Book Title: Aatmsetu
Author(s): Veenaben Ravani
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 8
________________ 8 તા. ૧૯ સપ્ટેમ્બર ૨૦૦૦ સત્સંગી : અમે ઘણા વર્ષોથી નિયમિત, અઠવાડિયામાં બે વખત શાસ્ત્રવાચન - સ્વાધ્યાય કરીએ છીએ. આથી એમ સમજાયું છે કે આત્માની રૂચિ અને મહત્તા વધારવી. તે માટે શું કરવું તે અમે પૂછતાં રહીએ છીએ. એવી સલાહો મળી છે કે વાચન - સ્વાધ્યાય વધારે કરવા." આત્મ સેતુ તેથી અમે વાંચીને, ચર્ચા કરીને યાદ રાખવા મહેનત કરીએ છીએ. આત્માની રૂચિ વધતી હોય તેમ કંઈ લાગતું નથી. શું કરવું? બહેનશ્રી : આજ સુધી ઘણું કર્યું, હવે, કંઈ ન કરવાનું, કરો! સત્સંગી : “કંઈ ન કરવાનું”, કરવાનું? સમજાયું નહીં. બહેનશ્રી : “કંઈ કરવાની" ભાષા આપણને સૌને જાણીતી છે. સૌ, કંઈ “કર્યા કરવાથી” પરિચિત છે. વ્યક્તિને, તેની પોતાની જરૂરિયાત, ઇચ્છા-મહેચ્છા, આશા-આકાંક્ષા સતત કાર્યરત રાખે છે. કંઈને કંઈ કરવાનું એટલું સહજ થઈ ગયું છે કે, કંઈ કરવાનું ન હોય તો તેને ગમતું નથી. નવા નવા કામ ઊભા કરવામાં આવે છે. સામાન્ય રીતે મનુષ્યને પોતાની” ઓળખનો ખાસ વિચાર નથી હોતો. વિચાર હોય છે, તો સામાજિક રીતે “ઓળખ” વધારવા માટે શું કરવું તેના વિચારો હોય છે. આપ કહે છે. આત્માની રૂચિ અને મહત્તા વધારવા છે. તો, આત્મા કોણ છે? કેવો છે? શું કરે છે? ક્યાં છે? તે જાણવા, તેનું એડ્રેસ શોધીને મળવા જવું જોઈશે ને! આત્માને એટલે કે તમને પોતાને સમજવા માટે, થોડો સમય, પોતાની સાથે શાંતિથી બેસો. કંઈ ન કરો. સત્સંગી : શાંતિથી બેસીને શું કરવું? બહેનશ્રી : તમારી પોતાની સાથે સંબંધ બંધાવા દેજો તમારાં ધ્યાનનો! કંઈ કરવામાંથી બહાર નીકળવા દો તમને પોતાના કૃત્રિમતાની કુનેહ, કરામત અને કકળાટને પકડી ના રાખો. મનમાં સળવળતી યાદ-ફરિયાદને ઓગળવા દો!

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 110