Book Title: Agam 04 Samvayanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 67
________________ ૬૬/૧૪૬ ૧૧૯ ચંદ્રો છે, તે બધાં મળીને ૧૩૨ થાય. તેના અડધા-૬૬, દક્ષિણ શ્રેણિમાં, ૬૬ ઉત્તર શ્રેણિમાં છે. ઉત્તર શ્રેણિ પૂર્વમાં જાય ત્યારે દક્ષિણશ્રેણિ પશ્ચિમમાં જાય. એ જ પ્રમાણે સૂર્ય સૂp જાણવું. શ્રેયાંસનાથને અહીં ૬૬ ગણ કહ્યા, આવશ્યકમાં ૩૬ કહ્યા છે. ૬૬-સાગરોપમ સ્થિતિ કહી તે કંઈક અધિક છે, તેની વિરક્ષા કરી નથી. અન્યત્ર પણ કહ્યું છે - બે વખત વિજયાદિ વિમાનમાં ગયેલને અથવા ત્રણ વખત અશ્રુતે ગયેલાને ૬૬ સાગરોપમ સ્થિતિ થાય છે. તેમાં મનુષ્યભવ સંબંધી સ્થિતિનું પ્રમાણ અધિક જાણવું. તથા સર્વ જીવોને આશ્રીને કહીએ તો સર્વકાળ મતિજ્ઞાનની સ્થિતિ જાણવી. સમવાય-૬૬-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ] છેસમવાય-૬૭ છે • સૂત્ર-૧૪૫ - • પાંચ સંવત્સરરૂપ એક યુગનું નક્ષત્ર માસથી માપ કરતા ૬૭ નામ માસ થાય છે.. o હૈમવત, ટૅરણયવંત બંને ક્ષેત્રની બાહા ૬9પપ-W; યોજના • ૬૭૫૫-W; યોજન લાંબી કહી છે.. o મેરુ પર્વતના પૂવતિથી ગૌતમદ્વીપના પૂવતિ સુધી ૬૦,૦૦૦ યોજન અબાધા આંતરું કર્યું છે.. 2 સર્વે નક્ષત્રોની સીમાનો વિકંભ ૬૭ વડે ભાગતા સમાનાશ થાય છે. [બીજા કોઈ અંક વડે નહીં] • વિવેચન-૧૪૫ - ૬૭મું સ્થાનક • નક્ષત્ર માસ એટલે ચંદ્ર જેટલે કાળે આખા નફામમંડલને ભોગવી રહે, તે કાળ ૨૩-૨૧/ક સમિદિવસ પ્રમાણ થાય. યુગનું પ્રમાણ ૧૮૩૦ દિવસ થાય તેમ પૂર્વે કહ્યું છે. એ રીતે નક્ષત્ર માસના રાત્રિદિવસનું જે પ્રમાણ કહ્યું, તેને એક દિવસના ૬૩ ભાગે ગુણવાથી જે સંખ્યા ૧૮30 આવે, તેના વડે યુગના દિવસની સંખ્યાને ૬૭ વડે ગુણવાથી ૧,૨૨,૬૧૦ સંખ્યા આવે, તેને ૧૮૩૦ વડે ભાગવાથી ૬૩ નઝ માસ પ્રાપ્ત થાય છે. બાહાઓ - લઘુ હિમવતની જીવાથી આરંભીને હેમવત ક્ષેત્રની જીવા સુધીમાં પૂર્વ, પશ્ચિમ તફની ક્ષેત્ર પ્રદેશની પંક્તિ વધતી હોય છે તે બંને હેમવંતક્ષેત્રની બાહ કહેવાય છે. એ પ્રમાણે ઐરણ્યવતની બાહા પણ જાણવી. તેની સંવાદ ગાયા આ પ્રમાણે - ૬૩૫૫ યોજન અને 3-કળા હેમવંત ક્ષેત્રની બાહા છે. કળા એટલે યોજનનો ૧૯મો ભાગ. આ બાહા પ્રમાણ આ રીતે- હેમવંતનું ધનુપૃષ્ઠ-૩૮૨૪૦-૧૦/૧૯કહ્યું છે. તેમાંથી હિમવંત પર્વતનું ધનુ પૃષ્ઠ ૫૨૩૦-૪/૧૯ બાદ કરતાં જે બાકી રહે તેને અડધું કરવાથી એક બાહાનું પ્રમાણ લંબાઈ વડે કહ્યું છે. - મેરના પૂર્વાનની પશ્ચિમાંત જગતીના બાહ્ય છેડા સુધી જંબૂદ્વીપનું પ્રમાણ ૫૫,000 યોજન છે, ત્યાંથી આગળ લવણસમુદ્રમાં ૧૨,000 યોજન જતાં ગૌતમ ૧૨૦ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ નામે દ્વીપ છે. તેને આશ્રીને આ સૂત્રનો અર્થ સંભવે છે, કેમકે પ૫ અને ૧૨ મળીને ૬૭,૦૦૦ થાય છે. જો કે સૂગના પુસ્તકમાં “ગૌતમ” શબ્દ દેખાતો નથી. તો પણ અહીં દેખાય છે. કેમકે જીવાભિગમ આદિમાં લવણસમુદ્રમાં ગૌતમ, ચંદ્ર, સૂર્યદ્વીપ સિવાયના બીજા દ્વીપો સંભળાતા નથી. વૃિત્તિકારનો આશય સમજાતો નથી.) સર્વે નાવ્યોનો સીમા વિકંભ એટલે પૂર્વ-પશ્ચિમ દિશામાં ચંદ્રનો નક્ષત્ર ભુક્તિ ફોન વિસ્તાર, નક્ષત્ર વડે અહોરાત્ર ભોગ્ય બને ૬૭ ભાગે ભાગવાથી સમાન ભાગવાળો કહ્યો છે. બીજા કોઈ ભાગ વડે ભાગાકાર કરતા વિષમ સંશવાળો થાય છે અર્થાત બીજા ભાગ વડે ભાગી શકાતો નથી. તે આ પ્રમાણે - નક્ષત્ર એક અહોરાત્રથી જે ક્ષેત્ર ઓળંગે તે ક્ષેત્રના ૨૧/૩ ભાગ જેટલો અભિજિત નમનો ક્ષેત્રથી સીમાવિકંભ થાય છે. અર્થાત્ આટલા ક્ષેત્રમાં ચંદ્રની સાથે તે નplનો યોગ કહેવાય છે. તથા 30 મુહનો એક અહોરાત્ર હોવાથી તે જ ૨૧ને 30 વડે ગુણતા ૬૩૦ થાય, તેને ૬૭થી ભાગતા જે પ્રાપ્ત થાય તે કાળસીમા થાય છે. એટલે ચંદ્રની સાથે તે નક્ષત્રનો તેટલા કાળ સુધી સંબંધ રહે છે. તે કાળસીમા ૯-૨) થાય છે. કહ્યું છે કે – એક અહોરમને ૬૭થી ભાગતા ૨૧ ભાગ જેટલો અભિજિતું નક્ષત્રને ચંદ્રનો યોગ ફોગથી થાય છે, કાળથી તે યોગ કંઈક અધિક તવ મુહુર્તનો હોય છે. આ પ્રમાણે ક્ષેત્રથી અને કાળથી અભિજિતને ચંદ્ર સાથેનો યોગ કહ્યો તથા શતભિષક, ભરણી, આદ્ર, આશ્લેષા, સ્વાતિ, જયેઠા આ છ નક્ષત્રનો ફોનથી 33/દફ અને અર્ધ ભાગ જેટલો સીમા વિકંભ થાય છે, તે જ 33Iને ૩૦ વડે ગુણતાં ૧૦૦૫ થાય છે. તેને ૬૭ વડે ભાગતા જે ભાગ આવે, તે તેની કાળસીમા થાય છે. તેમાં ૧૫-મુહૂર્ત આવે છે. તે વિશે કહ્યું છે શતભિષક, ભરણી, આદ્રા, આશ્લેષા, સ્વાતિ, પેઠા આ છ નક્ષત્રો ૧૫મુહૂર્તના સંયોગવાળા છે. ત્રણ ઉતરા, પુનર્વસુ, સેહિણી, વિશાખા આ છ નક્ષત્રોનો લોક થકી સીમા વિર્ક સડસઠીયા સો અને અર્ધ ભાગ જેટલો થાય છે, તે ૧૦oll ને જ ૩૦ વડે ગુણતા ૩૦૧૫ થાય છે. તેને ૬૭ વડે ભાગતા જે ભાગ પ્રાપ્ત થાય તે આ છ નગોની કાળથી સીમા થાય છે. તેમાં ૪પ-મુહૂર્ત આવે છે. તે વિશે કહ્યું છે. ત્રણ ઉત્તરા, પુનર્વસુ, રોહિણી, વિશાખા એ છ નક્ષત્રો ૪૫-મુહર્ત સંયોગવાળા છે. બાકીના ૧૫ નક્ષત્રોનો ગથી સીમા વિકંભ સડસઠીયા સડસઠ ભાગ છે, તેને ૩૦ વડે ગુણવાથી ૨૦૧૦ થાય છે. તેને ૬૭ વડે ભાગતા જે ભાગમાં આવે તે કાળથી સીમા થાય છે તેમાં 30 મુહર્ત છે. કહ્યું છે – શેષ ૧૫ નક્ષત્રો ૩૦ મુહર્ત સંયોગવાળા છે. તેની સાથે ચંદ્રનો યોગ આ રીતે એક, છ, છ, પંદર એમ કુલ ૨૮ નક્ષત્રોના ૧૮૩૦ સડસઠીયા ભાણ થાય છે. તેને બમણા કરતા ૫૬ નક્ષત્રો થાય. તેના સડસઠીયા ભાગ 3૬૬o થાય છે. સમવાય-૬૩ખ્તો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120