SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મ સેતુ અત્યારે આપણે આધ્યાત્મિક દૃષ્ટિએ સાક્ષી તરીકેનો ભાવ સમજવાં માગીએ છીએ. સાક્ષીભાવમાં રહેવુ એટલે શામાં રહેવું? અને કોણે રહેવું? સત્સંગી : સંકલ્પ-વિકલ્પ અને વિચારનાં સાક્ષી થવાનું, બહેનશ્રી : સંકલ્પ-વિકલ્પ કોણ કરે છે? સત્સંગી : હું કરૂં છું. બહેનશ્રી : સાક્ષી કોણ છે? સત્સંગી : આત્મા! એટલે મારો આત્મા, બહેનશ્રી : સંકલ્પ-વિકલ્પ આપ કરો છો. આપ જ આત્મા છો.. તો એમ કરી શકાય કે સંકલ્પ-વિકલ્પ કરતી વખતે આપ "હાજર રહો. સત્સંગી : હું આત્મા છું એમ મેં વાંચ્યું છે. સાંભળ્યું છે. પણ મને આત્માની ખબર નથી. બહેનશ્રી : આપ જે "હું" કહો છો તે "કોણ" છે? સત્સંગી : મને ખબર નથી. બહેનશ્રી : ક્યારેય ગુસ્સો આવે છે? સત્સંગી : હા. હું તો બહુ ગુસ્સો કરૂં છું. બહેનશ્રી : ગુસ્સાની ખબર છે, તો એ ગુસ્સો કોણ કરે છે! સત્સંગી : હું કરૂં છું. બહેનશ્રી : ગુસ્સો આવે ત્યારે શું થાય? સત્સંગી : મારૂં શરીર ધ્રુજવા લાગે. મગજ તંગ થાય. મોટેથી બોલી જવાય... 45
SR No.009194
Book TitleAatmsetu
Original Sutra AuthorN/A
AuthorVeenaben Ravani
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy