________________
82
નકારાત્મક વિચારો અને ભાવોથી અટકાશે.
સુખ-શાંતિ માટેનો દૃષ્ટિકોણ સ્પષ્ટ થવા દઈએ.
સર્જનાત્મક માનસિક વળાંક લઈએ.
આપે પોતે-જાતે અનુભવ્યું કે બીજામાં ફેરફાર કરવાનો પ્રયત્ન કેવું ને કેટલું પરિણામ આપે છે! આપી શકે છે!
બીજામાં ફેરફાર કરવાની મહેનત કેટલી વામણી છે! જે બની રહ્યું છે તે કેટલું વિશાળ અને વિરાટમાં બની રહ્યું
છે.
વ્યક્તિના પોતાના હાથમાં શું ને કેટલું છે?
પોતાનામાં ફેરફાર કરવાની સમજ કેળવીએ.
અંતર સાથે જોડાવાનો પ્રયત્ન કરીએ.
વ્યક્તિમાં, હંમેશા સનાતન કંઈક એવી શક્તિ છે, જે ભરપૂર ભરી છે.
આંતરિક શક્તિ વિકસવા દઈએ.
આત્મ સેતુ
સત્સંગી : પ્રયત્ન વામણા છે તો શું પ્રયત્ન ન કરવા?
બહેનશ્રી : માત્ર પ્રયત્નથી સઘળું થઈ જતું નથી એમ જાત અનુભવથી સમજાયું છે.
રસ્તે ચાલતા ઠોકર વાગે તો પડી જવાય, વાગે. લોહી નિકળે, પીડા થાય, એ જાત અનુભવી જ્યારે
સમજાય છે, સમજ પાકી થાય છે તો આપણે ચાલતા ધ્યાન રાખીએ છીએ.
અકસ્માત અગ્નિથી દાઝી જવાય છે તો એક સમજ આવે છે કે અગ્નિમાં જાણીબુઝી હાથ ન નાખવો, દઝા.... આપે લાંબા પ્રયત્નથી અનુભવ્યું કે અથાક પ્રયત્ન છતાં સઘળું ધાર્યું થતું નથી.
આ વાત કોઈએ કહી છે અને માની લેવાની છે એમ તો છે નહીં.
જાત અનુભવથી સમજાયું છે,
“સઘળું" થવા માટે પ્રયત્ન ઉપરાંત અનેક પરિબળો કાર્યરત છે. એ પરિબળોને આપણે જાણતાં નથી. જે આપણા હાથમાં નથી!
જાત અનુભવી આ સમજ આવી છે. આ સમજની પરિપક્વતા સુધી પહોંચવામાં પ્રયત્નએ મદદ કરી છે. આપણા પ્રયત્ન માત્રથી સઘળું થતું નથી.
“કંઈ” થવા માટે પ્રયત્ન ઉપરાંત બીજા પરિબળો પણ સક્રિય છે.
પ્રયત્નનું ધાર્યું ફળ ઉગાડવું હાથમાં નથી...
ધાર્યું ફળ આવે કે ન પણ આવે.
આ સમજ પૂર્વક પ્રયત્ન કરીએ.
સત્સંગી : ... તો શું સમર્પણ ન કરવું?
***