Book Title: Aatmjagruti
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 10
________________ |(૩) સ્વરૂપની સમજણ (૧) “જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત...” અનાદિ કાળથી આ જીવે પોતાનું સાચું સ્વરૂપ શું છે, તે જાણ્યું નથી અને તેને પરિણામે આ અંનત દુઃખમય સંસારનું પરિભ્રમણ ચાલુ છે. “હું કોણ છું? ક્યાંથી થયો? શું છે સ્વરૂપ મારું ખરું? કોના સબંધે વરગાણાં? રાખું કે પરીરું?” એના વિચાર વિવેકપૂર્વક શાંતભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિધ્ધાંત તત્વ અનુભવ્યા. (૩) “સ્વ' ને ઓળખવો એટલે પોતાના કાયમી અસ્તીત્વને જાણવું. પોતાને આત્મસ્વરૂપ જાણવો. જે આત્મજ્ઞ તે સર્વજ્ઞ. શુધ્ધ, બુધ્ધ, ચૈતન્યધન, અનંત જ્ઞાનનો પિંડ, આનંદનો કંદ, સુખનો ધામ, ત્રિકાળી, જ્ઞાયક ભાવ છું એવી પ્રતીતિ થવી એજ છે “સ્વ' ની ઓળખાણ. આટલી સરળ સમજણ છે તો પછી અનાદિકાળથી આટલી નાની વાત કેમ ન સમજાઈ? ભાઈ! બહારનું બધું સમજાય છે પણ આત્માનું સ્વરૂપ જ આવું છે એજ મુશીબત છે. આત્મા (૧) સુક્ષ્મ (૨) અંદર (૩) પરોક્ષ (૪) અરૂપી (૫) અદ્રશ્ય છે તેથી સહજ જણાતાં મુશ્કેલી થાય છે. એનું સ્વરૂપ જ એવું (૬). તો આ સ્વરૂપ સમજવું કેમ? આપણે એવું મોડેલ બનાવીને તેનો અભ્યાસ કરીએ તો સમજી શકાય એમ છે. આ ફક્ત ચાર આંગળીઓનો ખેલ છે. (૧) પ્રથમ આંગળી મારા શુધ્ધ આત્માનું પ્રતિક છે. સિધ્ધનું સ્વરૂપ બતાવે છે. (૨) બીજી એને ચીટકેલી આંગળી દેવ, ગુરુ, શાસ્ત્રનું પ્રતિક છે. (૩) ત્રીજી છૂટી આંગળી મારી વર્તમાન કર્મસહિત અવસ્થાનું પ્રતિક છે. ચાર ધાતી અને ચાર અધાતી કર્મ સહિત છું. વર્તમાન અશુધ્ધ પર્યાય. (૪) છેલ્લી ટચલી આંગળી બધાથી અલગ બધી જ “પર' વસ્તુઓનું પ્રતિક છે. જે મારું નથી એ બધું આ ખાતાવહીમાં જાય. આ છે મારા સ્વરૂપનું મોડેલ' આનો અભ્યાસ કરવાથી સ્વરૂપ સમજાય. (૭) આત્માની પ્રાપ્તિ નથી થઈ એનું મહત્ત્વનું કારણ એ છે કે એનો મહિમા આપણને સમજાયો નથી. આ માટે પાંચ વસ્તુઓ છે. પ્રમોદ પરિચય-પ્રીતિપ્રવૃત્તિ અને પ્રાપ્તિ. વ્યવહારમાં પણ આજ વાત બધાને સમજાય છે. આ સ્વરૂપ સમજવામાં મારી કઈ મોટી ભૂલ થઈ? અનાદિકાળથી આપણી દ્રષ્ટિ હમેશાં “પર' પર જ રહી છે. ક્યારેય પણ આપણી દ્રષ્ટિ શુધ્ધાત્મા પર નથી ગઈ. આજ ભૂલ છે. જે “પર” મારું નથી એને મારું માન્યું છે, જેમાં રંજ માત્ર પણ સુખ નથી તેમાં સુખ માનીને અજ્ઞાનતાથી દુઃખી થઈ રહ્યો છું.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48