Book Title: Aatmjagruti Author(s): Ramniklal Savla Publisher: Ramniklal Savla View full book textPage 8
________________ (૨) આનંદમય માંગલિક આજે મંગળ દિવસ છે અને માંગલિકનું કારણ છે. પ્રશ્ન છે માંગલિક એટલે શું? મંગ એટલે આત્માની પવિત્રતા, તેને જે લાવે, તે જેમાં પ્રગટ થાય તે માંગલિક છે. અથવા મંગ એટલે પાપ તેનેજ ગાળે - નાશ કરે તે માંગલિક છે. - આત્માના જ્ઞાનાનંદ સ્વરૂપની શ્રધ્ધા કરવી – જ્ઞાન કરવું-એકાગ્રતા કરવી એવો જે ભાવતે પોતે મંગળ છે. તીર્થકર ભગવંતોએ જે પરમાનંદદશા પ્રાપ્ત કરી તે ક્યાંથી કરી?પોતાના આત્મામાંથીજ તે દશા પ્રાપ્ત કરી છે. સુખ-આનંદ-શાંતિ તે આત્મામાં જ છે, બહારના વિષયોમાં ક્યાંય સુખ-શાંતિ કે આનંદ નથી. આવા આત્માનું ભાન કરવું તે મંગળ છે. હું કોણ છું? શું મારું સ્વરૂપ છે? તે જીવે કદી વિચાર્યું નથી. ભગવાન કહે છે અહો! જીવો! તમે દેહાદિથી ભિન્ન ચૈતન્ય તત્વ છો. જ્ઞાન અને આનંદ તમારો સ્વભાવ જ છે, પણ તેને ભૂલીને જીવ બહારમાં સુખ માનીને સંસારમાં રખડે છે, તે અમંગળ છે; ને આત્માના જ્ઞાનદ્વારા તેનો જ નાશ કરે તે મંગળ છે. આત્માના અતીન્દ્રિય આનંદનું વદન થાય તે માંગલિક છે. આત્માની સમ્યક શ્રધ્ધા-જ્ઞાન કરીને જેઓ પરમાત્મા થયા તેવા અહતો માંગલિક છે, સિધ્ધો માંગલિક છે, સાધુઓ માંગલિક છે, ને તેમણે કહેલો ધર્મ તે માંગલિક છે. પોતે તેનું ભાન કરે તો પોતામાં મંગળ થાય. આત્માના જ્ઞાન વગર જન્મ મરણનો કદી આરો આવે તેમ નથી. ભાઈ, આ દેહ તારો નથી, તેમાં તારો આનંદ નથી. આનંદ તો તારા આત્મામાં છે. તેનું તે કદી ભાન કર્યું નથી. અનંતકાળનો અજાણ્યો માર્ગ સત્સમાગમ વગર અને પોતાની પાત્રતા વગર સમજાય તેવો નથી. ભગવાન તીર્થંકરદેવોએ જે કર્યું તે પ્રમાણે કરવાનું જગતને કહ્યું. આત્માના જ્ઞાનાનંદ સ્વભાવમાં જ પરમાત્મા થવાની તાકાત છે; તેમાં એકાગ્રતા વડે જ અનંતજીવો પરમાત્મા થયા અને ભગવાને એજ ઉપદેશ આપ્યોકે આત્માના જ્ઞાનાનંદસ્વરૂપમાં એકાગ્રતા કરો. આ સંતોનો રાહ છે. જેમ કસ્તુરીમૃગ પોતામાં રહેલી કસ્તુરીની સુગંધ બહારમાં તૂટે છે, તેમ અજ્ઞાની પ્રાણી પોતાના આનંદ સ્વભાવને ભૂલીને બહારમાં આનંદ લૂંટે છે. આત્માના જ્ઞાનાનંદ સ્વરૂપનું ભાન કરવું તેજ જગતમાં ઉત્કૃષ્ટ મંગળ છે. મંગળ તેને કહેવાય કે જેનાથી સુખની પ્રાપ્તિ અને વૃધ્ધિ થાય. સંસારમાં લગ્ન, પુત્ર જન્મ, વગેરેને મંગળ પ્રસંગ કહે છે તે તો લૌકિક છે, તે ખરેખર મંગળ નથી. મંગળ તો તેને કહેવાય કે જેનાથી આત્માને સુખશાંતિ થાય અને દુઃખ ટળે. બાપુ! અનંત અનંત કાળથી તારો આત્મા સંસારમાં પરિભ્રમણ કરે છે. અનંત અનંત શરીરો તે ધારણ કર્યાને છેડયા, પણ આત્મા દેહથી ભિન્ન શું ચીજ છે તેનું તે કદી ભાન કર્યું નથી. અહિંસારૂપ ધર્મ તે મંગળ છે. પણ અહિંસાનું સ્વરૂપ શું છે? તેની પણ જીવને ખબર નથી. એક ક્ષણની અહિંસા મુક્તિ આપે. તે કઈ અહિંસા?પરજીવનેPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48