________________
32
બહેનશ્રી : અમરભાઈ એટલે?
આત્મ સેતુ
સત્સંગી : આ મારૂં શરીર.... હું...!
બહેનશ્રી : તો આ શરીર અમરભાઈ છે, બરાબર?
.:
સત્સંગી : ના એમ નહીં. આ શરીર... એટલે હું...!
બહેનશ્રી : આપણે આપણને સમજવાનો પ્રયત્ન કરીએ. જરા વિચારીએ.
જો શરીર “હું” છે. તો “મારૂં શરીર” એમ કેમ કહીએ છીએ? હું શરીર એમ કેમ નથી કહેતા?
સત્સંગી : ...!
બહેનશ્રી : શરીર તંદુરસ્ત હોય, તો પણ ક્યારેક અશાંતિ અને અકળામણ થાય છે શાથી? શરીર નિરોગી હોય છતાં ઉદાસી અને નિરાશા ઘેરી વળે છે. શાથી?
શરીર બરાબર કામ કરતું હોય તો પણ “નથી ગમતું” કેમ થાય છે?
અને, એથી ઉલટુ, શરીર નાદુરસ્ત હોય તો પણ કદિક શાંતિ અને પ્રસન્નતા લાગે છે. શાથી? આવુ બને છે ને?
સત્સંગી : જી.
બહેનશ્રી : શરીરનો જન્મ થાય છે ત્યારે તે નાજુક અને નાનુ હોય છે. વર્ષો જતાં એ શરીર યુવાન, મોટુ અને સશક્ત થાય છે. ધીરે ધીરે શરીર વૃદ્ધ થતાં જીર્ણ થઈ મૃત્યુ પામે છે.
શરીર “મૃત્યુ” પામે ત્યારે શરીર તો એ જ શરીર છે જે “જીવતું” હતું. તો તેમાંથી શું ઓછું થાય છે જેથી “મૃત્યુ” થયું કહેવાય છે?
મૃત્યુ પછી શરીરની આંખ જોઈ નથી શકતી. કાન સાંભળી નથી શકતાં. નાક સૂંઘી નથી શકતું. શ્વાસ બંધ થઈ
જાય છે. જીભ બોલી શકતી નથી. ત્વચા સ્પર્શી શકતી નથી. મન વિચારી શકતું નથી.
થોડા દિવસમાં મૃત શરીર સડવા લાગે છે. તેમાંથી દુર્ગંધ ફેલાય છે. શરીરમાં જીવડા પડે છે.
જે શરીરનું લાલન-પાલન થતું હતું, તેને પોષણ, રહેઠાણ અને સગવડો અપાતી હતી. તેને સુંદર વસ્ત્રો પહેરાવી શણગાર થતાં હતાં.
તો હવે એવું શું બની ગયું જેથી શરીરને અગ્નિદાહ આપવો ઉચિત લાગે છે? મૃત્યુ થતાં શરીરને ઘરમાંથી “કાઢવાનો” કાર્યક્રમ ઘડાય છે.
શરીરમાંથી શું ચાલ્યું ગયું કે જેથી જેને માટે મહેલાતો બંધાવાતી હતી, તેને-શરીરને વિદાય દેવી પડે છે? શું ચાલ્યું ગયું?
સત્સંગી : જાવ.