Book Title: Aatmsetu
Author(s): Veenaben Ravani
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 91
________________ આત્મ સેતુ આપણું શરીર, જ્યાં સુધી “આપણું” છે ત્યાં સુધી આપણા મનની અભિવ્યક્તિનો સ્થળ હિસ્સો-શરીર સમજવો રહ્યો. જીવનના સંઘર્ષમાં મનની તથા શરીરની સમતુલા જાળવવી મહત્વની છે. દુ:ખનું માર્યું શરીર તકલીફ આપે છે. એ તકલીફથી મનની મુશ્કેલી ઓર વધે છે. શરીર પરની તકલીફો દુર કરવાની શરૂઆત કરી ધર્મની શરૂઆત સમજપૂર્વક કરવી રહી. ચેતનાનો ઉઘાડ થવા દેવા, શુદ્ધ ચેતનાના સ્પંદનોને પ્રગટ થતાં રોકી રાખતી વિધ વિધ લાગણીઓની અસરમાંથી બહાર આવવા ધર્મની શરૂઆત સમજપૂર્વક શરીરથી કરવી રહી. 91 સત્સંગી : વાત તો ખરી લાગે છે. બીક, દુઃખ, કરૂણા, મૈત્રી વગેરેની અસર શરીર પર થાય છે. મને થાય છે કે હું ધર્મની શરૂઆત શરીરથી કરૂં, તે વિશે કંઈ સૂચન કરશો? બહેનશ્રી : શરીરને ટકવા માટે અન્ન, જળ, વાયુ, પ્રકાશ જરૂરી છે. પોષણયુક્ત, સુપાચ્ય સાદો ખોરાક લેવો. શરીરમાં જળનું પ્રમાણ ટકી રહે માટે પૂરતું પાણી લઈએ. આંખ, કાન, નાક, ત્વચા અને મોં આહાર પ્રવેશના દ્વાર છે. આ દ્વારો શરીરની બહારની બાજુ ખુલે છે. ત્યાંથી આહાર શરીર-મનની અંદરની બાજુ પ્રવેશે છે. આ દ્વારો દ્વારા જે ગ્રહણ થાય, તે પચે નહીં તો કચરો જમા થાય. આ કચરો શરીરમાંથી રોગરૂપે બહાર આવે. આ કચરો મનમાંથી વિકૃતિ રૂપે બહાર આવે. શરીર વ્યવસ્થાનું સંતુલન ન રહેતા, તથા મનમાં થતી વિવિધ લાગણીઓ અને આવેગોનું અસંતુલન થતાં જીવનનો લય ખોરવાય છે. મૂર્ત-રૂપી, શરીર-મંદિરમાં, અરૂપી-અમૂર્ત ભગવાન આત્મા બિરાજમાન છે. શરીર અને ચેતનાને સીધો સંબંધ છે. બન્નેનો એકબીજા પર પ્રભાવ છે. શરીરમાં રોગની આવન-જાવન ચાલતી રહે તેનાથી ચેતના પ્રભાવિત થાય. મનમાં લાગણીઓની આવન-જાવન ચાલતી રહે તેનાથી શરીર પ્રભાવિત થતું રહે. શરીયંત્રની પોતાની ચોક્ક્સ વ્યવસ્થા છે. વ્યગ્ર મનની અસર પાચનશક્તિ પર છે. પાચનશક્તિની અસર સમગ્ર શરીર પર છે. પાચનશક્તિ મંદ થાય છે તો ખોરાકનું પાચન બરાબર થતું નથી, તો કચરો વધુ પૈદા થઈ શરીરમાં ભેગો થાય છે. પાચનશક્તિ સુધરે, શરીરમાં શક્તિ વધે, કચરો બરાબર સાફ થતો રહે તે માટે તમારા શરીરને અનુકૂળ વ્યવસ્થા ગોઠવવી રહી. યથાશક્તિ યોગના આસનો અને યોગ્ય વ્યાયામ જાણકારની નિશ્રામાં શીખી નિત્યક્રમમાં પ્રવેશ આપવા યોગ્ય છે.

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110