________________
૧૫/૩૨ થી ૩૪
સમવાય-૧૫
— * — *
૫૩
• સૂત્ર-૩૨ થી ૩૪ ઃ
[૩૨] પંદર પરમાધાર્મિક કહ્યા – [૩૩] અંબ, અંબરિશ, શ્યામ, શબલ, રૌદ્ર, ઉપરૌદ્ર, કાલ, મહાકાલ. [૩૪] અસિપત્ર, ધનુ, કુંભ, વાલુક, વૈતરણી, ખરવર, મહાઘોષ [આ પંદર પરમાધામી છે.
• સૂત્ર-૩૫ થી ૩૭ :
-
રહંત નમિ ૧૫-ધનુષ ઉંચા હતા.. ધ્રુવ રાહુ કૃષ્ણપક્ષની એકમથી રોજ ચંદ્રની લેશ્યાનો પંદરમો-પંદરમો ભાગ આવરીને રહે છે, તે આ રીતે એકમે પહેલો પંદરમો ભાગ, બીજે બે ભાગ, ત્રીજે ત્રણ ભાગ, ચોથે ચાર ભાગ, પાંચમે પાંચ ભાગ, છકે છ ભાગ, સાતમે સાત ભાગ, આઠમે આઠ ભાગ, નોમ નવ ભાગ, દશમે દશ ભાગ, અગ્યારશે ૧૧-ભાગ, બારશે ૧૨-ભાગ, તેરશે ૧૩ભાગ, ચૌદશે ૧૪-ભાગ, મારો ૧૫-ભાગ આવરીને રહે છે.. તથા શુકલપક્ષમાં તેજ ભાગોને દેખાડતો દેખાડતો રહે છે. તે આ — એકમે પહેલો ભાગ ચાવત્ પૂનમે પંદરે ભાગ.. છ નક્ષત્રો ૧૫-મુહૂર્તવાળા છે—
[૩૬] શતભિષા, ભારણી, આર્ય, આશ્લેષા, સ્વાતિ, જ્યેષ્ઠા. આ છ. [૩૭] ચૈત્ર અને આસો માસમાં ૧૫ મુહૂર્ત્તવાળો દિવસ હોય છે, એ રીતે જ ૧૫-મુહૂર્તવાળી રાત્રિ હોય છે. વિધાનુપ્રવાદ પૂર્વમાં ૧૫-વસ્તુ છે.
મનુષ્યને ૧૫-ભેદે પ્રયોગ કહ્યા – સત્ય મનપયોગ, મૃષા મનપયોગ, સત્યમૃષા મનપયોગ, અસત્યાકૃપા મનપયોગ, સત્ય વચનપયોગ, પૃષા વચનપયોગ, સત્યમૃષા વચનપ્રયોગ, અસત્યામૃત્તા વચનપયોગ, ઔદાકિશરીર કાયપયોગ, ઔદાકિમિશ્ર શરીર કાયયોગ, વૈક્રિય શરીર કાપયોગ, વૈક્રિયમિશ્ર શરીસ્કાય પ્રયોગ, આહારક શરીર કાયપયોગ, આહાકમિશ્ન શરીર કાયપયોગ, કાણશરીર કાયયોગ.
આ રત્નપભા પૃથ્વીમાં કેટલાંક નારકોની સ્થિતિ ૧૫-પલ્યોપમ છે.. પાંચમી પૃથ્વીમાં કેટલાક નારકોની સ્થિતિ ૧૫-સાગરોપમ છે.. કેટલાક અસુકુમાર દેવોની સ્થિતિ ૧૫-પલ્યોપમ છે.. સૌધર્મ-ઈશાન કલ્પે કેટલાક દેવોની સ્થિતિ
૧૫-પલ્યોપમ છે.. મહાશુક્ર કલ્પે કેટલાંક દેવોની સ્થિતિ ૧૫-સાગરોપમ છે. જે દેવો નંદ, સુનંદ, નંદાવર્તી, નંદપ્રભ, નંદકાંત, નંદવર્ણ, નંદàશ્ય, નંદધ્વજ, નંદશ્રૃંગ, નંદસૃષ્ટ, નંદકૂટ, નંદોતરાવતંસક વિમાને દેવ થયેલાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૫-સાગરોપમ છે.
તે દેવો પંદર અર્ધમાસે આન-પ્રાણ, ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે. તેમને ૧૫,૦૦૦ વર્ષે આહારેછા થાય છે.. કેટલાક ભવસિદ્ધિક જીવો ૧૫-ભવ કરીને સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત-સર્વ દુઃખાંતકર થશે.
• વિવેચન-૩૨ થી ૩૭ :
આ ૧૫-મું સ્થાન સુગમ છે, તો પણ કંઈક લખાય છે - અહીં સ્થિતિસૂત્રો
સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ પૂર્વે સાત સૂત્રો છે. તેમાં પરમ એવા અધાર્મિક-સંક્લિષ્ટ પરિણામવાળા હોવાથી પરમાધાર્મિક-અસુર વિશેષ છે. તેઓ ત્રણ નાકીમાં નારકોની કદર્થના કરે છે. તેમના નામો બે ગાયામાં કહે છે, તેના ૧૫-ભેદો છે.
(૧) અંબ - જે પરમાધાર્મિક દેવ નાસ્કોને હણે છે, પાડે છે, બાંધે છે, ઉપાડીને આકાશમાં ફેંકે છે, તે અંબ કહેવાય છે... (૨) અંબરિસ-જે નારકોને અંબે હણ્યા, તેના શસ્ત્રથી કકડા કરીને કડાઈમાં ભુંજવા યોગ્ય કરે છે.. (૩) શામ-જે દોરડા અને હાથના પ્રહારાદિ વડે શાતન-પાતનાદિ કરે છે અને વર્ણથી કાળો હોવાથી શ્યામ કહ્યો છે... (૪) શબલ-પરમાધામી, આંતરડા-ચરબી-કાળજુ આદિ ઉખેડી નાંખે છે, વર્ણ વડે પણ શબલ છે.
(૫) રુદ્ર-શક્તિ, ભાલાદિમાં નારકોને પરોવે છે, તે રૌદ્ર હોવાથી રુદ્ર કહ્યો.. (૬) ઉપરુદ્ર-નારકોના અંગોપાંગને ભાંગી નાંખે છે, તે અતિ રૌદ્ર હોવાથી ઉપરુદ્ર કહેવાય છે.. (૭) કાલ-જે કડાઈ આદિમાં નાસ્કોને રાંધે છે, વર્ણ વડે કાળો છે તે.. (૮) મહાકાલ-તે નારકોના ચીકણા માંસના કકડા કરીને તેને જ ખવડાવે છે, વર્ણથી અતિ કાળો હોય છે.
૫૪
(૯) અસિપત્ર-ખડ્ગના આકારવાળા પાંદડાઓનું વન વિકુર્તીને તે વનમાં આવેલ નારકોને અસિપત્ર પાડીને તલ-તલ જેવા ટુકડા કરે છે. (૧૦) ધનુ-ધનુષ્યી મૂકેલા અર્ધચંદ્રાદિ બાણો વડે તેમના કર્ણ આદિ અંગોનું છેદન-ભેદન કરે છે અને (૧૧) કુંભ-નાસ્કોને કુંભાદિમાં પકાવે છે.
(૧૨) વાલુક-કદંબના પુષ્પ સમાન લાલ, વજ્ર જેવી તપાવેલી વૈક્રિય વાલુકામાં ચણાની જેમ નારકોને શેકે છે.. (૧૩) વૈતરણી - તે અત્યંત તપાવવાથી ઉકળતા એવા પરુ, લોહી, સીસુ, તાંબુ આદિના રસથી ભરેલ તથા જેનું પ્રયોજન સામે પૂરે તરવાનું છે, તેવી વૈતરણી નદી વિકુર્તીને તેમાં નાસ્કોને તરાવીને કદર્શના
પમાડે છે.
(૧૪) ખરસ્વ-વજના કાંટાવાળા શાભલીવૃક્ષ ઉપર નાસ્કીને ચડાવીને પછી કઠોર શબ્દ કરતા તેને કે પોતે કઠોર શબ્દો કરી ખેંચે છે.. (૧૫) મહાઘોષ-ભયભીત અને નાશતા નાસ્કોને પશુની જેમ મોટો ઘોષ કરવાપૂર્વક વાડામાં રુંધે છે. એ રીતે જિનેશ્વરે આ પરમાધાર્મિક કહ્યા,
રાહુ બે પ્રકારે છે - પર્વરાહુ અને ધ્રુવરાહુ. જે પર્વ-પૂનમ અને અમાસમાં ચંદ્ર કે સૂર્યનો ઉપરાગ કરે તે પર્વરાહુ કહેવાય. જે હંમેશા ચંદ્રની સમીપે ચાલે તે ધ્રુવરાહુ કહેવાય. કહ્યું છે – કાળું રાહુ વિમાન નિત્યચંદ્ર સાથે રહેલું હોય છે તે ચંદ્ર નીચે ચાર આંગળ દૂર ચાલે છે. તે વરાહુ. બહુલ-કૃષ્ણપક્ષ. તેની પ્રતિપદા-એકમે. આરંભીને. પંદર-પંદરમો ભાગ, અહીં વીપ્સાર્થે બે વખત બોલાય છે. જેમ પગલે-પગલે જાય છે. હંમેશા પંદરમો-પંદરમો ભાગ ચંદ્રની લેશ્યા-કાંતિ મંડલ, તે ચંદ્રમંડલને આચ્છાદન કરીને વરાહુ રહે છે. તે જ કહે છે -
જેમ એકમની તિથિમાં ચંદ્રની લેશ્યાના ૧૫-માં ભાગને આવરીને રહે છે. આ