________________
44
આત્મ સેતુ
માન-માયાથી તપ્ત ધરતી, અંતરવૃત્તિની વર્ષોથી તૃપ્ત થતાં, શાતા-સંતોષ-સમતા પામતાં, અપેક્ષાની કરાડો વીંધતાં, ઇચ્છાના ખડકો તોડતાં, અહંની પથ્થરમાળા વળોટતાં, વૃત્તિ વહેણ સ્વ તરફ વહી શકે છે. ચેતન સાગર પ્રત્યે આકર્ષાતું, મૈત્રી ઝરણુ, સાગરને મળવાં, સાગરમાં મળી જવાં, વહ્યા કરે. વહ્યા... કરે, વહ્યા કરે! વહ્યા કરીએ, સ્વ તરફ!
તા. ૧૩ ઓગષ્ટ ૨૦૦૨
સત્સંગી : ધર્મ શું છે?
બહેનશ્રી : તનની શુદ્ધિ
ધનની શુદ્ધિ મનની શુદ્ધિ.
સત્સંગી : મારે આપને એક જ સવાલ પૂછવો છે.
બહેનશ્રી : જરૂર.
સત્સંગી : સાક્ષીભાવમાં કેવી રીતે રહેવું?
બહેનશ્રી : સાક્ષીભાવ વિશે આપ શું માનો છો?
સત્સંગી : સાક્ષી એટલે કંઈ ગુનાનો બનાવ બને, તે ગુનો થતાં જેણે નજરે જોયો હોય, તે વ્યક્તિ, ગુનો નજરે જોનાર તરીકે કોર્ટમાં હાજર થાય તે સાક્ષી કહેવાય.
બહેનશ્રી : આ વાત કાયદાની દૃષ્ટિએ થઈ.