________________
આત્મ સેતુ
43 “મારે કંઈ નથી જોઈતું, પણ એ કદર તો કરશે ને? મારી મુશ્કેલીના સમયમાં મારી ફેવર તો કરશે ને?” એમ માની ખુશ રહેવાતું હોય. આપણો” સમય આવે ત્યારે એવું કશું ન બને. ન તો કદરના બે બોલ સાંભળવા મળે કે ન તકલીફમાં “ફેવર” થાય. કદાચ ઉલટુ પણ બને. બે સારા શબ્દને બદલે ચાર અપમાનના શબ્દો ખોળામાં આવી પડે. ત્યારે મનમાં એમ થઈ આવે કે “કોઈનું ભલુ કરવુ જ નહીં. કોઈને કદર નથી. વખત આવે તેને બતાવી દઉં કે અપમાન કેમ કરાય છે!” આવા ભાવો એટલો મોટો ઉછાળો મારે અને મન પર છવાઈ જાય કે ઉધારનું પલ્લું નમી પડે. સરવૈયું કાઢવામાં રોકાવાને બદલે આત્મભાવની “કમાણી” થાય તેમ કરવાની મહેનત કરીએ. આપણી વૃત્તિઓ કેટલી બાજુ દોડાદોડ કરે છે તે તરફ ધ્યાન આપીએ. મનની ભીતર નજર કરીએ. વૃત્તિઓના મૂળ સુધી પહોંચવા મથીએ. આપણી અંદરની સચ્ચાઈની સાથે રહીએ. દોષને ગુણમાં બદલવાની મહેનત કરીએ. મનની કમજોરીને શક્તિમાં ફેરવીએ. પોતાને જોતાં, સમજતાં, શુદ્ધ કરતાં રહીએ. વૃત્તિઓ સાફ થતાં ભલાઈનો ભાવ સમાજલક્ષી કે નીતિલક્ષી ન રહેતાં, સહજ ભાવે ભલાઈ જ થાય. અન્યના સુખનો વિચાર હંમેશા હોય. કોઈ કદર કરે કે ન કરે. માન આપે કે અપમાન કરે. અપેક્ષા વીંધીને મૈત્રીનું ઝરણું વહેતું થાય. જ્યારે આભમાંથી વર્ષા વરસે. સૂકી ધરતી શાતા પામે. ધરતી ધરવતું જળ વહે, આજુબાજુથી ચારે બાજુથીજળ ભેગું થઈ વેગીલુ વહે. વહેણ આડી કરાડો આવે. પથ્થરની હારમાળા આવે. વહેણ રોકાય, સરોવર રચાય, જળ વધતાં સરોવર છલકાય, કરાડને અથડાતું વહે, ખડક સાથે પછડાતું વહે, પથ્થરની હારમાળા ઓળંગીને વહે, અથડાતું, પછડાતું, ઊછળતું, કૂદતું વહ્યા કરે. મનની વૃત્તિનું વહેણ, ચીજ-વસ્તુ, માન-માયા તરફ વહે છે. વૃત્તિ અંતર તરફ વહી શકે છે. મનની અતૃપ્ત ધરતી,