________________
આત્મ સેતુ
મન તેની જૂની વિચાર પ્રક્રિયામાંથી, જૂની ટેવમાંથી બહાર આવવાની શક્તિ મેળવી શકશે. જૂની વિચાર પદ્ધતિને વળગી ન રહેવા સક્ષમ થઈ શકશે. તે તાજગીભરી નવી દ્રષ્ટિથી વિચારી શકશે. ધંધળા મનમાં સમજણનો નવો જ ઉઘાડ થશે. તમારું ધ્યાન તમારાં અંતરમાં બીરાજમાન શાંતિ સાથે જોડાતું લાગશે. ચંચળ મનમાં, મંત્રના આધારે ધ્યાનમાં સ્થિરતા આવતી જણાશે. મન અંતરમાં શાંતિ સાથે જોડાતું લાગશે. ધ્યાન તમને ઊંડે ને ઊંડે લઈ જશે, જ્યાં તમારાં અંતરમાં શાંતિ છે. અંતરની એ શાંતિ તમારા અસ્તિત્વનો મહત્વનો અંશ છે. જીવનમાં તમે કંઈક જતું કરી શકો છો. કંઇક જતું નથી કરી શકતાં. ધ્યાન જતું કરવાની કળા શીખવે છે. તમે સરળ અને સ્વસ્થ રહી શકો તેવી શક્યતા વધતી જાય છે. મન “જતું કરે છે અને શાંતિ તરફ વળી જાય છે. આ પ્રક્રિયાથી મન ચંચળતાથી સ્થિરતા તરફ, અશાંતિથી શાંતિ તરફ પાછું વળી શકે છે. વળી વ્યક્તિની ઇચ્છાઓ તેને દોરે છે. અંતરના ઊંડાણમાંથી બહાર ખેંચી લાવે છે. ઇચ્છાઓની કાંકરી શાંત જળમાં તરંગો ઉભા કરે છે. ફેલાવે છે. મન આશા-નિરાશામાં ઘેરાઈ જાય છે. પણ, હવે શાંતિ સાથે જોડાણ થયું છે. વિચારો પહેલા જેટલા સતાવતાં નથી. તેમાંથી બહાર નીકળી તમારાં અસ્તિત્વ તરફ જઈ શકવાની શક્યતાઓના દર્શન થઈ ચૂક્યા છે. ધ્યાન દઈને પ્રેમથી કરેલ મંત્રસ્મરણ વ્યક્તિને તેના અસ્તિત્વ તરફ દોરી શકે છે!
તા. ૨૬ સપ્ટેમ્બર ૨૦૦૦
સત્સંગી : અમારી દૃષ્ટિ પર તરફ છે. દૃષ્ટિ સ્વ સન્મુખ કેવી રીતે કરવી?
બહેનશ્રી : આપણે સૌ અહીં બેઠા છીએ. આ બાજુ ચેતનાબેન છે. તેની સામેની બાજુ માનીબેન (અભિમાની) છે. મારે જોવા છે ચેતનાબેનને! હું જોયા કરું છું માનીબેનની (અભિમાની બેનની) સામે. મને ચેતનાબેન દેખાતા નથી. હું પૂછું કે ચેતનાબેન દેખાય તેવી ચાવી કઈ?