Book Title: Aatmsetu
Author(s): Veenaben Ravani
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 106
________________ 106 બહેનશ્રી : અંતર્દ્રષ્ટિ! આત્મ સેતુ અંતર યાત્રા અંતર અનુસંધાન! જેટલા અંશે દુઃખનું અનુસંધાન, તેટલું દુઃખ ઉપર! જેટલા અંશે સ્વનું અનુસંધાન, તેટલા દુઃખની ઉપર! સત્સંગી : હું સારાં કુટુંબમાંથી છું. સારૂં ભણ્યો છું અને સારૂં કમાઉં છું. સંસ્કારી અને સહકારી છું. મારી લાયકાત હોવા છતાં મારી અપેક્ષાઓ પૂરી નથી થતી. શું ઘરમાંથી કુટુંબમાંથી મારી અપેક્ષાઓ પૂરી ન કરવી જોઈએ? બહેનશ્રી : તમને અન્ય પાસે આશા-અપેક્ષા છે. અન્યને તમારી પાસે અપેક્ષા છે. આ અપેક્ષા જાગે છે ક્યાંથી...? અને જેટલું મળતું હોય, તેટલી જ “લાયકાત”! કહેવાય છે કે સંબંધો ઋણાનુબંધને લીધે હોય છે. જેટલી અને જેવી લેણ-દેણ હોય તેટલું જ મળે. દેવું વધારે હોય તો દૂધે ધોઈને દેવું ચૂકવી દેવું. ... અને જોવું કે આ અપેક્ષાએ જાગે છે કોને? સત્સંગી : તમે કહ્યું કે દુઃખ આપીને આપણા પર મોટો ઉપકાર થયો છે. અમે આ રીતે કદી વિચાર્યું જ ન હતું. બહેનશ્રી : દુઃખથી ભાગવાની ઘણી મહેનત કરાઈ. તેણે પીછો ન છોડ્યો. દુઃખને ભૂલવાના આપણે ઘણા પ્રયત્ન કર્યા. તે આપણને નથી ભૂલતું. તેની સાથે ભાઈબંધી કરી જોઈએ. દુઃખ મંગળ કાર્યો પણ કરે છે. તા. ૨૪ સપ્ટેમ્બર ૨૦૦૪ સત્સંગી : તમે વારંવાર કહો છો, અંતર્દષ્ટિ કરો. તો શું અમારે આંખો ઊંધી કરી જોવું?

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110