Book Title: Aatmjagruti
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 33
________________ ) સ્વાનુભૂતિની વિધિનો ક્રમ સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે, આત્માનો અનુભવ કરવા માટે પ્રથમ શું કરવું? (૧) પ્રથમ શ્રુતજ્ઞાનના અવલંબનથી, જ્ઞાનસ્વભાવ નિજ આત્માનો નિર્ણય કરવો. (૨) દરેક જીવ સુખને ઈચ્છે છે, તો પૂર્ણ સુખ કોણે પ્રગટ કર્યું છે, તેવા પુરુષ કોણ છે, એની ઓળખાણ કરવી. (૩) તે પૂર્ણ પુરુષે સુખનું સ્વરૂપ શું કહ્યું છે તે જાણવું.તે સર્વજ્ઞ પુરુષે કહેલી વાણી તે આગમ છે, માટે પ્રથમ આગમમાં આત્માના સુખનું સ્વરૂપ શું કહ્યું છે તે ગુરૂગમે બરાબર જાણવું. (૪) જ્ઞાનસ્વરૂપ આત્માનો યથાર્થ નિર્ણય કરવામાં સાચાં દેવ-ગુરુ-શાસ્ત્રનો નિર્ણય કરવાનું વગેરે બધું આવી જાય છે. આગમનું અવલંબન કરી જ્ઞાન સ્વભાવ આત્માનો નિર્ણય કરવો. (૬) નિર્ણયને પાત્રતા છે. આ છે સ્વરૂપની સાચી સમજણ. આ છે જ્ઞાન દશાનું પ્રથમ પગથીયું. આવો નિર્ણય કરવાની જ્યાં રુચિ થઈ ત્યાં અંતરમાં કષાયનો રસ મંદ પડી જાય. કષાય ઉપશાંત થયા વિના આ નિર્ણયમાં પહોંચી શકાય નહિ. “કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ,ભવે ખેદ,પ્રાણી દયા” આછે ઉપશમદશા. હવે આત્મા અનુભવ માટે રુચિનો પુરુષાર્થ ઉપડવો જોઈએ. એકાગ્રતાનો પ્રથમ અભ્યાસ કરવો પડે. ઉપયોગને સીમીત કરવાનો મહાવરો કરવો જોઈએ. (૯) હવે શરીરાદિ અને રાગાદિથી અલગ - આત્માનો અનુભવ કરવા ભેદજ્ઞાન કરવાનો અભ્યાસ કરવો. એની વિધિ આ પ્રમાણે છે. (૧૦) વિધિ :પહેલાં શુદ્રષ્ટિ વડે પર પદાર્થોને આત્માથી જુદાં કરવા. ૨. પછી સમજણ વડે શરીરને આત્માથી જુદું કરવું. ૩. પછી તેજશ-કાશ્મણરૂપ શરીરને આત્માથી જુદો ગણવો. અંદરમાં આઠ કર્મ જનિત રાગાદિ ઉપાધીભાવોને પણ જુદા ગણવાં. છેવટે ભેદજ્ઞાનના વિકલ્પના વિલાસને પણ જુદો ગણવો. એ બધાની અંદર સૂક્ષ્મ ચૈતન્ય પ્રભુ અખંડરૂપ બિરાજે છે. સ્વસમ્મુખ થઈ અંતરમાં દ્રષ્ટિ કરવી. ૭. તેને મતિ-શ્રુત જ્ઞાનના પ્રમાણ વડે અંતરમાં ધારણ કરીને, તેનોજ વિચાર |

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48