________________
આત્મ સેતુ
71
મનના સામ્રાજ્યમાં થોડો પ્રદેશ જીતી, પ્રેમરાજ્યનો ઝંડો લહેરાવીએ- નિઃસ્વાર્થ પ્રેમના સામ્રાજ્ય સ્થાપવાની કોશિશ કરતાં... વ્યક્તિની ચેતનામાં પ્રેમપૂર્ણ સ્વભાવ પ્રગટ થવાની શક્યતા ભરપૂર ભરી છે. તેવું પરિવર્તન થવાની શરૂઆતની શરૂઆતની શરૂઆત... થવી શરૂ થાય છે. સહનશક્તિને ચેતનતત્વનો આ..છો આછો ય આધાર મળે છે. મનની માગણીઓ ઓછી થાય અને કંઈક સ્થિરતા અને સમતા આવે. ચેતનાની એરણ પર આઘાત-પ્રત્યાઘાતના ઘણ (હથોડા) પડે ત્યારે તો માંહ્યલાની અનુભૂતિ ઘડાશે!
આ છિન્નભિન્નતાનો આઘાત કેવો મહત્વનો બની રહેશે!
તા. ૧૩ ઓગષ્ટ ૨૦૦૩
સત્સંગી : મારે ધર્મમાં આગળ વધવા શું કરવું?
બહેનશ્રી : ધર્મ માટે તમે જે કરતાં હો,
તે સમજીને, ધ્યાન દઈને, વધુ સારી રીતે, આત્મલક્ષે કરવું.
સત્સંગી : આપ શાંતિની વાત કરો છો. મને શાંતિ નથી જોઈતી. મને શાંતિ શું કામ જોઈએ?
બહેનશ્રી : કોઈ આગ્રહ નથી કે આપ શાંતિ અનુભવો. આપને અશાંતિ જોઈએ છે? તો આપ અશાંત બન્યા રહો. જરા પણ આગ્રહ નથી કે શાંત થવા પ્રયત્ન કરો. અશાંતિ જોઈએ છે. અશાંત રહેવા મહેનત કરતા હશો. મહેનત ફળે, અશાંતિ થાય ત્યારે શાંતિ થતી હશે. અશાંતિને શાંતિનો તો આધાર છે. તમારી અંદરની નીરવ શાંતિમાં અશાંતિ થાય છે. આપ શાંત સ્વરૂપ છો. આપના અંતરની ગહેરાઈમાં રહેલી નીરવ શાંતિનો આધાર છે અશાંતિને.