________________
80
આત્મ સેતુ
હું વર્ષોથી પૂજા પાઠ વગેરે કરું છું પણ તેમાં મારું ખાસ ધ્યાન નથી રહેતું. પાઠ-પૂજા યંત્રવત ચાલતા રહે અને મન બીજે ફરતું રહે... મને અફસોસ થાય છે કે “અરેરે! મારી વર્ષોની મહેનત નકામી ગઈ!"
બહેનશ્રી : મને લાગે છે, તમારી વર્ષોની મહેનત ફળી!
સત્સંગી : હું અશાંત અને વ્યગ્ર છું. મારી મહેનત જરા પણ ફળી નથી.
બહેનશ્રી : આપ કહો છો, તેમ, પૂજા-પાઠ યંત્રવત્ થતાં રહ્યાં ને મન બીજે ફરતું રહ્યું. માળા ફરતી રહી અને ચિંતા, નિરાશા, અપમાનના વિચારો ચાલતાં રહ્યાં. કલ્પના હશે કે “હું આટલો ધર્મ કરું છું તો મને ધાર્યું ફળ મળશે.” ફળ તરીકે અન્ય તરફથી સ્નેહ, સહકાર અને સેવા મળશે, તેવી આશા પૂરી ન થઈ. આમ પણ ચિંતા ને અશાંતિ હતાં. તેમા આ વિફળતાનો ઉમેરો થયો. “ધર્મ"નું જોઈતું” પરિણામ ન આવ્યું ને નિરાશા ઓર વધી.. તે માટે તમે પૂછ્યું. કંઈક “નવું જાણ્યું. જાણીને વિચાર્યું, મનન કર્યું.. તો તમને પોતાને-બીજાના કહ્યાં માત્રથી નહીં – એમ થયું કે હું ધર્મ મારી બહાર કરતી હતી.... અને સમજણ ન હોવાથી કરતી રહી... આવી સમજ વિષે, આ પહેલા પણ આપે કદાચ વાંચ્યું કે સાંભળ્યું હોય તેમ બની શકે. પણ એ સમયે આ વાત સમજવાની આટલી તત્પરતા અને આંતરિક તૈયારી ન હોય તો એ વાતનો આટલો પ્રકાશ ન પડે જેટલો પ્રકાશ તમારી તૈયારી અને તત્પરતાથી તમારા પોતાના અનુભવથી પડ્યો.
ધર્મ કરવો એટલે શું કરવું તે વિષે મનમાં થોડુ અજવાળું થવું એ તમને મળેલું ફળ છે! ધર્મ પ્રત્યે જાયે-અજાણ્યે રૂચિ હતી તેથી ધાર્મિક ક્રિયા, પૂજા-પાઠ વગેરે કરતાં હતાં. એ વખતે ધર્મના ફળ રૂપે તમારે કંઈ અન્ય જોઈતું હતું તે ન મળ્યું.. તો તમને આગળ જતાં આ વાત સમજાણી કે અંતરદૃષ્ટિ કરવી... અંતરશુદ્ધિ કરવી... આ બોધ થવો એ નાની સૂની વાત નથી. સદ્ભાવના અને ધર્મ આરાધનાનું આ ફળ છે. દૃષ્ટિ અંતર તરફ વળવાની તૈયારી ભરી આ અમૂલ્ય પળ છે. આ મૂલ્યવાન પળને પ્રણામ!
તા. ૧૩ મે ૨૦૦૪
સત્સંગી : હું પ્રયત્ન કરું છું, કે મારે દુ:ખ નથી કરવું, પણ મને આટલું દુ:ખ કેમ થાય છે? હું શું કરું?
બહેનશ્રી : સંભવ છે,