________________
28
આત્મ સેતુ
સત્સંગી શ્રી પરમ કૃપાળુદેવે લખ્યું છે કે જીભ ઉપર કાબુ મેળવવો ખૂબ મુશ્કેલ છે. જીભ કાબુમાં આવતાં બીજું બધું પણ કાબુમાં આવે છે. જીભને કાબુમાં કેવી રીતે લેવી?
બહેનશ્રી : એક વાક્ય! ક્યારેક “એ” એક વાક્ય રજૂ કર્યા વગર મન રહી શકતું નથી, અને જીભ “એ” બોલી ઊઠે છે. આપણે જાણીએ છીએ કે એક વાક્યથી “મહાભારતમાં સર્જાઈ શકે છે. આપણા મનમાં પાંડવ-કૌરવ બન્ને વસે છે. સઠુદ્ધિ અને દુર્બુદ્ધિ બન્ને હોય છે. મનના પાંડવ-કૌરવ હાર-જીતની ચોપાટ માંડી બેઠા છે. જુગાર ખેલે છે. આશ્ચર્યની વાત તો એ છે કે “શકુનિ” બની, ખોટા પાસા આપણે જ આપણી સામે નાખી, અંતરાત્માને ફસાવીએ છીએ. હરાવીએ છીએ. મનના મનોરાજ્યમાં “પાંડવોને” સોયની અણી જેટલી જગ્યા ન અપાતા યુદ્ધ ખેલાય છે. સદ્ધિને થોડીસી જગ્યા આપવાની દુબુદ્ધિને ઇચ્છા નથી હોતી. કંઈ બોલતા પહેલા, અંતરાત્માના ધીમા અવાજને સાંભળવા કાન માંડ્યા હોય તો? અંતરમાં સાગર જેવડું સત્ હિલોળા લે છે. ખોટા “પાસા” નાંખીને, કંઈક મેળવી લેવા, બાજી જીતી જવા, આપણા માંહ્યલા પર આવરણ નાખ્યા કરીએ છીએ. સત બુદ્ધિને સાંભળવાની કોશિશ કરી હોય તો? મન, જીભને આજ્ઞા આપતાં થોભશે. જીભ પર કાબુ આવવાની શક્યતા વધશે તેમ લાગે છે?
તા. ૧૧ ઓગષ્ટ ૨૦૦૨
સત્સંગી : કુટુંબ-પરિવાર સાથે રહેતાં, નોકરી ધંધો કરતાં, અનેક પ્રકારની તકલીફો, ઉપાધિ અને દુ:ખ આવે છે. નવરાશ મળતી નથી. ધર્મ કરવો છે, પણ થતો નથી. શું કરવું?
બહેનશ્રી : ધર્મ કરવો છે એટલે આપને શું કરવું છે?
સત્સંગી : પ્રવચન સાંભળવા જવું, પૂજા-પાઠ કરવા, શાસ્ત્ર વાંચન કરવું...
બહેનશ્રી : તેથી શું થાય?
સત્સંગી : કંઈક શાંતિ તો મળે!
બહેનશ્રી : પ્રવાસ માટે જવું હોય તો પ્રવાસનું સ્થળ નક્કી કરીએ છીએ. તે સ્થળ માટે જાણકારી મેળવીએ. નોકરી ધંધામાંથી રજા માટેની ગોઠવણ કરીએ. પ્રવાસ માટે પૂંજી એકઠી કરીએ. અને અન્ય ઘણું ઘણું કરવામાં આવે.