Book Title: Aatmsetu
Author(s): Veenaben Ravani
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 89
________________ આત્મ સેતુ મિત્ર-પરિવારનો સાથ નિભાવતાં નિભાવતાં, સન્નાવના અને દુર્ભાવના બન્ને મિત્રતા માટે સામસામાં હાથ લંબાવે છે. તેનો મેળ મેળવવા જતાં, એ મેળ મેળવતાં મેળવતાં, તો એકલતાને આંગણે જઈ પહોંચાયું છે! ઊભો કરેલો મિત્ર-પરિવારનો મેળો સરી જતી રેતીની જેમ વિખરાતો ગયો છે. દરેક વ્યક્તિ સૌની વચ્ચે હોય ત્યારે પણ મનમાં એકલા વિચારે છે. એકલા અનુભવે છે, એકલા અંદર કંઈ જુદું વિચારાતું હોય અને બહાર સમૂહમાં કંઈ જુદું રજુ કરાતું હોય, અથવા કરવું પડતું હોય તે અનુભવ સૌને છે. ખુશી દરેકના મનના એકાંતમાં જાગે છે, પ્રસરે છે અને અભિવ્યક્ત થાય છે. નિરાશા-નાખુશી-આઘાત દરેકના પોતાના અંતરના એકાંતમાં જાગે છે, પ્રસરે છે અને અભિવ્યક્ત થાય છે. સૌની સાથે હોવા વખતે પણ સૌ મનમાં થોડું એકલા જીવે છે પણ આપણું ધ્યાન જોગ-સંજોગ-મિત્ર-સ્વજનમાં રમમાણ હોય છે. એકલતામાં આપણે થોડું પોતાની પર ધ્યાન દઈએ. આપણા ઉરના એકાંતની સાથે રહેતા થઈએ એકલતામાં અંતરમાં જાગતાં રહીએ. પોતાને પોતાની એકલતાનો સાક્ષાત્કાર થવા દઈએ. સ્વ સાથે સૂર મળતાં, સ્વ સાથે સહેજ સાજ અનુસંધાન થતાં, અસલામતી, મૂંઝવણનું રૂપ એટલું નહીં બીવડાવી શકે જેટલું. મન પોતાની બહાર ને બહાર, બીજામાં સલામતી, સન્માન શોધતું ફરતું હોય! વ્યક્તિનું અંતરમન શક્તિભર્યું છે, અંદર કંઈક સહજ છે. કંઈક મૌલિક છે. તેને પ્રગટવા દઈએ. પ્રેમથી જીવતરના ઝેરના ઘૂંટડા ગળી જઈ પંચાવીએ, અંતરના અમીના આચમન દઈએ, લઈએ. અંતરના એકાંતમાં અંતરંગ સાધનાશક્તિનો જન્મ થઈ શકે છે. જીવન જળ તરફ પગલું માંડી શકાય છે! સત્સંગી : ... પણ કરવું શું? હતાશામાંથી બહાર નીકળી એકલતામાં રહેવા મનને મજબૂત કેમ કરી કરવું? મન મક્કમ કરવાનો પ્રયત્ન કરતાં વિચારો ઉભરાય છે, દુ:ખનું મારું શરીર પણ તકલીફ આપે છે. બહેનશ્રી ; ... તો હતાશામાંથી બહાર આવવાં, મનને મજબૂત કરવાં શરીરથી કાર્ય શરૂ કરીએ, : સત્સંગી : શરીરથી? બનશ્રી : જી સત્સંગી : શાસ્ત્રમાં તો કહે છે “શરીર તમે નથી. શરીરથી ધર્મનું કાર્ય શરૂ કરવું એ ધર્મ ઓછો જ છે?” 89

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110