________________
આત્મ સેતુ
બહેનશ્રી : ગુસ્સો આવે ત્યારે શરીર ધ્રૂજવા લાગે. આંખો લાલ થાય. મગજ તંગ થાય. વિચારો ઉભરાય. ગુસ્સાભરી વાણી વહે.
46
ગુસ્સાનો ભાવ જાગે એ ભાવની વહારે વિચારો, વર્તન, વાણી આવે.
મન, વચન, કાયાથી મનમાં ઉંઠનાં ભાવો શરીરના હાવ-ભાવ, હલન-ચલન વગેરેથી વ્યક્ત થાય...
સત્સંગી : શરીરની વાત શું કામ કરો છો? તે તો જડ છે. પુદ્ગલ છે. તેને મહત્વ શું કામ આપો છો? હું શરીર નથી. આત્મા છું. અરૂપી છું.
બહેનશ્રી : મને લાગે છે એ અરૂપીને સમજવા રૂપીની વાત થઈ રહી છે.
આત્મભાવથી અજાણ છીએ. પણ અન્ય ભાવોની જાણ છે. આ સર્વે ભાવો અરૂપી છે.
આ ભાવો મનમાં જાગી શરીર દ્વારા વ્યક્ત થાય છે.
રૂપી થકી અરૂપી વ્યક્ત થાય છે.
શરીરના પરમાણુ હાલ આત્માના સાન્નિધ્યમાં છે.
આત્મદેવ શરીર છોડી ચાલી નીકળશે ત્યારે શરીરને અગ્નિદાહ આપવાની વ્યવસ્થા થશે. મહત્વ ચેતન તત્વનું છે.
શરીર તેના સાનિધ્યમાં છે તેથી તેની વાત આવે છે.
ક્રોધની વાત કરતાં પહેલો ખ્યાલ એ આવ્યો કે શરીર ધ્રૂજવા લાગે... કેમ?
અરૂપીની વાત કેમ ન આવી. ક્રોધ ક્યાં દેખાય છે? તે અરૂપી છે.
ન
વર્તમાનમાં ચેતન તત્વને શરીર સાથે કંઈક સંબંધ હોય તેમ નથી લાગતું?
સત્સંગી : મેં આવુ વાંચ્યું નથી.
બહેનશ્રી : વાંચ્યું નથી - પણ રોજબરોજ અનુભવમાં તો આવે છે.
આત્મભાવનો ખ્યાલ નથી.
અન્ય ભાવોની ખબર છે. તે “ભાવો”ની સેવા જીવનભર ચાલે છે.
એ ભાવોની આંગળી પકડી, તે ભાવો જેને જાગે છે "તેના" તરફ નજર દોડાવવાનો, નમ્ર પ્રયાસ છે, આ ગુસ્સો આવે, શરીર ધ્રૂજવા લાગે ત્યારે જરા સજાગ થઈ શકાય તો?
સત્સંગી : આ વાતો અજાણી લાગે છે.
બહેનશ્રી : વાતો અજાણી લાગે છે પણ મન વચન કાયાથી જે વ્યક્ત થઈ રહ્યું છે તે તો અજાણ્યું નથી. આ વાતો શરીરની નથી. ચેતનાની છે. ચેતનાની વર્તમાન પરિણતિની છે.
મનમાં વિભાવોનું જંગલ અડાબીડ છે. જંગલ એટલું ગાઢ છે કે આત્મસૂર્યનો આછેરો અજવાસ તેમાં પ્રવેશી શકતો નથી. ભલે ખબર ન હોય, ધ્યાન ન હોય, તો પણ આત્મસૂર્ય અત્યારે પણ પ્રકાશમાન છે.
મનના જંગલને સમજી સાફ કરવું પડશે ને!
મનની વૃત્તિઓ હાલ કઈ રીતે રજૂ થઈ રહી છે તે સમજી, આત્મસન્મુખ કરવા માટેનો પ્રયત્ન છે, આ..