કરીને ચારે ભાંગતા ૭૯,૦૫૨ યોજન થશે.
સમવાય-૭૯-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ