________________ 110 આત્મ સેતુ પરમ પૂજ્ય બહેનશ્રીના પરિચયમાં આવ્યા પછીના સંસ્મરણો, સત્સંગી પરિવારના સ્વમુખેથી. “ધર્મ અને જીવન એ બે એક જ છે. ધર્મ એ જીવન જીવવાની પદ્ધતિ છે. સંસારમાં સૌની સાથે પ્રેમપૂર્વક રહવું અને પ્રેમથી ફરજો બજાવવી. કુટુંબ જ જીવતા, જાગતા પરમાત્માઓથી ભરેલું છે. ભક્તિપૂર્વક કાર્ય કરવા એ સમજાયું.” “નિશ્ચય અને વ્યવહારની સુંદર સંધિ કરાવી. દરેક દ્રવ્યો સ્વતંત્ર છે છતાં સ્વતંત્ર રીતે સંકળાયેલા છે. તે સમજાતાં નિશ્ચયની ખોટી પકડ ઓછી થવા લાગી” “સંજોગો અને વ્યક્તિઓનો સ્વીકાર થવા લાગ્યો અને તણાવ ઘટવા લાગ્યો.” “ધ્યાન, ભક્તિનો રંગ વધવા લાગ્યો. કષાયો મોળા પડવા લાગ્યા.” “સદ્ગુરુ પ્રત્યેનો પ્રેમ, આદરભાવ, ભક્તિભાવ, વધવા લાગ્યો. તેમની છાયામાં રહેવાનું ગમવા લાગ્યું.” “મનમાં શાંતિનો ફેલાવો વધવા માંડ્યો, કષાયોની તીવ્રતા ઘટવા લાગી અને પોતાની ભૂલો જણાવા માંડી.” “ધર્મ કેમ કરવો, ક્યારે કરવો, સમય નથી.. વિ. નો તણાવ જતો રહ્યો, અને ધર્મ માર્ગ સમજાવાનું શરૂ થયું.” “કાંઈ ન કરવાનું” - ધીમે ધીમે સમજમાં આવતું ગયું. આચરણમાં પણ મુકવાના પ્રયત્નો વધતા જાય છે.” “આત્મ જાગૃતિ - આત્મ અનુસંધાન કરવાના પ્રયત્નો શરૂ થઈ ગયા.” “શાસ્ત્ર વાંચન અને ઘાર્મિક ક્રિયા એ જ ધર્મ નથી પણ અંતરપરિવર્તનની પ્રક્રિયા શરૂ થવી જોઈએ એ સમજાતું ગયું.” ટૂંકમાં - આત્માની રૂચિ અને મહત્તા એની મેળે વધવા માંડ્યા. શરીર, વર્તમાન, શ્વાસ, તથા યોગાસનો વિ. વિ. ની મહત્તા પણ સમજાવા લાગી અને આ બધું પરમ પૂજ્ય બહેનશ્રીના પુણ્ય પ્રતાપે જ. સત્સંગી પરિવારના ભાઈ-બહેનો