Book Title: Agam 04 Samvayanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 27
________________ ૧૦/૧૪ થી ૧૮ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ તે દેવો દશ અધમાસે આન-urણ ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે. તે દેવોને ૧૦,૦૦૦ વર્ષે આહારેચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો દશ ભવ ગ્રહણ કરીને સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત-ન્સઈદુખાંતકર થશે. • વિવેચન-૧૪ થી ૧૮ : સુબોધ છે, તો પણ કંઈક કહીએ - અહીં ૨૫ સૂત્રો છે. તેમાં (૧) લાઘવદ્રવ્યથી અલા ઉપધિ અને ભાવથી ગૌરવ ત્યાગ. સર્વ સંગોનો ત્યાગ અથવા સંવિના અને મનોજ્ઞ સાધુને દાન તથા બ્રાહ્મચર્ય વડે જે રહેવું તે બ્રહ્મચર્યવાસ. (૨) ધિર • મનની મerfધ - સમાધાન, પ્રશાંતતા તેનો સ્થાનો-ભેદો તે ચિત સમાધિ સ્થાનો. તેમાં ધમ-જીવાદિ દ્રવ્યોનો ઉપયોગ, ઉત્પત્તિ આદિ સ્વભાવો, તેમનો વિચાર અથવા સર્વજ્ઞ ભાષિત શ્રતયાત્રિાત્મક ધર્મ હરિહરાદિ કથિત ધર્મથી ઉત્તમ છે, એમ વિચારવું તે ધર્મચિંતા. છે - કલ્યાણભાગી, તે સાધુને પૂર્વે અનાદિ અતીત કાળમાં ન ઉત્પન્ન થયેલ ધર્મચિંતા ઉત્પન્ન થાય, તો અપાઈ પુદ્ગલ પરાવર્તામાં તેનું અવશ્ય કલ્યાણ થાય. - x - શા માટે આ ધર્મચિંતા ઉત્પન્ન થાય ? સમગ્ર ધર્મ-જીવાદિ દ્રવ્ય સ્વભાવ, ઉપયોગ, ઉત્પાદાદિ કે કૃતાદિરૂપ ધર્મને જ્ઞ પરિજ્ઞા વડે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી થાય કર્મને ત્યાગ કરવાને માટે અર્થાત્ ધર્મના જ્ઞાનના કારણભૂત ધર્મચિંતા થાય છે. આ ધર્મચિંતા ઉક્ત સમાધિનું ઉક્તલક્ષણ સ્થાન તે પહેલું સ્થાન. નિદ્રાધીનને વિકલા જ્ઞાનનું દર્શન-સંવેદન તે સ્વપ્નદર્શન છે. આવું કલ્યાણ પ્રાપ્તિ સુચક પૂર્વે અનુત્પ સ્વાનદર્શન ઉત્પન્ન થાય છે જેમ ભગવંત મહાવીરને અસ્થિક ગામે શૂલપાણી યક્ષે કરેલ ઉપસર્ગને અંતે જોયેલ. આવું સ્વપ્નદર્શન કેમ થાય ? જે પ્રકારે સત્ય હોય તે પ્રકારે સર્વથા નિર્ભભિચાર ગોવા તે સ્વાનફળને જોવાજાણવાને, અવશ્ય થનાર મુક્તિ આદિ શુભ સ્વપ્નફળને જોવા માટે સાધુને સ્વપ્નદર્શન થાય. ક્યાંક જુના પાઠ છે. જુનાગ - સત્ય અને અવશ્ય થનાર. સુથાર - સુગતિને જોવા-જાણવાને. સુશાર - થનાર શુભાર્થને અનુભવવાને, કલ્યાણસૂચક સત્ય સ્વપ્ન દર્શનથી ચિતસમાધિ થાય તે બીજું. સંજ્ઞાન એટલે સંજ્ઞા. જો કે તે હેતુવાદ-દૃષ્ટિવાદ-દીર્ધકાલિક ઉપદેશ ભેદની અનુક્રમે વિકલેન્દ્રિય-સમ્યગ્દષ્ટિ-સમનકને હોવાથી ત્રણ બેદે છે. તો પણ અહીં દીર્ધકાલિકોપદેશ સંજ્ઞા ગ્રાહ્ય છે. તે જેને છે તે સંજ્ઞી-સમનક છે. તે સંજ્ઞીનું જ્ઞાન તે સંજ્ઞીજ્ઞાન. અધિકૃત સૂત્રમાં બીજી રીતે ન ઘટી શકે તેવી જાતિ સ્મરણ જ્ઞાન જ લેવું. તે પૂર્વે ઉત્પન્ન ન થયેલું સાધુને ઉત્પન્ન થાય. શા માટે ? પૂર્વભવોને સ્મરણ કરવા માટે. પૂર્વ ભવ મરણચી સંવેગ થતાં સમાધિ ઉપજે તે ત્રીજી. પૂર્વે અનુત્પન્ન દેવદર્શન થાય. દેવો તેના ગુણીવથી દર્શન દે છે. તેનું ફળ શું? દિવ્ય દેવદ્ધિ-ઉત્તમ પરિવારાદિક્ષ, દેવધતિ-વિશિષ્ટ શરીઆમરણાદિ દીતિ. દેવાનુભાવઉત્તમ ઈંડિચકરણાદિ પ્રભાવ જોવા માટે. આ સર્વ દેખાડવાને. દેવદર્શનથી આગમના ચોંમાં દેઢ શ્રદ્ધા અને ધર્મનું બહુમાન થતાં ચિત્તસમાધિ થવી તે ચોથું સ્થાન. પૂર્વે અનુત્પન્ન અવધિજ્ઞાન ઉત્પન્ન થાય. નિયત દ્રવ્ય, ગ, કાળ, ભાવરૂપ અવધિ-મર્યાદાથી લોકને જાણવા માટે. વળી વિશિષ્ટ જ્ઞાનથી ચિત્તની સમાધિ થાય તે પાંચમું... અવધિદર્શન કર્યું. પૂર્વે અનુત્પણ મન:પર્યવજ્ઞાન થાય. શા માટે ? અઢીદ્વીપ, બે સમુદ્રમાં રહેલા પતિ સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનોગત ભાવોને જાણવા માટે. મનના જ્ઞાન માટે. આ સાતમું સ્થાન જાણવું. પૂર્વે અનુત્પન્ન કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. શા માટે ? તેના વડે પરિપૂર્ણ જોવાયા તે લોક-લોકાલોક સ્વરૂપને જાણવાને. કેવળજ્ઞાન ચિતસમાધિનો ભેદ હોવાથી ચિત સમાધિનું સ્થાન છે. કેવલીને મન હોતું નથી, તેથી ચિત્ત એટલે ચૈતન્ય તે આઠમું... કેવલદર્શન નવમું. કેવલી મરણ કરે. શા માટે ? સર્વ દુ:ખના નાશ માટે. આ કેવલી મરણ સર્વ સ્થાનોમાં ઉત્તમ સમાધિ સ્થાન છે, એ દશમું છે. (3) અકર્મભૂમિ-ભોગભૂમિમાં ઉત્પન્ન મનુષ્યોને દશ પ્રકારના કલાવૃક્ષો ઉપભોગપણાને પ્રાપ્ત થયા છે. તેમાં મસ્તાંગ-મધના કારણભૂત છે. ભૃગાંગ-વાસણ આપે છે, બુટિતાંગ-નૂયગ આપે છે, દીપશીખ-પ્રદીપનું કાર્ય કરે છે, જ્યોતિ-અગ્નિનું કાર્ય કરે છે, ચિત્રાંગ-પુપ આપે છે, ચિકરસ-ભોજન આપે છે. મયંગ-આભરણ આપે છે, ગેહાકાર-ભવનપણાથી ઉપકાર કરે છે, અનગ્નત્વ-વા સહિતપણાનું કારણ છે. ઘોષ આદિ અગ્યાર વિમાનનાં નામો છે. સમવાય-૧૦-નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120