________________
આત્મ સેતુ
આત્મ સેતુ
47
સત્સંગી : મને મારા પ્રશ્નનો જવાબ ન મળ્યો.
બહેનશ્રી : આ જવાબની શરૂઆત તો છે.
સત્સંગી : પ્રવચનો સાંભળ્યાં છે, સ્વાધ્યાય-વાંચન કર્યા છે તેમાં આવી વાત નથી.
બહેનશ્રી : આપ ખુદ તો છો ને! અત્યારે, વર્તમાનમાં જે રીતે વ્યક્ત થઈ રહ્યા છો તે સમજવાની વાત છે. આપના વ્યક્તિત્વનો આધાર આપનું અસ્તિત્વ છે. આપ, આપને પોતાને, આપના પોતાનાથી જ જાણી શકો. શાસ્ત્રવાચન - પ્રવચન અંગુલિનિર્દેશ કરી શકે. કોઈ મુસાફરને શિખર પર પહોંચવું હોય. તે ત્યાં જઈ આવેલા વ્યક્તિને માર્ગ પૂછે. એ વ્યક્તિ હાથ લાંબો કરી આંગળીથી ચીંધી બતાવે કે “આમ આ બાજુ ચાલ્યા જાઓ.” અને, એ મુસાફર આંગળી પકડીને ઊભો રહી જાય તો? તો એ ત્યાંથી આગળ વધી ન શકે, પણ મુસાફર જ્યાં ઉભો હોય ત્યાંથી જે તરફ અંગુલિનિર્દેશ થયો હોય તે તરફ ચાલવા માંડે તો શિખર પર પહોંચી શકે. શાસ્ત્ર નિર્દેશ કરે છે કે “તું તારા આત્માને ઓળખ” તો દૃષ્ટિ આત્મા તરફ કરી, તેની વર્તમાન સ્થિતિ સમજી “ચાલવું” તો જાતે જ પડે.
સત્સંગી : મને કંઈ સમજ નથી પડતી. સાક્ષીભાવમાં જવા સદ્ગુરૂની જરૂર ખરી?
બહેનશ્રી : શું કહું ભાઈ! સદ્ગુરૂ સામા મળે અને મનના “
ખિસ્સામાંથી” સલ્ફરને ચકાસવા, માપદંડ-ફૂટપટ્ટી શોધી તેને માપવા-જોખવામાં રોકાઈ જવાય તો ઓળખાણ પડે ત્યાં સુધીમાં તે આગળ નીકળી જાય. અંતરમાં ઈશ્વર પ્રત્યે પ્રેમભરી આરજૂ હોય, સંકલ્પ-વિકલ્પથી પ્રાણ શોષાતો હોય, જીવનું શિષ્યત્વ તૈયાર હોય, ત્યારે ગુરૂત્વનું આકર્ષણ થાય.
સત્સંગી : આપ યોગની ક્રિયા કરો છો? બહેનશ્રી : “ઈશ્વરની કૃપા” અસીમ છે. યોગની ક્રિયા સ્વયં થાય છે.
સત્સંગી : મને મોડું થાય છે. હું રજા લઉં. બહેનશ્રી : પરમકૃપાળુ પરમેશ્વર સૌનું કલ્યાણ કરે.
તા. ૧૩ ઓગષ્ટ ૨૦૦૨