Book Title: Agam 04 Samvayanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 49
________________ ૩૦/૬૪ થી ૯ ૮૪ તે દેવો 30 આઈમાસે આન-પ્રાણ, ઉચ્છવાસ-નિઃશાલ લે છે. તેઓને Bo,ooo વર્ષે આહારેચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો 30 ભવગ્રહણ કરીને સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત-ન્સઈદુઃખાંતકર થશે. • વિવેચન-૬૪ થી ૯ :૩૦મું સ્થાનક સુગમ છે. વિશેષ - સ્થિતિ પૂર્વે આઠ સૂત્રો છે. તેમાં મોહનીય એટલે સામાન્યથી આઠ પ્રકારના કર્મો, વિશેષથી ચોથી પ્રકૃતિ જાણવી તેના સ્થાનો - નિમિતો, તે મોહનીય સ્થાનો છે. જે સૂકમ ૬ થી ૮માં બતાવ્યા. તેમાં સ્થાન-(૧) જે કોઈ પ્રાણી સ્ત્રી આદિને જળ મધ્ય પ્રવેશીને શસ્ત્રરૂપ જળ વડે મારે છે. કેવી રીતે ? પગ વડે દબાવીને મારે છે, તે પ્રાણી માતા જીવને મહામોહોત્પાદકવાથી તથા સંક્ષિપ્ત ચિતત્વથી પોતાને સેંકડો ભવ સુખી દુ:ખ આપે તેવા મહામોહને ઉત્પન્ન કરે છે. આ પ્રમાણે ત્રણને મારવાથી એક મોહનીય સ્થાન થયું. (૨) આદ્ધ ચર્મની શીપને વીંટવા વડે જે કોઈ સ્ત્રી આદિ બસોને વીટે છે, અત્યંત તીવ્ર અશુભ આચારવાળો તે પાણી ભરાતા જીવને મહામોહ ઉત્પન્ન કરનાર હોવાથી પોતાને પણ મહામોહ કરે છે - x - x - (3) હાથ વડે ઢાંકીને, કોને ? મુખને, પ્રાણીને રૂંધીને, અંદર નાદ કરાતા - ગળામાંથી ગુણગુણ શબ્દને કરતા એવા તેને જે મારે છે, તે મહામોહને કરે છે... (૪) અગ્નિને સળગાવીને ઘણા લોકો મહામંડપ કે વાડા આદિમાં સુંધીને અંદર રહેલ ધુમાડા વડે અથવા જેની અંદર ધુમાડો રહેલો છે એવા અગ્નિ વડે જે મારે છે, તે મહામોહને કરે છે. (૫) જે મસ્તક ઉપર હણે છે એટલે ખગ-અગર આદિ શાથી પ્રાણીને પ્રહાર કરે છે, તે મસ્તક સ્વભાવથી જ કેવું હોય ? સર્વ અવયવોમાં મુખ્ય અવયવ છે, કેમકે તેના પર ઘા થવાથી અવશ્ય મરણ થાય છે તે પ્રહાર પણ સંક્ષિપ્ત ચિત વડે જ કરે છે, પણ યથાકથંચિત્ નહીં. તથા ઉત્કટ પ્રહારે મસ્તક ભેદીને ગ્રીવાદિ કાયાને વિદારે છે. તે મહામોહ કરે છે. (૬) વારંવાર પ્રણિધિ - માયા વડે જેમ વેપારી આદિનો વેશ ધારણ કરી ગલકઈક માર્ગે ચાલનાર સાથે જઈને નિર્જન સ્થાને મારે છે તથા તેને હણીને આનંદના અધિકપણાથી, હણાતા એવા મુર્ખ લોકને હસે છે. શાથી હણીને ? યોગથી વાસિત બીજોરાદિના ફળ વડે કે દંડ વડે હણે છે. તે મહામોહને કરે છે. (9) ગૂઢાચારી • પ્રચ્છન્ન આચારવાનું કે પોતાના દૂરાચારને ગોપવે છે, બીજાની માયાને માયાથી ઢાંકે છે - જીતે છે. જેમ પક્ષીઓને મારનાર પારધિ પાંદડા વડે પોતાના શરીરને ઢાંકીને પક્ષીઓને ગ્રહણ કરે છે - x તે અસત્યવાદી, પોતાના મૂલગુણ અને ઉત્તરગુણની વિરાધના કરનાર અથવા સૂત્ર અને અર્થનો અપલાપ કરનાર મનુષ્ય મહામોહને કરે છે. (૮) જે પુરુષ પોતાના ખરાબ કર્મ વડે - પોતે કરેલા પ્રષિઘાતાદિ દુષ્ટ વ્યાપાર વડે અકર્મક - દુષ્ટકર્મ ન કરનારા બીજાનો ધ્વંસ કરે અથવા બીજાએ કરેલ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ દુષ્ટકમને આશ્રીને બીજાની સમક્ષ “આ મહાપાપ તેં કર્યું છે" એમ બોલે, તે પુરુષ મહામોહને કરે છે. (૯) કલેશથી શાંત ન થયેલ જે પુરુષ આ હું બોલું છું, તે ખોટું છે એમ જાણતો ઘણાજન મધ્યે કિંચિત્ સત્ય-બહુ અસત્ય એવા પદાર્થ કે વચનોને બોલે છે, તે પુરપ મહામોહને કરે છે. (૧૦) નાયક વિનાનો કોઈ રાજા, તેનો નીતિવાળો મંત્રી છે, તે મંત્રી તે જ રાજાની સ્ત્રી અથવા દ્રવ્યપ્રાપ્તિના ઉપાયનો નાશ કરીને તેના ભોગોને વિદારે છે. શું કરીને ? અત્યંત, સામંતાદિ પરિવારના ભેદ વડે ક્ષોભ પમાડીને તથા •x તે રાજાને ચાર • સ્ત્રી થકી, કે દ્વાર - દ્રવ્યપ્રાપ્તિના ઉપાયથી અધિકાર હિતકરીને અથવા તેની સ્ત્રી કે તેના રાજ્યને કન્જો કરીને, તથા પોતાની પાસે આવતા એવાને-પોતાનું સર્વસ્વ હરણ કરતા, ભેટા વડે અને અનુકૂળ, કરુણાવાળા વચનો વડે તેમને અનુકૂળ કરવાને પ્રાપ્ત થયેલ તે રાજાને વચનના અવકાશરહિત કરીને તેને પ્રતિકૂળ વાણી વડે – “તું આવો-તેવો છે.” ઇત્યાદિ વચનોથી તેના વિશેષ પ્રકારના શબ્દાદિ ભોગોને જે વિદારે, તે મહામોહને કરે છે. (૧૧) કુમાર-બ્રાહ્મચારી નહીં તેવો જે મનુષ્ય, હું કુમાર બ્રહ્મચારી છું, એમ બોલે અને સ્ત્રીમાં ગૃદ્ધિવાળો તથા સ્ત્રીઓને જ આધિન થાય અથવા તેમની સાથે રહે, તે મહામોહને કરે છે. (૧૨) મૈથુનથી નિવૃત્તિ ન પામેલો જે કોઈ મનુષ્ય અબ્રહ્મચર્યનું સેવન કરીને હું હમણાં બ્રહ્મચારી છું.” એમ અતિ ધૂર્ણપણે બીજાને છેતસ્વા બોલે, જે આ રીતે સપુરષોને અયોગ્ય એવા વચન બોલતો ગાયો વચ્ચે ગઘેડાની જેમ કટુક સ્વરે નાદ કરે, પણ વૃષભની જેમ સુંદર નાદ ન કરે તથા આ પ્રમાણે બોલતો આત્માનો અહિતકારી અને મૂઢ એવો ઘણીવાર માયામૃષા-અસત્યને બોલે તથા સ્ત્રીના વિષયના આસક્તિથી નિંદિત ભાષણ કરે, આવો મનુષ્ય મહામોહને કરે છે. (૧૩) જે રાજાના કે પ્રધાનાદિના આશ્રિતપણાને વહન કરે છે એટલે આજીવિકાના લાભ વડે પોતાને ધારણ કરે છે. કેવી રીતે ? યશ વડે એટલે કે “તે રાજાદિના સંબંધવાળો આ છે.” એવી પ્રસિદ્ધિ કે સેવા પડે, પછી પોતાના નિવહિના કારણભૂત તે જ રાજાદિના ધન માટે જે કોઈ લોભ કરે છે, તે મહામોહપ્ત કરે છે. (૧૪) ઈશ્વર-રાજા અથવા ગામ-લોકોએ કોઈ અનીશ્વરને ઈશ્વર કર્યો, તેને • પૂર્વાવસ્થામાં અનીશ્વર હતો તેને રાજાદિએ આગળ કરેલો હોવાથી અસાધારણ લક્ષ્મી પ્રાપ્ત થઈ અથવા અતુલ જેમ હોય તેમ લક્ષ્મી પ્રાપ્ત થઈ અને તેથી તે રાજાદિના ઉપકારને વિશે ઈષ્ય દોષથી યુક્ત થયો, તેનું ચિત્ત કલુષતા વડે - હેષ લોભાદિ પાપ વડે વ્યાકુળ થયું, તેથી આવો જે કોઈ રાજાદિના જીવિત, ધન, ભોગાદિના અંતરાયતે - વિચ્છેદન કરે છે, તે મહામોહને કરે છે. (૧૫) જેમ નાગણ પોતાના ઈંડાના સમૂહને અથવા અંડપુટને - બંધાયેલા બે દળને હણે છે, તેમ જે પોષણ કરનાર ભતરિ, સેનાપતિ કે રાજાને, પ્રશાસ્તા-મંત્રીને,

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120