Book Title: Aatmsetu
Author(s): Veenaben Ravani
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 9
________________ આત્મ સેતુ કંઈ કરવાનું પડી જવા દેજો તમારામાંથી! કોઈ જોર નહીં. કોઈ પ્રયત્ન નહીં. વિશ્રામમાં જવા દેજો સ્વ ને! સરળ અને સહજ થવા દેજો સ્વ ને! સ્વની ભીતર, ઊંડાણમાં ઊતરવા દેજો તમારા ધ્યાનને! સ્વ-સંવેદનનો સ્પર્શ થવા દેજો તમારી ધ્યાનની ધારાને! ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ તા. ૨૦ સપ્ટેમ્બર ૨૦૦૦ સત્સંગી : આત્માની મહત્તા અને રૂચિ વધારવા ચાવી જોઈએ છે. બહેનશ્રી : આત્મદ્વાર કઈ દિશામાં છે? આ દ્વાર પર કેવા ને કેટલા મજબૂત તાળા મારેલા છે તેની તપાસ તો કરીએ! તાળા વગર ચાવી શું કામની? તા. ૨૬ સપ્ટેમ્બર ૨૦૦૦ સત્સંગી : ઘણા ધર્મોમાં મંત્રજાપનું મહત્વ છે. મંત્ર જાપથી શું થાય? બહેનશ્રી : આપ મંત્રજાપ કરો છો? સત્સંગી : હું માળા ગણું છું. બહેનશ્રી : સાથે બીજુ કંઈ કરવાનું બને છે? સત્સંગી : બીજુ એટલે? હાથ માળામાં રોકાયેલા હોય, પણ કામની ચિંતા થાય. કોઈ સાથે વાત કરવી પડે. કોઈ બોલાવે તો ઉઠવું પડે...! બહેનશ્રી : આપને થોડો ફેરફાર કરવાનું ગમશે? સત્સંગી : શું ફેરફાર કરવો? આપ સૂચના આપો.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 110