________________
24
આત્મ સેતુ
સત્સંગી : અત્યારે, આ ક્ષણે ભૂતકાળની સ્મૃતિ કે ભવિષ્યની કલ્પના આવી. તેને માત્ર જોવાની કે મને આવી?
બહેનશ્રી : અત્યારે આપણે ભૂતકાળની સ્મૃતિ કે ભવિષ્યની કલ્પનાની વાત આત્મલક્ષે કરીએ છીએ. ભૂતકાળ અને ભવિષ્યકાળની વાત કરીએ છીએ વર્તમાનમાં, પાછળનું પકડી રાખવાની જરૂર નથી. પાછળ જે ગયું તેની સ્મૃતિ અત્યારે હોઈ શકે. ભૂતકાળમાં પાછુ નથી જઈ શકાતું કે ભવિષ્યમાં કૂદી નથી શકાતું. વર્તમાનમાં હોઈ શકાય છે. અંતર તરફ લક્ષ આપતા શું જણાય છે? આપે આધ્યાત્મિક ગતિ કરી છે તેની યાદ છે? આધ્યાત્મિક પ્રગતિ કરી છે તેની શંકા માત્ર છે?
કે પછી એવું લાગે છે કે સ્મૃતિ, કલ્પના કે શંકા કંઈ સમજાતું નથી. શું છે એ કંઈ ખબર પડતી નથી! અનુભવ કંઈ બીજો જ છે? જે આ વિચાર કરનાર છે, શંકા કે કલ્પના કરનાર છે, જેની આ “દૃષ્ટિ” છે. તેનો આ...છો, આ...છો ખ્યાલ આવે
છે!
શંકા અને કલ્પના તરફ જે લક્ષ આપી શકાય છે, એ લક્ષ તરફ આપની ઉર્જા વહી રહી છે, તે ઉર્જ, તે શક્તિ, ચેતન શક્તિની એ વર્તના, ચેતન તત્વ તરફ પણ વહી શકે છે. આ પળે, આપની ઉર્જા આત્મા તરફ ગતિ કરી શકે છે. આત્મલક્ષે પ્રગતિ કરી શકે છે.
તા. ૧૦ ઓગષ્ટ ૨૦૦૨
સત્સંગી : ... આ એક સમસ્યા છે, કે આ આત્માને ઓળખશું એટલે આમા-સંસારમાં ઓછું થતું જશે.
બહેનશ્રી : એ સમસ્યા છે?
સત્સંગી : ના, ના, સમસ્યા એટલે... પણ એનું વધારવું કઈ રીતે? હું મારામાં ફેરફાર જોઈ શકુ છું એમ નથી કે મારામાં કંઈ ફેરફાર નથી.
બહેનશ્રી : આત્માની ઓળખાણ કરવી છે પણ બીક લાગે છે, એમ થાય છે કે આ સુખ-સગવડ ઓછી થશે. માનમરતબો સાચવી નહીં શકાય. મારું કોઈ સાંભળશે નહીં... અને બીક લાગે છે તો પણ ઓળખાણ કરવી છે? આત્મા એટલે કોઈ ત્રાહિત વ્યક્તિ કે અજાણી વસ્તુ છે એમ લાગે છે?
પણ એવું તો નથી!
તે તો આપ જ છો! અજાણી વ્યક્તિ અને અજાણી વસ્તુ માટે, ઘણીવાર અન્ય વ્યક્તિ સાથે હોંશભેર હાથ મિલાવ્યા હશે.