Book Title: Aatmsetu
Author(s): Veenaben Ravani
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 72
________________ 72 તા. ૨૫ સપ્ટેમ્બર ૨૦૦૩ આત્મ સેતુ સત્સંગી : તમે કહો છો, ઘરકામ કરતાં પણ ધર્મ થઈ શકે. કામ કરતાં ધર્મ ક્યાંથી થઈ શકે? બાળક નાના હોય, બિમાર પડે, નિત્ય નિયમ મુજબ માળા કરવી હોય પણ એટલુય થતું નથી. મારાંથી ધર્મ નથી થતો. મને ખુબ દુ:ખ થાય છે, બહેનશ્રી : જે ભક્તિભાવથી આપ માળા કરો છો, એ જ ભક્તિભાવથી બાળકની સેવા કરી શકાય. આપ, નાજુક, કોમળ, બાળકની માતા છો. બાળકની સંભાળ માતા નહીં લે, તો કોણ લેશે? સામાન્ય રીતે એવો ખ્યાલ પ્રવર્તે છે કે પૂજા, માળા, સામાયિક પ્રતિક્રમણ વગેરે ધર્મક્રિયા કરવામાં આવે, તે ધર્મ કર્યો કહેવાય. તે માટે નિયમ લેવામાં આવે. નિયમ મુજબ એ ધર્મક્રિયા થઈ જાય એટલે ધર્મથી છૂટ્ટા! નિયમ મુજબ ન બની શકે ત્યારે જીવ બળે. એક તરફ કર્તવ્ય ખેંચે, બીજી તરફ નિયમ ખેંચે, રોજિંદા કાર્યો કર્યા વગર તો છૂટકો નથી. આ કાર્યો કરવા માટે નિયમ નથી લેવો પડતો, જીવન-જરૂરિયાતની તાતી-પઠાણી ઉઘરાણી જેવા કામો રાહ જોઈને ઊભા જ હોય છે. આ કાર્યો ક્યારેક હોંશથી, ક્યારેક પરાણે, ક્યારેક બોજો કે વેઠ સમજીને પણ થતાં જ રહે છે. બાળક બિમાર છે. રાતના ઉજાગરા છે. સમયસર ઊઠી નથી શકાતું. શરીર થાકેલું છે. મન મુંઝાયેલું છે. ઘરનું કામ પૂરૂ થતું નથી. ઘડિયાળના કાંટા સામે જોતાં જોતાં, મિનિટ અને સેકંડ સાથે પગના ઠેકા અને હાથની મુદ્રાનો લય-તાલ મેળવવાના છે. ઘરમાં સૌ ઊતાવળમાં છે. એકબીજા સાથે સમયની અને કામની ખેંચાતાણી રહે છે. નિત્ય નિયમ માટે અવકાશ નથી... માળા કરવી છે પણ સમય ક્યાં? શાંતિ ક્યાં? ધર્મ કરવો છે એમ ભાવના છે, પણ ધર્મ માટે અનુકૂળતા નથી એમ ઘણાને કહેતા સાંભળીએ છીએ. વ્યક્તિ બે બાજુ ખેંચાય છે ને ટેન્શનમાં ઉમેરો થાય છે. બાળકની બિમારીને કારણે તેને વધુ સમય આપવાનો થાય છે તેને લીધે માળા નથી થતી, તેથી તેની સંભાળનો બોજો મન પર વધે છે. બાળક શું કરે? તે તો માતાપિતાને આધારે છે. કામ કરતાં જીવ માળામાં જાય છે. માળા કરતાં જીવ કામમાં રહે છે. મન માની રહ્યું છે “હું તો ધર્મ કરવા ઇચ્છું છું, પણ જોને આ સંજોગો... હું શું કરૂં? સંજોગોની વાત પર મન આશ્વાસન લઈ શકે છે, અને લઈ લે છે. “શું કરૂં...?” એ પ્રશ્ન આવીને ઓલવાઈ જાય છે, અજાણતા, આ પ્રશ્ન વ્યક્તિના અને થોડું પોષણ આપતો જાય છે કે “ કારણે ધર્મ નથી થતો, નહીંતર હું તો ધાર્મિક છું...!" ધર્મનો અર્થ શું સમજીશું? ધર્મનો શાબ્દિક અર્થ સમજવા પ્રયત્ન કરીએ.

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110