________________
૮/૮ થી ૧૦
દ્વાદશાંગ કે તેનો આધાર સંઘ, તેની માતા તે પ્રવચનમાતા-ઇસિમિતિ આદિ છે. કેમકે તેને આશ્રીને જ દ્વાદશાંગી સાક્ષાત્ક્ષણે કે પ્રસંગોપાત વર્તે છે અર્થાત્ જેનાથી જે પ્રવર્તે તેને આશ્રીને માતાની કલ્પના છે. સંઘ પક્ષે - જેમ બાળક માતાને છોડ્યા વિના જ આત્મા લાભ પામે, તેમ સંઘ પણ માતાને ન મૂકીને સંઘપણાને પામે અન્યથા
નહીં, તેથી ઈસમિતિ આદિને પ્રવચન માતા કહે છે.
૩૫
વ્યંતર દેવોના ચૈત્યવૃક્ષો તેમના નગરોમાં સુધર્માદિ સભાની પાસે મણિપીઠિકા ઉપર સર્વ રત્નમય, છત્ર-ચામર-ધ્વજાદિથી અલંકૃત હોય છે. તેને બે શ્લોકોથી જાણવા – ચૈત્યવૃક્ષોમાં પિશાચોનું કલંબ, યક્ષોનું વડ, ભૂતોનું તુલસી, રાક્ષસોનું કંડક, કિન્નરોનું અશોક, કિંપુરુષનું ચંપક, ભુજંગનું નાગ અને ગંધર્વોનું તુબરુ છે... ઉત્તરકુરુમાં પૃથ્વિપરિણામ જંબૂ સુદર્શના વૃક્ષ છે... એ રીતે દેવકુરુમાં કૂટશાલ્મલી વૃક્ષવિશેષ છે. ત્યાં ગરુડ જાતિય વેણુદેવનો આવાસ છે... જગતી જંબૂદ્વીપનગરના કિલ્લા જેવી પાળ છે.
પુરુષો મધ્યે આદેય એવા ત્રેવીશમાં તીર્થંકર પાર્શ્વ અર્હને આઠ ગણ-સમાન વાચના-ક્રિયાવાળો સાધુ સમુદાય હતો. આઠ ગણધરો-તે નામના સૂરિઓ હતા. આ પ્રમાણ-આઠ સંખ્યા સ્થાનાંગ, પર્યુષણા કલ્પમાં દેખાય છે, આવશ્યક સૂત્રમાં - x - પાર્શ્વનાથના દશ ગણ અને ગણધરો કહ્યા. બે ગણધરો અલ્પાયુ આદિ કારણે અવિવક્ષિત જાણવા. શુભ આદિ આઠ છે.
આઠ નક્ષત્રો ચંદ્ર સાથે પ્રમર્દ્ર - ચંદ્ર તેમની મધ્યે થઈને ગતિ કરે છે. એવા પ્રકારના યોગને કરે છે. લોકશ્રી ગ્રંથમાં કહ્યું છે પુનર્વસુ, રોહિણી, ચિત્રા, મઘા, જ્યેષ્ઠા, અનુરાધા, કૃતિકા, વિશાખા આ આઠ નક્ષત્રો ઉભયયોગવાળા છે. ચંદ્રની ઉત્તર-દક્ષિણ દિશાએ સંબંધ પામે છે. કદાચિત્ ચંદ્ર વડે ભેદને પણ પામે છે.
- X -
સમવાય-૮-ટીકાસહિત અનુવાદ પૂર્ણ
-
૩૬
સમવાય-૯
— * - * —
સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ
- સૂત્ર-૧૧ :
બ્રહ્મચર્ય ગુપ્તિઓ નવ કહી છે (૧) સ્ત્રી, પશુ, નપુંસક સંત શય્યા-આસનને ન સેવે, (ર) રુમી કથા ન કહે, (૩) સ્ત્રી સમૂહને ન સેવે. (૪) સ્ત્રીઓની મનોહર, મનોરમ ઈન્દ્રિયોને જોનાર અને ધ્યાન કરનાર ન થાય, (૫) પ્રણીતરસ ભોજી ન થાય, (૬) અતિ માત્રાએ પાન-ભોજન ન કરે, (૭) પૂર્વરત-પૂર્વક્રીડિત સ્ત્રીનું સ્મરણ ન કરે. (૮) શબ્દ-૫-ગંધ-રસ-સ્પર્શ અને શ્લાધાનો અનુસરનાર ન થાય. (૯) શાતામુખ પ્રતિબદ્ધ ન થાય.
બ્રહ્મચર્યની અગુપ્તિઓ પણ નવ કહી છે – સ્ત્રી, પશુ, નપુંસક સંસક્ત શય્યા-આસનને સેવે યાવત્ શાતા-સુખ પ્રતિબદ્ધ થાય.
• સૂત્ર-૧૨ :
શસ્ત્રપરિા, લોકવિજય, શીતોષ્ણીય, સમ્યકત્વ, યાવંતી, ત, વિમોહાયણ, ઉપધાનશ્રુત અને મહાપરિતા આ નવ બંભોર અધ્યયન છે.
• સૂત્ર-૧૩ :
-
પુરુષાદાનીય પાર્શ્વઅર્હત્ નવ હાથ ઉર્ધ્વ ઉચ્ચત્વથી હતા. અભિજિત્ નક્ષત્ર સાધિક નવ મુહૂર્ત ચંદ્ર સાથે યોગ કરે છે. અભિજિતાદિ નવ નક્ષત્રો ચંદ્ર સાથે ઉત્તરથી યોગને પામે છે. તે – અભિજિત, શ્રવણ યાવત્ ભરણી... આ રત્નપ્રભા પૃથ્વીના બહુમરમણીય ભૂમિભાગથી ૯૦૦ યોજન ઉર્ધ્વ-ઉપરના ભાગે
તારાઓ ચારને ચરે છે.
જંબૂદ્વીપ દ્વીપમાં નવ યોજનના મત્સ્યો પ્રવેશ્યા હતા-છે-હશે. વિજયદ્વારની એક-એક બાહાને વિશે નવ નવ ભૌમ છે. વાણવ્યંતર દેવોની સુધર્માંસભા નવ યોજન ઉર્ધ્વ ઉંચી છે.. દર્શનાવરણીય કર્મની નવ ઉત્તર પ્રવૃત્તિઓ છે – નિદ્રા, પ્રચલા, નિદ્રાનિદ્રા, પ્રલયલા, થિણદ્ધિ, ચતુદર્શનાવરણ, અચક્ષુર્દશનાવરણ, અવધિદર્શનાવરણ, કૈવલદર્શનાવરણ.
આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નાકીઓની નવ પલ્યોપમની સ્થિતિ છે,
ચોથી નારકીમાં કેટલાક નારકીની સ્થિતિ નવ સાગરોપમ છે. કેટલાક
અસુકુમારોની નવ પલ્યોપમ સ્થિતિ છે. સૌધર્મ-ઈશાન કલ્પે કેટલાક દેવોની સ્થિતિ નવ પલ્યોપમ છે. બ્રહ્મલોકકલ્પમાં કેટલાક દેવોની સ્થિતિ નવ સાગરોપમ છે. જે દેવો પક્ષ્મ, સુપમ, પદ્માવત, પદ્મપ્રભ, પદ્મકાંત, પદ્મવર્ણ, પદ્મલેશ્ય, પદ્મધ્વજ, પક્ષ્મશૃંગ, પક્ષ્મશિષ્ટ, પશ્નકૂટ, પશ્નોત્તરાવતંસક, સૂર્ય, સુસૂર્ય, સૂર્યાવર્ત, સૂપભ સૂર્યકાંત, સૂર્યવર્ણ, સૂર્યલક્ષ્ય, સૂર્યધ્વજ, સૂર્યશૃંગ, સૂર્યશિષ્ટ, સૂર્યકૂટ, સૂર્યોત્તરાવતાક, રુચિ, રુચિરાવત, રુચિપભ, રુચિકાંત, રુચિરવણ, રુચિરલેશ્ય, રુચિરધ્વજ, રુચિરસ્મૃગ, રુચિરશિષ્ટ, રુચિરૂટ, રુચિરોતરાવતંક વિમાને દેવ થયેલાની નવ સાગરોપમની સ્થિતિ છે.
તે દેવો નવ અર્ધમાસાંતે આન-પ્રાણ ઉચ્છ્વાસ-નિઃશ્વાસ લે છે, તે દેવોને