________________
20
આત્મ સેતુ
સત્સંગી : સત્સંગમાં સાંભળીએ છીએ કે હું શરીર નથી, હું આત્મા છું. હું એમ વિચારું છું કે આ હાથ મારો નથી, આ પગ મારો નથી, આ શરીર મારૂં નથી, એ રીતે હું આત્મા છું તેમ ખબર પડે?
બહેનશ્રી : ધારો કે, હાથ પર વાગે અને લોહીની ધાર નીકળે, તો?
સત્સંગી : તો તો ચીસ પાડી દેવાય.
બહેનશ્રી : તમે કહો છો ને કે હાથ તમારો નથી.
સત્સંગી : પણ શરીર તો જડ છે, તેમ કહ્યું છે.
બહેનશ્રી : ટેબલ પર ઘા કરવામાં આવે તો ટેબલ ચીસ પાડશે? નહીં. ટેબલ જડ છે. ચેતન અને શરીર, જ્યાં સુધી સાથે છે ત્યાં સુધી, સ્વતંત્ર રીતે પરસ્પર સંકળાયેલા છે. હાથ-પગ-શરીર તમારૂં છે. પણ, તમે શરીર નથી. ચેતના છે તો મન વિચારે છે. મોં ઉઘાડ બંધ થાય છે. ગળામાંથી અવાજ નીકળે છે. શબ્દો બોલાય છે. શબ્દો સંભળાય છે. સાંભળીને વિચારાય છે. મૃત શરીરમાં બોલવું, ચાલવું, વિચારવું...નથી. વાંચનથી જાણ્યું કે “હું શરીર નથી”. તો જુઓ કે તમને શું લાગે છે, તમે શું છો? તમારો પોતાનો ખ્યાલ આવવા દો તમને!
તા. ૧૦ ઓગષ્ટ ૨૦૦૨
સત્સંગી : ઇચ્છા હોય કે અમુક વસ્તુ દા. ત. લોભ, મોહ, ક્રોધ નથી કરવા. હું જાણું છું કે આ ખોટુ છે. પણ તેમા કંટ્રોલ નથી રહેતો.
બહેનશ્રી : “અમુક વસ્તુ” સાથે ઓત-પ્રોત છીએ ને આપણે! આપણે વાંચ્યું છે, સાંભળ્યું છે, ધર્મ કહે છે કે “મોહ ન કરવો”, “ક્રોધ ન કરવો”, “લોભ ન કરવો”...