Book Title: Aatmsetu
Author(s): Veenaben Ravani
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 98
________________ 98 સત્સંગી : ના... આત્મ સેતુ બહેનશ્રી : તો પ્રતીતિમાં શું આવી રહ્યું છે? સત્સંગી : પ્રીતિમાં તો આશા-ઇચ્છા, રાગ-દ્વેષ વગેરે આવે છે. બહેનશ્રી : ઘણુ વાંચ્યું, સાંભળ્યું પણ “સાચી સમજનો” વિકાસ ન થયો તેમ આપનું કહેવું છે. સવાલ થાય કે આત્માની અનંત શક્તિઓ છે તેમ જાણ્યું, તો અત્યારે કેમ ખાસ કંઈ અનુભવમાં નથી આવતું? તો, વિચાર આવે, કે, અત્યારે અનુભવમાં શું આવી રહ્યું છે? આપ કહો છો અનુભવમાં તો રાગ-દ્વેષ વગેરે એટલા જ છે જેટલા માહિતી પહેલાં હતાં. રાગદ્વેષથી ઉપર ઊઠી સમતામય થઈ શકવાની ગર્ભિત શક્તિ સૌમાં છે. તો સાચી સમજ કેળવવા આત્મજ્ઞાનની કૂંપળ ખીલવવા, ચેતનાની લેબોરેટરીમાં, ઇચ્છા-આશા, રાગ-દ્વેષના પ્રવાહમાં વહેતા પ્રવાહીમાં, ચેતનતત્વનું રસાયણ ઊમેરી પ્રયોગો કરી જોઈએ. લોભ-મોહના પ્રવાહીમાં, ચેતનતત્વનું રસાયણ ઊમેરતાં જાઓ, ઊમેરતા જાઓ, ઊમેરતા જાઓ... આ મિશ્રણ પક્વ થતાં, જુઓ કે કેવો આત્મરસ તૈયાર થાય છે? રંગ-રૂપ વગરના આત્મરસના સ્વાદ-સુગંધ કેવા છે? ચાખી જુઓ, પી જુઓ. પીને જુઓ કે ઠંડક થાય છે? પીને જુઓ કે તેની ખુમારી કેવી ચડે છે? વ્યક્તિના મનમાં અગણિત ઇચ્છાઓ, વિધવિધ વૃત્તિઓના મોજા ચડે છે. દરિયામાં મોજા ચડે છે ને પડે છે, પણ, દરિયો તો દરિયો જ રહે છે. તેમ, ચેતનામાં વૃત્તિઓના મોજા ચડે છે ને પડે છે, પણ ચેતના તો ચેતના જ રહે છે. વ્યક્તિ ચેતનામાં વિવિધ ભાવો ઉત્પન્ન થાય છે, વિલીન થાય છે. ભાવો વિલીન થયાથી જીવંતતા ચાલી નથી જતી. વ્યક્તિનું હોવાપણું, વ્યક્તિની જીવંતતા તો જેમ છે તેમ જ રહે છે. સાચી સમજ આવવા દેવા.

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110