________________
';
મ
મરણ રહિત છું. હું દેહાદિ રહિત છું. હું પરભાવથી મુક્ત છું. સ્વભાવમાં રહેલો છું. હું અનુભવ સ્વરૂપ, શુદ્ધ ચૈતન્યમાત્ર, પરમ સમાધિમય, પરમશાંત રસમય, નિજ ઉપયોગમય છું.
હું રાગ-દ્વેષ-મોહ, ક્રોધ-માન-માયા-લોભ ચાર કષાય, પાંચ ઈન્દ્રિયોના વિષયવ્યાપાર, મન-વચન-કાયાનો સર્વ પ્રકારે વ્યાપાર, ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મ, ખ્યાતિપૂજા-લોભની તેમજ ભોગોની આકાંક્ષારૂપ નિદાય, માયા અને મિથ્યારૂપ ત્રણ શલ્ય ઈત્યાદિ સર્વે વિભાવ-પરિણામોથી શુન્ય છું. ત્રણ કાળે શુદ્ધ નિશ્ચયનયથી હું આવો
છું.
સ્વમાંજ સ્વપણું દૃઢ ક૨વા માટે સ્વરૂપનો વિચાર કરવો. તેનું અત્યંત ભિન્નપણું વારંવાર ચિંતવવું, કારણકે સ્વરૂપના અભ્યાસથી અને સમજણથી પ્રયોગાત્મક રીતે સ્વરૂપમાં લીન થવાથી આત્માનુભૂતિ થાય છે.
તે સ્વરૂપચિંતન ઉપર પ્રમાણે જણાવ્યું છે.
આ પ્રમાણે ઉપયોગને અખંડસ્થિત કરી આત્મભાવના નિરંતર ચિંતવવી જોઈએ.
“આત્મભાવના”
(૧) આત્માનો જેવો મૂળ સ્વભાવ છે તેને અનુરૂપ વિચાર કરવો, મનન કરવું, સ્મરણ કરવું, મંથન કરવું, નિશ્ચય કરવો, અનુપ્રેક્ષા કરવી. આ સઘળું આત્મભાવનાના નામથી ઓળખાય છે. આત્મભાવના એટલે આત્માની ભાવના. જે ભાવનાનું લક્ષ અથવા મધ્યબિંદુ શુધ્ધાત્મતત્ત્વ હોય તેવી, આત્માને શુધ્ધ કરવાના આશયથી ભાવવામાં આવતી સઘળી વિચારસરણી તે આત્મભાવના જ છે. ‘‘આત્મ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે!” (૨) હવે અહીં આત્મભાવનાની આરાધના બાબત વિશેષ એ ખ્યાલમાં રાખવાનું છે કે જેનું સ્મરણ-મનન કરવું હોય તેનું સર્વતોમુખી જ્ઞાન આવશ્યક છે, કારણકે જેના ગુણ-લક્ષણાદિને બરાબર ન જાણતા હોઈએ તે પદાર્થનો ભાવ આપણને ભાસે નહિ, કે આપણું ચિત્ત તેમાં ચોંટે નહિ. જેમાં ચિત્ત ચોટે નહિ તેની વિચારણા કેવી રીતે કરી શકાય? આત્માના પરિજ્ઞાન વિના આત્મભાવના યથાયોગ્યપણ બની શકતી નથી.
(૩) મૂળ દ્રષ્ટિએ વિચારતાં આત્મા શુદ્ધ, શાશ્વત, સચ્ચિદાનંદસ્વરૂપ,સહજાનંદી અને જ્ઞાતા દ્રષ્ટાપણે રહેવાના સ્વભાવવાળો છે. એમ લક્ષણ વડે જાણીને, જડ, ક્ષણ ભંગુર અને મલિન એવા આ દેહથી તેનું સ્પષ્ટ રીતે ભિન્નપણું જાણવું જોઈએ. આમ એક જગ્યાએ રહ્યા હોવા છતા દેહ અને આત્મા, વસ્ત્ર અને શરીર અથવા મ્યાન અને તલવાર કે તલ અને તેલની જેમ જુદા છે, એવો અફર નિર્ધાર આત્મભાવના ભાવવા માટે આવશ્યક છે. યથાયોગ્ય
田