Book Title: Aatmsetu
Author(s): Veenaben Ravani
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 59
________________ 59 આત્મ સેતુ સત્સંગી : ઘણીવાર નિમિત્તો એવા મળે છે કે તેમાં જોડાઈ જવાય છે. રોકાઈ જવાય છે. પછી ખ્યાલ આવે કે આ વધારે પડતું અહીં આગળ ખેંચાઈ જવાયું. પણ તે વખતે ખ્યાલ જ ન રહે કે... બહેનશ્રી : જ્યારે નિમિત્તમાં જોડાઈ જવાય અને રોકાઈ જવાય ત્યારે ધ્યાન નથી રહેતું અને વધારે પડતું ખેંચાઈ જવાયું તેમ લાગે છે. પહેલા એક સમય એવો હતો કે નિમિત્તમાં ખેંચાઈ જવાતું તેનો ખ્યાલ પણ ન હતો. એ બાબત કોઈ વિચાર ન હતો. હવે, ભલે પછીથી, પણ ખ્યાલ તો આવ્યો ને! તમે તમારે વિશે કંઈ વિચારો છો. તમને એમ થાય છે કે “મારે આટલું ખેંચાઈ જવું નહોતું જોઈતું ” બસ - આ ખ્યાલ સાથે થોડા સજગ રહેવા પ્રયત્ન કરો. ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ તા. ૧૩ ઓગષ્ટ ૨૦૦૨ સત્સંગી : આમ તો એમ થાય છે કે આત્માને ઓળખવાનો છે. એક તો તમે ધ્યાનમાં બેસી શકો. શાસ્ત્ર વાંચનથી આત્મા ઓળખી ન શકાય? બહેનશ્રી : કોઈ વ્યક્તિની ઓળખાણ કરવી હોય તો આપણે શું કરીએ છીએ? જેની ઓળખાણ કરવી હોય તેને મળીએ. તેની સાથે વાતચીત કરીએ. તેનો પરિચય વધારીએ... આત્માની ઓળખાણ કરવી છે તો આત્માને “મળવું” પડે! આત્મા તરફ દૃષ્ટિ કરવી પડે. આત્મા, નરી આંખે દશયમાન તો છે નહીં. તે અરૂપી ચેતનતત્વ છે. તે તમે પોતે જ છો. પોતાની ઓળખાણ કરવી એટલે પોતાનો પોતે અનુભવ કરવો. આપણુ ધ્યાન સહસ્ત્રધારાએ વૃત્તિઓના પ્રવાહમાં વહી રહ્યું છે. ચૈતન્ય સાથે એક ધ્યાન થતાં ચેતનાની અનુભૂતિ કરી શકાય. શુદ્ધ આત્માનુભૂતિમાં જેનું ધ્યાન સ્થિર છે તેવા પવિત્ર પુરૂષના અનુભવમાંથી શાસ્ત્રની રચના થઈ છે. શાસ્ત્ર વાચનથી આપણે જાણી શકીએ કે આત્માનું સ્વરૂપ કેવું છે. તેની શક્તિ અને ગુણો કેવા અલૌકિક અને અદ્વિતીય છે. શાસ્ત્ર, વાચનથી આત્માનુભૂતિ કરવાની પ્રેરણા મળે. આ વાચનથી જીવનમાં ભૂલા પડેલાને સાચી દિશા મળે, સમજ વિકસે, આત્મ રૂચિ થાય, અંતરદૃષ્ટિ કરવાની પ્રેરણા મળે, પણ શાસ્ત્રમાં ચેતનતત્વ હાજર નથી. શુદ્ધ ચેતનાના અમૃત વચનો છે. કોઈને તરસ લાગી હોય.

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110