Book Title: Agam 04 Samvayanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 44
________________ ૨૫/૫૫ થી ૫૯ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ આ સર્વે ભાવનાઓ વાચનાંતરમાં આવશ્યકાનુસાર દેખાય છે. મિયાદેષ્ટિ જ તિર્યગતિ આદિ કર્મપ્રકૃતિ બાંધે, સમ્યગ્દષ્ટિ નહીં. કેમકે તે પ્રકૃતિઓ મિથ્યાત્વપ્રત્યય છે. તેથી મિથ્યાદૈષ્ટિ ગ્રહણ કર્યા. વિકલેન્દ્રિય - બે, ત્રણ, ચાર ઈન્દ્રિયવાળામાંથી કોઈ એક. પતિો બીજી પણ કર્યપ્રકૃતિ બાંધે માટે અહીં અપર્યાપ્તકો કહ્યા. અપર્યાપ્તક જ આ અપશત પરાવર્તમાન પ્રકૃતિને બાંધે. વળી તે સંક્ષિપ્ત પરિણામી હોય તો જ બાંધે. તેથી સંક્ષિપ્ત પરિણામી કહ્યું. તે પણ બેઈન્દ્રિયાદિ અપર્યાપ્તકને યોગ્ય જ બાંધે તેમાં કોઈ વખત બેઈન્દ્રિય જાતિ સહ, કોઈ વખત તેઈન્દ્રિય જાતિ સાથે અને કદાચિત ચતુરિન્દ્રિય જાતિ સાથે પચીશ પ્રકૃતિઓ જાણવી. ગંગા આદિ ૫ ગાઉના વિસ્તારવાળો પ્રપાત એમ જાણવું. બંને દિશામાં એટલે પૂર્વમાં ગંગા અને પશ્ચિમમાં સિંધુ. તે બંને પાદ્ધહમાંથી નીકળી ૫૦૦ યોજન પર્વત ઉપર જઈને પછી દક્ષિણાભિમુખ વળે છે. ત્યાં ઘટના મુખ જેવી ર૫-કોશ પહોળી જિલ્લાવાળા મકમુખરૂપી પરનાળામાંથી પ્રવર્તેલ મોતીના હાર જેવા સંસ્થાનવાળા પ્રપાત વડે ૧૦૦ યોજન ઉંચા હિમવંત પર્વત નીચે રહેલા પોત-પોતાના પ્રપાતકુંડમાં પડે છે... એ જ પ્રમાણે રકતા અને રક્તવતી જાણવી. વિશેષ આ - શિખરી વર્ષધર ઉપર રહેલા પુંડરીક દ્રહથી નીકળીને પડે છે... લોકબિંદુસાર એ ચૌદમું પૂર્વ છે. સમવાય-૨૫-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ વિમુકિત અધ્યયન, નિશીથ આદધ્યયન સહિત ર૫-મું જાણવું. અપર્યાપ્ત, સંન્નિષ્ટ પરિણામી, મિથ્યાર્દષ્ટિ વિકસેન્દ્રિય જીવ નામકર્મની પ-ઉત્તર પ્રકૃતિને બાંધે. તે આ - તિર્યગતિનામ, વિકલેન્દ્રિય જાતિ નામ, ઔદારિક શરીર, તૈજસશરીર, કામણશરીર, હુંડક સંસ્થાન, ઔદારિક શરીર ગોપાંગ, છેવટુ સંઘયણ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, તિરંગાનુપૂર્વી, અગુરલg, ઉપઘાત, બસ, ભાદર, અપર્યાપ્તક, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, યશ:કીર્તિ અને નિર્માણનામ. ગંગા, સિંધુ મહાનદી રપ ગાઉ પૃથક પ્રવાહથી બંને દિશામાં ઘટના મુખથી પડીને, મુક્તાવલી હાર સંસ્થાનવાા પાતે પોતપોતાના કુડમાં પડે છે... રસ્તા, રક્તવતી મહાનદી ૨૫-ગાઉ પૃથફ પ્રવાહથી એ રીતે જ પડે છે... લોકબિંદુસાર પૂર્વમાં ર૫-વસ્તુઓ કહી છે. આ રતનપભામાં કેટલાક નાસ્કીની સ્થિતિ રપ-પલ્યોપમની છે.. આધ:સતમી પૃવીમાં કેટલાક નાસ્કોની સ્થિતિ ર૫-જાગરોપમ છે.. કેટલાક અસુરકુમારોની સ્થિતિ ર૫-પલ્યોપમ છે. સૌધર્મ-ઈશાન કહ્યું કેટલાક દેવોની ૫-પલ્યોપમ સ્થિતિ છે.. મ#િમહેમ વેચકે દેવોની ઘન્ય સ્થિતિ ૫-સાગરોપમ છે.. હમઉરિમ 3]વેયકે ઉત્પન્ન દેવોની સ્થિતિ ઉત્કૃષ્ટથી રપ-સાગરોપમ છે... આ દેવો ર૫અધમાસે આન-પ્રાણ, ઉચ્છવાસ-નિશા લે છે. તેઓને ર૫,ooo વર્ષે આહાટેચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો ૨૫ ભવ કરી વાવ દુ:ખાંત કરશે. • વિવેચન-૫૫ થી ૫૯ : ૫-મું સ્થાનક સુગમ છે. વિશેષ આ - સ્થિતિ પૂર્વે ૯ સૂત્રો છે. પાંચ યામ-મહાવ્રતોનો સમુદાય તે પંચયામ. તેની ભાવનાઓ - પ્રાણાતિપાતાદિ નિવૃત્તિરૂપ મહાવ્રતના રક્ષણાર્થે કરાય તે ભાવનાઓ છે. તે ભાવના દરેક મહાવતની પાંચ-પાંચ છે. તેમાં ઈયસિમિતિ આદિ પાંચ પહેલા મહાવતની છે. આલોક ભાજન ભોજન • જોવાપૂર્વક ભાજન-પાન, ભોજન-ભાત, પાણીનો આહાર કરવો તે, કેમકે અનાલોક્ય ભાજનમાં ભોજન કરવાથી પ્રાણી હિંસા સંભવે છે.. વિચારીને બોલવું આદિ બીજા વ્રતની પાંચ ભાવના છે. તેમાં વિવે - પરિત્યાગ. અવગ્રહ અનુજ્ઞાપનાદિ બીજા વ્રતની પાંચ ભાવના છે. તેમાં (૧) અવગ્રહની અનુજ્ઞા લેવી. (૨) પછી તેની હદને જાણવી. (૩) જાણીને અવગ્રહને ગ્રહણ કરવો, (૪) ગીતાર્થ સમુદાયમાં વિચરતા સંવિપ્ન સાધુઓનો અવગ્રહ, કાલાદિથી માસ આદિ, ક્ષેત્રથી પાંચ ગાઉ આદિ સાધર્મિકોની અનુજ્ઞા લઈને જ રહેવું, (૫) આણેલ સામાન્ય ભોજનાદિ આચાર્યાદિની અનુજ્ઞા લઈને વાપરવું તે.. સ્ત્રી આદિ સંસક્ત આસન-શયનાદિ વર્જન તે ચોથા વ્રતની,. તેમાં પ્રત - અતિસ્નેહ વાળો, શ્રોત્રાદિ ઈન્દ્રિયના રોગનો ત્યાગ તે પાંચમા મહાવ્રતની ભાવા છે - જે જીવ જેમાં આસક્ત થાય, તેને તેનો પરિગ્રહ લાગે, તેથી શબ્દાદિનો રાણ કરતા તેનો પરિગ્રહ થાય, તેથી પરિગ્રહ વિરતિની વિરાધના થાય. છે સમવાય-૨૬ છે – X - X –– • સૂત્ર-૬૦ : દશા, કલ્પ, વ્યવહારના ર૬ ઉશનકાળ કહા – દશાની દિશ, કલાની છ અને વ્યવહારના દશ... અભવસિદ્ધિક જીવોને મોહનીસકમની ૨૬ કર્મ પ્રકૃતિઓ સત્તામાં રહેલી છે. તે આ – મિથ્યાત્વ મોહનીય, ૧૬ કષાયો, 3-વેદ, હાસ્ય, અરતિ, રતિ, ભય, શોક, દુર્ગા. [૧૬ કષાય, ૯-નોકષાય, મિથ્યાત્વ) આ રનપભા પૃeતીમાં કેટલાંક નારકોની ૨૬-પલ્યોપમ સ્થિતિ છે. અધ:સપ્તમી પૃથ્વીમાં કેટલાંક નાકોની ૨૬-સાગરોપમ સ્થિતિ છે. કેટલાક અસુકુમારોની ૨૬-પલ્યોપમ સ્થિતિ છે. સૌધર્મ-ઈશાન કર્ભે કેટલાક દેવોની સ્થિતિ ૨૬-પલ્યોપમ છે. મઝિમહેઠિમ શૈવેયક વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા હોય તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ ર૬-સાગરોપમ છે. તે દેવો ૨૬-અઈ માસે આન-પ્રાણ, ઉચ્છવાસ-નિ:શ્વાસ લે છે. તે દેવોને ૨૬,ooo વર્ષે આહારેચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો ર૬-ભવગ્રહણ કરીને સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત-સર્વદુ:ખાંતકર થશે. • વિવેચન-૬૦ :૨૬મું સ્થાન વ્યકત છે. વિશેષ - ઉદ્દેશનકાલ એટલે કે શ્રુતસ્કંધમાં અને

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120