Book Title: Aatmsetu
Author(s): Veenaben Ravani
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
આત્મ સેતુ
અત્યારે આપણે આધ્યાત્મિક દૃષ્ટિએ સાક્ષી તરીકેનો ભાવ સમજવાં માગીએ છીએ. સાક્ષીભાવમાં રહેવુ એટલે શામાં રહેવું? અને કોણે રહેવું?
સત્સંગી : સંકલ્પ-વિકલ્પ અને વિચારનાં સાક્ષી થવાનું,
બહેનશ્રી : સંકલ્પ-વિકલ્પ કોણ કરે છે?
સત્સંગી : હું કરૂં છું.
બહેનશ્રી : સાક્ષી કોણ છે?
સત્સંગી : આત્મા! એટલે મારો આત્મા,
બહેનશ્રી : સંકલ્પ-વિકલ્પ આપ કરો છો. આપ જ આત્મા છો..
તો એમ કરી શકાય કે સંકલ્પ-વિકલ્પ કરતી વખતે આપ "હાજર રહો.
સત્સંગી : હું આત્મા છું એમ મેં વાંચ્યું છે. સાંભળ્યું છે. પણ મને આત્માની ખબર નથી.
બહેનશ્રી : આપ જે "હું" કહો છો તે "કોણ" છે?
સત્સંગી : મને ખબર નથી.
બહેનશ્રી : ક્યારેય ગુસ્સો આવે છે?
સત્સંગી : હા. હું તો બહુ ગુસ્સો કરૂં છું.
બહેનશ્રી : ગુસ્સાની ખબર છે, તો એ ગુસ્સો કોણ કરે છે!
સત્સંગી : હું કરૂં છું.
બહેનશ્રી : ગુસ્સો આવે ત્યારે શું થાય?
સત્સંગી : મારૂં શરીર ધ્રુજવા લાગે. મગજ તંગ થાય. મોટેથી બોલી જવાય...
45

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110