________________
52
આત્મ સેતુ એક વખત તેની સાથે તાર જોડાઈ જાય, તેની સાથે તાદામ્ય થઈ એ ચેતન સભર શૂન્યમાં, શૂન્યના “દર્શન” થઈ જાય, દૂધમાં સાકરની જેમ શૂન્યમાં ભળી જવાય, તો આપણને, આપણામાં આપણી ખબર પડી જાય કે આપણે શું છીએ!
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
તા. ૧૩ ઓગષ્ટ ૨૦૦૨
સત્સંગી : શાસ્ત્ર વાચનમાં કહે છે “આત્મા કંઈ કરતો નથી” આપ કહો છો “આમ કરો-તેમ કરો” શું એ બરાબર છે?
બહેનશ્રી : અત્યારે, વર્તમાનમાં આપણે આત્માની વાતો કરીએ છીએ. મન, વાણી, શરીરની વર્તના આત્માના વિભાવ પરિણામ દર્શાવે છે. તો એમ વાત થઈ શકે કે વૃત્તિ અંતર્મુખ કરવી. સ્વભાવમાં સ્થિર થવા શું કરવું? પણ જો આત્મા, આત્મભાવમાં સ્થિત છે, તો “કંઈ કરવાપણું” ક્યાં રહે છે? “હોવાપણું” હોય છે!
સત્સંગી : આપની વાતમાં કંઈ તથ્ય લાગતું નથી.
બહેનશ્રી : આત્મા વિષે વાંચેલી-સાંભળેલી વાતો કર્યા કરવાથી, “આત્મા કંઈ કરતો નથી” તેવા ખ્યાલમાં રહી, અત્યારે આત્મલક્ષે કંઈ કરવાપણું રહેતું નથી તેવા “ભ્રમ”માં શું તથ્ય છે? આત્માનું આત્માપણું આત્માની અનુભૂતિમાં છે.
તા. ૧૩ ઓગષ્ટ ૨૦૦૨
સત્સંગી : અધ્યાત્મ માર્ગે જવા માટે ક્યારેક એમ થાય કે “આ વિધિ સારી,” ક્યારેક એમ થાય કે “પેલી વિધિ બરાબર” કઈ વિધિ સારી?
બહેનશ્રી : જે વિધિમાં તમને રસ પડે. જે વિધિમાં તમે જોડાઈ શકો. જે વિધિમાં તમે પ્રાણ પૂરી શકો. જે વિધિથી
તમે