Book Title: Aatmjagruti
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla
Catalog link: https://jainqq.org/explore/006104/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આત્મ જાગૃતિ સંકલન : ૨મણીક સાવલા Page #2 -------------------------------------------------------------------------- ________________ ஆலலலலலலலலலலலலல આત્માનું શુદ્ધ સ્વરૂપ ગુણનો ભંડાર છું, આનંદ સાગર છું; સહજાનંદ સ્વરૂપ છું, ચૈતન્યનો પીંડ છું પ્રકાશનો પૂંજ છું, વિજ્ઞાનનો ધન છું; ચિદાનંદ સ્વરૂપ છું, નિત્યાનંદ રૂપ છું...૧ પરમાત્મા પ્રકાશ છું, શક્તિનો ખજાનો છું; વિતરાગ સ્વરૂપ છું, શુધ્ધ સ્વરૂપી આત્મા છું; ચિદાનંદ ભગવાન છું, અખંડ અવિચળ મૂર્તિ છું પરથી હું નિરાળો છું, રાગ દ્વેષથી ભિન્ન છું...૨ வவவவவவவவவவவவவவவவ ચિદાનંદ ભગવાન છું, ચૈતન્યનો વિલાસ છું; સિધ્ધનો નાતીલો છું, શાંત સ્વરૂપ જીવ છું; પ્રકાશનો પ્રકાશક છું, અનાદિ પુરાણ પુરુષ છું; જ્ઞાન દર્શનમય છું, અજરામર સ્વરૂપ છું..૩ કોઈનો કર્તા હર્તા નથી, મારો કોઈ કર્તા નથી; શુધ્ધ સદા અરૂપી છું, અનાદિ ચૈતન્ય મૂર્તિ છું; અનંત ગુણનો દરિયો છું, સુખેથી હું ભરિયો છું; છે વિશ્વનો હું જ્ઞાયક છું, ગુરૂ ચરણનો દાસ છું....૪ ல ©©©©©©©©©©©©/ Page #3 -------------------------------------------------------------------------- ________________ M.லலலலலலலல (આત્મ જાગૃતિ Aவரை સંકલનકાર : રમણીક સાવલા. uraicusa sisaaru ureue... Page #4 -------------------------------------------------------------------------- ________________ லலலலலலலலலலலலல -પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન :શ્રીમતી ચંદ્રીકા જગદીશચંદ્ર લ. દોશી ૯, પ્રફૂલ્લ નિવાસ, એલ. બી. એસ. માર્ગ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ - ૪૦૦ ૦૮૬. ફોનઃ પ૧૨ ૧૯ ૮૪. શ્રીમતી હંસા ભૂપેન્દ્ર લ. દોશી ૩, ગાંધી ટેરેસ, કામાલન, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૬. ફોનઃ ૫૧૩ ૬૧ ૬૭ நவவவவவவவவவவவவவவ શ્રીમતી સુધા રજનીકાંત અ. શેઠ ૧-બી, જામનગર સોસાયટી, ગુલમોહર ક્રોસ રોડ-૧૧, જુહુ, મુંબઈ - ૪૦૦ ૦૪૯. ફોનઃ ૬૨૦ ૧૪ ૬૭, ૬૨૦ ૨૧ ૭૭. வ જુન, ૧૯૯૪ પ્રત : ૧OOO : મુદ્રક : જી.કે. એજન્સી, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (ઈ), | મુંબઈ - ૪૦૦ ૦૭૭. ફોનઃ ૫૧૩ ૫૭ ૭૪, ૫૧૩૯૨ ૩૪ છે. ಅಲಲಲಲಲಲಲಲಲಲಲಲA Page #5 -------------------------------------------------------------------------- ________________ '; નં. ૧ ૨ 3 ૪ ૫ દ ૭ ८ U ૧૦ ૧૧ ૧૨ “આત્મ જાગૃતિ” અનુક્રમણિકા વિષય જૈન ધર્મ પ્રાર્થના આનંદમય માંગલિક સ્વરૂપની સમજણ વીતરાગ વાણી સ્વરૂપની સાચી સમજ પ્રયોજનભૂત શું છે? યથાર્થ પુરુષાર્થથી જ મોક્ષપ્રાપ્તિ સ્વાનુભૂતિ સ્વાનુભૂતિની વિધિનો ક્રમ પાત્રતા સરળ મોક્ષ માર્ગ ‘‘મિચ્છામિ દુક્કડમ'' પાના નંબર ૧ ર ૪ ξ ૧૦ ૧૪ ૧૮ ૨૩ ૨૭ ૩૦ ૩૨ ૩૫-૩૭ 4; Page #6 -------------------------------------------------------------------------- ________________ હેિ આત્મભાવે !| હે આત્મભાવે સંસાર જો જે, આ જન્મ તારો મીથ્યા ન ખોજે. બહુ પુણ્ય બળથી તું પામીઓ છો, શુભ દેહ માનવનો સમજવો. આ જગતની જંજાળ તારી, હળવી કરીલે સતને વિચારી. શુભ કૃત્ય ને સન્મુખ રાખી, વાણી તું વદજે સતને જ ભાખી. સદ્દબુધ્ધિથી સંસાર સહેજે, મનશુધ્ધિથી આત્મ માંજ રહેજે. સંતો તણો એક માર્ગ સહેલો, ભક્તિ વિષે આ “બાળ ઘેલો. Page #7 -------------------------------------------------------------------------- ________________ BR (૧) જૈન ધર્મની પ્રાર્થના રાગદ્વેષરૂપી શત્રુને જીતનાર અરિહંતને નમન હો; નિવાર્ણના પરમ પદને પામનાર સિધ્ધોને નમન હો; શાસન ધુરાના વહન કરનાર આચાર્યોને નમન હો; જ્ઞાન રૂપી દાનના દેનાર ઉપાધ્યાયોને નમન હો; શીલ-સંયમરૂપી,ચરિત્રધારી સાધુ-સાધ્વીજીઓને નમન હો; ‘હે વીતરાગ, હે જગદ્ગુરુ તમારો જય હો, હે ભગવાન, આપના પ્રભાવથી સંસારનું ઔદાસીન (જળકમળ વત સ્થિતિ), માર્ગાનુસારીપણું (ન્યાયોપાર્જિત દ્રવ્ય ઉપાર્જન વગેરે) જેવા વાંછિત ફળની પ્રાપ્તિ થાઓ. વળી હે ભગવાન! આપના પ્રસાદથી લોક વિરુધ્ધ કર્મોથી નિવૃત્તિ, પૂજ્ય પુરુષોની સેવા, પારકાનું હિત કરવાનું સામર્થ્ય, સુગુરુ મિલન અને તેમના વચનોની સેવા આજીવન અબાધિપણે હો. જો કે હે ભગવાન! મંદ કે તીવ્ર સ્વાર્થવૃતીથી, ફળની આશા રાખીને કર્મ કરવાનો આપના શાસ્ત્રોમાં નિષેધ છે, છતાં તેવા દોષ અચરાય જાય તે ક્ષમ્ય થઈ પ્રતિ જન્મ મને આપના ચરણોની સેવા પ્રાપ્ત હો. હે નાથ, આપને પ્રણામ કરવાથી મને દુઃખનો ક્ષય, સુખ-દુઃખના નિમિત્તરૂપ કર્મનો ક્ષય, સમ્યફત્વ લાભ અને સમાધિમરણ પ્રાપ્ત થાઓ. સર્વ મંગળોમાં મહામંગળ, સર્વ કલ્યાણોમાં મહા કલ્યાણ, સર્વ ધર્મોમાં પ્રધાન ધર્મ એવા જૈન ધર્મનું શાસન જયવંતુ વર્ષો’ નવકાર મંત્ર કોઈ પણશુભ કામની શરૂઆતમાં મંગળાચરણરૂપે બોલવામાં આવે છે તે પ્રથા સર્વ સામાન્ય છે, તેજ પ્રમાણે જૈન ધર્મની પ્રાર્થનામાં પણ પ્રથમ ચરણરૂપે નવકારમંત્રનો સમાવેશ કરવામાં આવેલ છે. અને “ચત્તારી મંગલ'' પણ આ ભાવનામાં સમાવેશ થઈ જાય છે. ' ૧ - 5 Page #8 -------------------------------------------------------------------------- ________________ (૨) આનંદમય માંગલિક આજે મંગળ દિવસ છે અને માંગલિકનું કારણ છે. પ્રશ્ન છે માંગલિક એટલે શું? મંગ એટલે આત્માની પવિત્રતા, તેને જે લાવે, તે જેમાં પ્રગટ થાય તે માંગલિક છે. અથવા મંગ એટલે પાપ તેનેજ ગાળે - નાશ કરે તે માંગલિક છે. - આત્માના જ્ઞાનાનંદ સ્વરૂપની શ્રધ્ધા કરવી – જ્ઞાન કરવું-એકાગ્રતા કરવી એવો જે ભાવતે પોતે મંગળ છે. તીર્થકર ભગવંતોએ જે પરમાનંદદશા પ્રાપ્ત કરી તે ક્યાંથી કરી?પોતાના આત્મામાંથીજ તે દશા પ્રાપ્ત કરી છે. સુખ-આનંદ-શાંતિ તે આત્મામાં જ છે, બહારના વિષયોમાં ક્યાંય સુખ-શાંતિ કે આનંદ નથી. આવા આત્માનું ભાન કરવું તે મંગળ છે. હું કોણ છું? શું મારું સ્વરૂપ છે? તે જીવે કદી વિચાર્યું નથી. ભગવાન કહે છે અહો! જીવો! તમે દેહાદિથી ભિન્ન ચૈતન્ય તત્વ છો. જ્ઞાન અને આનંદ તમારો સ્વભાવ જ છે, પણ તેને ભૂલીને જીવ બહારમાં સુખ માનીને સંસારમાં રખડે છે, તે અમંગળ છે; ને આત્માના જ્ઞાનદ્વારા તેનો જ નાશ કરે તે મંગળ છે. આત્માના અતીન્દ્રિય આનંદનું વદન થાય તે માંગલિક છે. આત્માની સમ્યક શ્રધ્ધા-જ્ઞાન કરીને જેઓ પરમાત્મા થયા તેવા અહતો માંગલિક છે, સિધ્ધો માંગલિક છે, સાધુઓ માંગલિક છે, ને તેમણે કહેલો ધર્મ તે માંગલિક છે. પોતે તેનું ભાન કરે તો પોતામાં મંગળ થાય. આત્માના જ્ઞાન વગર જન્મ મરણનો કદી આરો આવે તેમ નથી. ભાઈ, આ દેહ તારો નથી, તેમાં તારો આનંદ નથી. આનંદ તો તારા આત્મામાં છે. તેનું તે કદી ભાન કર્યું નથી. અનંતકાળનો અજાણ્યો માર્ગ સત્સમાગમ વગર અને પોતાની પાત્રતા વગર સમજાય તેવો નથી. ભગવાન તીર્થંકરદેવોએ જે કર્યું તે પ્રમાણે કરવાનું જગતને કહ્યું. આત્માના જ્ઞાનાનંદ સ્વભાવમાં જ પરમાત્મા થવાની તાકાત છે; તેમાં એકાગ્રતા વડે જ અનંતજીવો પરમાત્મા થયા અને ભગવાને એજ ઉપદેશ આપ્યોકે આત્માના જ્ઞાનાનંદસ્વરૂપમાં એકાગ્રતા કરો. આ સંતોનો રાહ છે. જેમ કસ્તુરીમૃગ પોતામાં રહેલી કસ્તુરીની સુગંધ બહારમાં તૂટે છે, તેમ અજ્ઞાની પ્રાણી પોતાના આનંદ સ્વભાવને ભૂલીને બહારમાં આનંદ લૂંટે છે. આત્માના જ્ઞાનાનંદ સ્વરૂપનું ભાન કરવું તેજ જગતમાં ઉત્કૃષ્ટ મંગળ છે. મંગળ તેને કહેવાય કે જેનાથી સુખની પ્રાપ્તિ અને વૃધ્ધિ થાય. સંસારમાં લગ્ન, પુત્ર જન્મ, વગેરેને મંગળ પ્રસંગ કહે છે તે તો લૌકિક છે, તે ખરેખર મંગળ નથી. મંગળ તો તેને કહેવાય કે જેનાથી આત્માને સુખશાંતિ થાય અને દુઃખ ટળે. બાપુ! અનંત અનંત કાળથી તારો આત્મા સંસારમાં પરિભ્રમણ કરે છે. અનંત અનંત શરીરો તે ધારણ કર્યાને છેડયા, પણ આત્મા દેહથી ભિન્ન શું ચીજ છે તેનું તે કદી ભાન કર્યું નથી. અહિંસારૂપ ધર્મ તે મંગળ છે. પણ અહિંસાનું સ્વરૂપ શું છે? તેની પણ જીવને ખબર નથી. એક ક્ષણની અહિંસા મુક્તિ આપે. તે કઈ અહિંસા?પરજીવને Page #9 -------------------------------------------------------------------------- ________________ બચાવવાનો શુભ ભાવ થાય તે ખરેખર અહિંસાનથી,પણ હું જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા છું, એવા ભાનપૂર્વક તેમાં લીન રહેતાં રાખ્યા દિની ઉત્પતિ જ ન થાય ને શાંતિની ઉત્પતિ થાય તે જખરી અહિંસા છે; આવી વીતરાગી અહિંસાતે ધર્મ છે, અને તે મંગળ છે. એ માંગલિકરૂપે નિયમસારની ૪૩મી ગાથામાં આત્મા આવો છે એમ કહ્યું - નિર્દડ ને નિદ્ધદ્ધ, નિર્મમ, નિશરીર, નીરાગ છે, નિર્દોષ, નિર્ભય, નિરવલંબન આત્મા નિર્મૂઢ છે. ત્રિકાળી ભગવાન, જેમાં દ્વન્દ નથી - બેપારું નથી, અતિ અખંડાનંદ પ્રભુ છે એવો જે સમભાવી વીતરાગ સ્વરૂપ પ્રભુ, તેનો નિર્ણય વિકલ્પ નિમિત્ત કે ધ્રુવ કરતો નથી, પરંતુ તેનો નિર્ણય પર્યાય કરે છે. ધ્રુવનો નિર્ણય પર્યાય કરે છે કે હું આ આત્મા, નિદડ તે આત્મા, નિદ્ધિ તે આત્મા, નિર્મમ તે આત્મા, શરીર રહિત તે આત્મા, નિરાલંબ તે આત્મા, નીરાગતે આત્મા, નિર્દોષ તે આત્મા, નિર્મૂઢ તે આત્મા, નિર્ભય એટલે કે મારા દુર્ગમાં-કિલ્લામાં કોઈનો પ્રવેશ નથી એટલે ધ્રુવનો એવો કિલ્લો છે કે એમાં કોઈનો પ્રવેશ નથી – એવો હું છું. આત્માને એવો જાણવો, એવી દ્રષ્ટિ કરવી અને અનુભવ કરવો એ માંગલિક છે. પૂર્ણાનંદનો નાથ પ્રભુ શુદ્ધ ચૈતન્ય ઘન છે, તેને વર્તમાન નિર્મળ પર્યાય ગ્રહે છેકે આ હું આ આત્મા હું છું એમ દ્રવ્યની સન્મુખ થયેલી પર્યાય આ રીતે દ્રવ્યનો સ્વીકાર કરે તે માંગલિક છે. આત્માના અતીન્દ્રિીય આનંદનું વદન થાય તે માંગલિક છે.' (શાનીનો ઉપદેશ) બીજાઓના દર્શનથી શું? કોની ભૂમિ?ભૂમિ ભૂમિની છે, આ આજ સુધી કોઈની થઈ નથી અને થશે પણ નહીં. “ભવતાપ' નો અભાવતો સ્વયં આત્માના દર્શનથી થાય છે. બીજાઓના દર્શનથી આજ સુધી ભવમુક્ત થયો નથી અને ક્યારે પણ થશે નહીં. ભવતાપહારી તો પર અને પર્યાયથી ભિન્ન પરમાત્માતત્ત્વ જ છે. એના દર્શનનું નામ જ સમ્યગ્દર્શન છે, એના પરિજ્ઞાનનું નામજ સમ્યજ્ઞાન છે અને એનું જ ધ્યાન સમ્યક્યારિત્ર છે. એટલે એને જાણવું, માનવું અને ધ્યાન (અનુભવ) કરવું એજ ભવના અભાવ કરવાવાળો આત્મધર્મ - ધર્મનો આરંભ પણ આત્માનુભૂતિથી જ થાય છે અને પૂર્ણતા પણ એની પૂર્ણતામાં જ થાય છે. આમાં બીજા ધર્મની કલ્પના પણ કરવામાં આવતી નથી. આત્માનુભૂતિ જ આત્મધર્મ છે. સાધક માટે એકમાત્ર આજ ઈષ્ટ છે. એને પ્રાપ્ત કરવી એજ સાધકનું મૂળ પ્રયોજન છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ |(૩) સ્વરૂપની સમજણ (૧) “જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત...” અનાદિ કાળથી આ જીવે પોતાનું સાચું સ્વરૂપ શું છે, તે જાણ્યું નથી અને તેને પરિણામે આ અંનત દુઃખમય સંસારનું પરિભ્રમણ ચાલુ છે. “હું કોણ છું? ક્યાંથી થયો? શું છે સ્વરૂપ મારું ખરું? કોના સબંધે વરગાણાં? રાખું કે પરીરું?” એના વિચાર વિવેકપૂર્વક શાંતભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિધ્ધાંત તત્વ અનુભવ્યા. (૩) “સ્વ' ને ઓળખવો એટલે પોતાના કાયમી અસ્તીત્વને જાણવું. પોતાને આત્મસ્વરૂપ જાણવો. જે આત્મજ્ઞ તે સર્વજ્ઞ. શુધ્ધ, બુધ્ધ, ચૈતન્યધન, અનંત જ્ઞાનનો પિંડ, આનંદનો કંદ, સુખનો ધામ, ત્રિકાળી, જ્ઞાયક ભાવ છું એવી પ્રતીતિ થવી એજ છે “સ્વ' ની ઓળખાણ. આટલી સરળ સમજણ છે તો પછી અનાદિકાળથી આટલી નાની વાત કેમ ન સમજાઈ? ભાઈ! બહારનું બધું સમજાય છે પણ આત્માનું સ્વરૂપ જ આવું છે એજ મુશીબત છે. આત્મા (૧) સુક્ષ્મ (૨) અંદર (૩) પરોક્ષ (૪) અરૂપી (૫) અદ્રશ્ય છે તેથી સહજ જણાતાં મુશ્કેલી થાય છે. એનું સ્વરૂપ જ એવું (૬). તો આ સ્વરૂપ સમજવું કેમ? આપણે એવું મોડેલ બનાવીને તેનો અભ્યાસ કરીએ તો સમજી શકાય એમ છે. આ ફક્ત ચાર આંગળીઓનો ખેલ છે. (૧) પ્રથમ આંગળી મારા શુધ્ધ આત્માનું પ્રતિક છે. સિધ્ધનું સ્વરૂપ બતાવે છે. (૨) બીજી એને ચીટકેલી આંગળી દેવ, ગુરુ, શાસ્ત્રનું પ્રતિક છે. (૩) ત્રીજી છૂટી આંગળી મારી વર્તમાન કર્મસહિત અવસ્થાનું પ્રતિક છે. ચાર ધાતી અને ચાર અધાતી કર્મ સહિત છું. વર્તમાન અશુધ્ધ પર્યાય. (૪) છેલ્લી ટચલી આંગળી બધાથી અલગ બધી જ “પર' વસ્તુઓનું પ્રતિક છે. જે મારું નથી એ બધું આ ખાતાવહીમાં જાય. આ છે મારા સ્વરૂપનું મોડેલ' આનો અભ્યાસ કરવાથી સ્વરૂપ સમજાય. (૭) આત્માની પ્રાપ્તિ નથી થઈ એનું મહત્ત્વનું કારણ એ છે કે એનો મહિમા આપણને સમજાયો નથી. આ માટે પાંચ વસ્તુઓ છે. પ્રમોદ પરિચય-પ્રીતિપ્રવૃત્તિ અને પ્રાપ્તિ. વ્યવહારમાં પણ આજ વાત બધાને સમજાય છે. આ સ્વરૂપ સમજવામાં મારી કઈ મોટી ભૂલ થઈ? અનાદિકાળથી આપણી દ્રષ્ટિ હમેશાં “પર' પર જ રહી છે. ક્યારેય પણ આપણી દ્રષ્ટિ શુધ્ધાત્મા પર નથી ગઈ. આજ ભૂલ છે. જે “પર” મારું નથી એને મારું માન્યું છે, જેમાં રંજ માત્ર પણ સુખ નથી તેમાં સુખ માનીને અજ્ઞાનતાથી દુઃખી થઈ રહ્યો છું. Page #11 -------------------------------------------------------------------------- ________________ 街 મ (૯) આ ભૂલ સુધરે કેમ? ફક્ત દ્રષ્ટિ બદલાવવાની છે. ‘પર’ પરથી દ્રષ્ટિ હટાવી, શુદ્ધાત્મા તરફ દ્રષ્ટિ કરવાની છે. આત્માને દ્રષ્ટિનો વિષય બનાવવો છે. શ્રીમદ્ રાજચંદ્રે આ વાત બહુ જ સરળતાથી કહી છે. ‘પરથી ખસ’ - ‘સ્વમાં વસ’ - ‘એટલું જ બસ’ - (૧૦) ‘બર્હિઆત્મામાંથી અંતર આત્મા તરફવળી પરમાત્મા બની જા’ (૧૧) સ્વને જાણો, સ્વને ઓળખો, સ્વમાં શ્રધ્ધાન કરો, સ્વમાં વસો, સ્વમાં શમાઈ જાવ – ‘સ્વ’ પરમાત્મા થઈ જાવ આજ મંત્ર છે. (૧૨) ‘અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ, શુધ્ધ, બુધ્ધ, ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ સુખ ધામ” બીજુ કહીએ કેટલું, કર વિચાર તો પામ. પૂર્ણતાના લક્ષે શરૂઆત એજ વાસ્તવિક શરૂઆત છે. ‘હું પરમાઝ્મા છું’ એવું નક્કી કર. પરમાત્મા છું' એવો નિશ્ચય કર. ‘હું પરમાત્મા છું’ એવો અનુભવ કર. બસ, પરમાત્મા થવાની આજ વિધિ છે. ભાઈ! એક વખત તો માન કે ઃતું ‘ભગવાન આત્મા’ છે. જો ! જો! જો ! : -: રત્ન કણિકા : જો તને અતીન્દ્રિ આનંદ અને અંતરની સાચી શાંતી જોઈતી હોય તો મારી સામે શુ જુએ છે? તારી સામે જો. તું સ્વયં અનંતજ્ઞાન અને અનંત આનંદનો પિંડ પરમાત્મા છે. આજ દિવસ સુધી તેં શાન અને આનંદની ખોજ પરમાં જ કરી છે, પરની શોધમાં એટલો વ્યસ્ત રહ્યો છે કે હું કોણ છું? હું શું ? જાણવાનો અવસર જ પ્રાપ્ત થયો નથી. મારી સામે આંખો ફાડી ફાડીને શું જોઈ રહ્યો છે? તારી સામે જો! એકવાર આ જીજ્ઞાસાથી પોતાની તરફ જો. !! જાણવા લાયક, જોવા લાયક એકમાત્ર આત્મા જ છે, તારો પોતાનો આત્માજ છે. આ આત્મા શબ્દોથી સમજાવી શકાય એવો નથી, એને વાણીથી બતાવી શકાય એમ નથી. આ શબ્દજાળ અને વાણીવિલાસથી પર છે, આ માત્ર જાણવાની વસ્તુ છે, અનુભવગમ્ય છે. આ અનુભવગમ્ય આત્મવસ્તુ જ્ઞાનનો ઘનપિંડ અને આનંદનો કંદ છે. એટલે સમસ્ત પર પદાર્થો, એના ભાવો અને પોતાના આત્મામાં ઉત્પન્ન થતાં વિકારી-અવિકારી ભાવોથી પણ દ્રષ્ટિ હટાવી એક વાર અંતરમાં ડોકિયું કર અંતરમાં જો! જો! જો! જો! અનન્ય રુચિ જાગૃત કર : એ તો નિશ્ર્ચિત છે કે આપણી જેટલી રુચિ વિષય-કષાયમાં છે એટલી રુચિ અધ્યાત્મમાં નથી. નહિ તો મુક્તિ સહજ છે. ‘રુચિ અનુપાયી વીર્ય’ના નિયમાનુસાર આપણી સંપૂર્ણ શક્તિ ત્યાંજ લગે છે, જ્યાં રુચિ હોય છે. સ્વાધ્યાય તપના ઉપચારને પ્રાપ્ત કરવા માટે આપણે આધ્યાત્મિક સાહિત્યમાં અનન્ય રુચિ જાગૃત કરવી પડશે. 5 Page #12 -------------------------------------------------------------------------- ________________ (7 'મો (૪) વીતરાગ વાણી (૧) દરેક આત્મા સ્વતંત્ર છે, સ્વાધીન છે અને પોતાનું કાર્ય કરવા પૂર્ણ સામર્થ્યવાન છે. (૨) બધા આત્માઓ સમાન છે. પણ એક નથી. કોઈ નાનો મોટો નથી. પોતાની સમાન બીજા આત્માઓને જાણો. (૩) દરેક આત્મા સ્વયં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય, અનંત સુખથી ભરેલો છે. સુખ ક્યાંય બહારથી નથી આવતું. (૪) આત્મા જ નહીં, પ્રત્યેક પદાર્થ સ્વતંત્ર છે, સ્વયં પરિણમનશીલ છે. એના પરિણમનમાં પર પદાર્થનો હસ્તક્ષેપ છે જ નહિ. આખું જગત સ્વયં સંચાલીત છે. (૫) દરેક જીવ પોતાની ભૂલથી પોતે દુઃખી થાય છે અને પોતેજ પોતાની ભૂલ સુધારીને સ્વયં સુખી પણ થઈ શકે છે. (૬) પોતાને નહિ ઓળખવો એજ જીવની સૌથી મોટી ભૂલ છે, તથા પોતાનું સાચું સ્વરૂપ સમજવું એજ પોતાની ભૂલ સુધારવી એ છે. (૭) જો સ્વરૂપને સમજવા અને સ્વરૂપની અનુભૂતિ માટે સાચી દિશામાં યથાર્થ પુરુષાર્થ કરવામાં આવે તા દરેક જીવ સ્વાનુભૂતિ કરી પરમાત્મા બની શકે છે. (૮) ભગવાન (ઈશ્વર) જગતનો કર્તા-હર્તા નથી. એ તો સમગ્ર જગતનો ફક્ત જ્ઞાતા-દ્રષ્ટા છે. (૯) જે સમસ્ત જગતને જાણીને એનાથી પૂર્ણ અલિપ્ત વીતરાગ રહી શકે અથવા પૂર્ણ રૂપથી અપ્રભાવિત રહીને જગતને જાણી શકે તેજ ભગવાન છે. (૧૦) પોતાને જાણો, પોતાને ઓળખો, પોતાને માનો અને પોતામાં જ સમાઈ જાઓ તો સ્વયં ભગવાન બની જશો. એવી ‘“આત્મભાવના’ કરો. આત્મભાવના હું એક છું, અભેદ છું, અસંગ છું, નિવિર્કલ્પ છું, ચૈતન્યમાત્ર, શુધ્ધ, નિર્મમત છું. હું સહજ શુધ્ધ જ્ઞાન અને આનંદ જેનો સ્વભાવ છે એવો પરિપૂર્ણ છું. હું ઉદાસીન છું, જ્ઞાતાદ્રષ્ટા છું. હું સ્વપર્યાય પરિણામી સમયાત્મક છું. હું નિજ નિરંજન શુધ્ધાત્માના સમ્યગ્ શ્રધાન – જ્ઞાન અનુષ્ઠાનથી ઉત્પન્ન થતાં વીતરાગ-સહજાનંદરૂપ સુખની અનુભૂતિમાત્ર છું. હું સ્વસંવેદન જ્ઞાન વડે સ્વસંવેદ્ય છું, જાણવા યોગ્ય છું, પ્રાપ્ત થવા યોગ્ય છું. હું અબધ-સ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત છું. હું જન્મ-જરા 5 R ક Page #13 -------------------------------------------------------------------------- ________________ '; મ મરણ રહિત છું. હું દેહાદિ રહિત છું. હું પરભાવથી મુક્ત છું. સ્વભાવમાં રહેલો છું. હું અનુભવ સ્વરૂપ, શુદ્ધ ચૈતન્યમાત્ર, પરમ સમાધિમય, પરમશાંત રસમય, નિજ ઉપયોગમય છું. હું રાગ-દ્વેષ-મોહ, ક્રોધ-માન-માયા-લોભ ચાર કષાય, પાંચ ઈન્દ્રિયોના વિષયવ્યાપાર, મન-વચન-કાયાનો સર્વ પ્રકારે વ્યાપાર, ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મ, ખ્યાતિપૂજા-લોભની તેમજ ભોગોની આકાંક્ષારૂપ નિદાય, માયા અને મિથ્યારૂપ ત્રણ શલ્ય ઈત્યાદિ સર્વે વિભાવ-પરિણામોથી શુન્ય છું. ત્રણ કાળે શુદ્ધ નિશ્ચયનયથી હું આવો છું. સ્વમાંજ સ્વપણું દૃઢ ક૨વા માટે સ્વરૂપનો વિચાર કરવો. તેનું અત્યંત ભિન્નપણું વારંવાર ચિંતવવું, કારણકે સ્વરૂપના અભ્યાસથી અને સમજણથી પ્રયોગાત્મક રીતે સ્વરૂપમાં લીન થવાથી આત્માનુભૂતિ થાય છે. તે સ્વરૂપચિંતન ઉપર પ્રમાણે જણાવ્યું છે. આ પ્રમાણે ઉપયોગને અખંડસ્થિત કરી આત્મભાવના નિરંતર ચિંતવવી જોઈએ. “આત્મભાવના” (૧) આત્માનો જેવો મૂળ સ્વભાવ છે તેને અનુરૂપ વિચાર કરવો, મનન કરવું, સ્મરણ કરવું, મંથન કરવું, નિશ્ચય કરવો, અનુપ્રેક્ષા કરવી. આ સઘળું આત્મભાવનાના નામથી ઓળખાય છે. આત્મભાવના એટલે આત્માની ભાવના. જે ભાવનાનું લક્ષ અથવા મધ્યબિંદુ શુધ્ધાત્મતત્ત્વ હોય તેવી, આત્માને શુધ્ધ કરવાના આશયથી ભાવવામાં આવતી સઘળી વિચારસરણી તે આત્મભાવના જ છે. ‘‘આત્મ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે!” (૨) હવે અહીં આત્મભાવનાની આરાધના બાબત વિશેષ એ ખ્યાલમાં રાખવાનું છે કે જેનું સ્મરણ-મનન કરવું હોય તેનું સર્વતોમુખી જ્ઞાન આવશ્યક છે, કારણકે જેના ગુણ-લક્ષણાદિને બરાબર ન જાણતા હોઈએ તે પદાર્થનો ભાવ આપણને ભાસે નહિ, કે આપણું ચિત્ત તેમાં ચોંટે નહિ. જેમાં ચિત્ત ચોટે નહિ તેની વિચારણા કેવી રીતે કરી શકાય? આત્માના પરિજ્ઞાન વિના આત્મભાવના યથાયોગ્યપણ બની શકતી નથી. (૩) મૂળ દ્રષ્ટિએ વિચારતાં આત્મા શુદ્ધ, શાશ્વત, સચ્ચિદાનંદસ્વરૂપ,સહજાનંદી અને જ્ઞાતા દ્રષ્ટાપણે રહેવાના સ્વભાવવાળો છે. એમ લક્ષણ વડે જાણીને, જડ, ક્ષણ ભંગુર અને મલિન એવા આ દેહથી તેનું સ્પષ્ટ રીતે ભિન્નપણું જાણવું જોઈએ. આમ એક જગ્યાએ રહ્યા હોવા છતા દેહ અને આત્મા, વસ્ત્ર અને શરીર અથવા મ્યાન અને તલવાર કે તલ અને તેલની જેમ જુદા છે, એવો અફર નિર્ધાર આત્મભાવના ભાવવા માટે આવશ્યક છે. યથાયોગ્ય 田 Page #14 -------------------------------------------------------------------------- ________________ ' சு ה! ભેદ જ્ઞાનની પ્રક્રિયાના અભ્યાસ દ્વારા દેહ અને આત્માના જુદાપણાનો અનુભવ થઈ શકે છે એવો બુદ્ધિ દ્વારા મુમુક્ષુ નિશ્ચય કરી લે છે. આ અભ્યાસને તત્ત્વપરિશાન કહેવામાં આવે છે અને તેનો અર્થ ‘વસ્તુનું યથાર્થ સ્વરૂપ જાણીને તેનો નિર્ણય કરવો' એવો થાય છે. (૪) હવે, દેહાદિથી ભિન્ન શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ હું આત્મા છું એવી શ્રધ્ધા અને નિર્ણય પાકા થાય તે માટે, તેવો નિર્ણય જેમને થઈ ગયો છે તેવા સંતપુરુષનો સમાગમ વારંવાર કરવો જોઈએ, અને તેમની પાસેથી પ્રાપ્ત થયેલા બોધને વારંવાર પાકો ક૨વો જોઈએ. આમ, જ્યારે સત્સંગ અને સદબોધની આરાધનાથી ગુણોનો આવિર્ભાવ થાય છે ત્યારે તેનું સાધકપણું સુસ્થિત થાય છે, અને તેની દિનચર્યામાં સાત્ત્વિક ભાવોની વૃધ્ધિ થાય છે. ઉપરોક્ત ગુણો પ્રગટ થવાની સાથે હવે તેની જીવનચર્યામાં અમુક પ્રકારની સાધના નિયમરૂપે ગોઠવાઈ જાય છે. આ પ્રમાણે સત્સંગ, સ્વાધ્યાય, પ્રભુભક્તિ, દાનપ્રવૃત્તિ, તત્વવિચારણા, સંત-સમાગમ આદિ જેમ જેમ સ્થિરપણાને પામતાં જાય છે, તેમ તેમ ‘આત્મભાવના' વૃદ્ધિ પામતી જાય છે. (૫) આત્મવિચાર, આત્મસ્મરણ,આત્મધ્યાન અને આત્મઅનુભવ એમ સામાન્ય રીતે ચાર પ્રકારે આત્મભાવનાની સાધનાની પરિપક્વતાની શ્રેણીઓ છે. આ પ્રકારની આત્મભાવનાની સાથે સાથે પ્રભુ અને સદ્ગુરુના સ્વરૂપની અને તેમના ગુણોની પણ આરાધના કરવાની જરૂર છે. શુદ્ધ ભાવનામાં તો નિરંજન-નિરાકાર-સચ્ચિદાનંદ સ્વરૂપ, જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવવાળા આત્માની ભાવના કરવાની છે. (૬) આ પ્રમાણે કોઈવાર આલંબન સહિતની આત્મભાવના અને કોઈવાર આલંબન વગરની આત્મભાવના, એમ સતત અભ્યાસ ક૨વાથી અત્મધ્યાનની ભૂમિકામાં પ્રવેશ થાય છે. (૭) જેને થોડું થોડું પણ આવું આત્મધ્યાન કોઈ કોઈ વાર થાય છે તેવા મહાન સાધકને કોઈ એક વાર આત્માનો અનુભવ થઈ જાય છે. (૮) જ્યારે આમ બને ત્યારેજ અજ્ઞાન-અવિદ્યાની ગ્રંથિનો ઉચ્છેદ થઈ, જ્ઞાનજ્યોતિનું પ્રાગટય થઈ, આત્માનંદની એક અપૂર્વ-અદભૂત લહેર ઊઠે છે, જેનાથી સાધક, સંત બની જાય છે. (૯) હવે તેના જીવનની સમસ્ત પ્રવૃત્તિઓમાં દિવ્યતા - સાહજિકતા દ્રષ્ટિગોચર થાય છે તથા અનેક લૌકિક અને લોકોત્તર ગુણો તેના જીવનમાં પ્રગટ થઈ જાય છે. 5 Page #15 -------------------------------------------------------------------------- ________________ (૧૦) સત્સંગ, સ્વાધ્યાય, ગુણ-જીજ્ઞાસા, પ્રભુભક્તિ, આત્મવિચાર અને આત્મસાક્ષાત્કાર આજ આત્મનિતનો ક્રમ છે. “જ્ઞાન, ધ્યાન, વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર એ ભાવે શુભ ભાવના, તે ઉતરે ભવપાર.” જ્ઞાનીનો ઉપદેશ સ્વભાવના સામર્થ્યને જો! - બિરાજમાન, દેહથી પર ભિન્ન એક ચૈતન્ય તત્ત્વ છે. જો કે એ ચેતન તત્ત્વમાં મોહ-રાગ-દ્વેષના વિકારી તરંગો ઉત્પન્ન થાય છે, તો પણ શાન આનંદસ્વભાવી ધ્રુવતત્ત્વ એનાથી ભિન્ન પરમપદાર્થ છે, જેના આશ્રયથી ધર્મપ્રગટ થાય છે. આ પ્રગટ થવાવાળા ધર્મને સમ્યગ્દર્શનજ્ઞાન અને ચારિત્ર કહે છે. - સમ્યગ્દર્શન-શાન-ચારિત્ર દશા અંતરમાં પ્રગટ થાય, તે માટે પરમપદાર્થ જ્ઞાનઆનંદ સ્વભાવી ધ્રુવતત્ત્વની અનુભૂતિ અત્યંત આવશ્યક છે. આ અનુભૂતિને જ આત્માનુભૂતિ કહે છે. આ આત્માનુભૂતિ જેને પ્રગટ થઈ ગઈ, પર' થી ભિન્ન ચૈતન્ય આત્મા જ્ઞાન જેને થઈ ગયું, તે શીધ્ર જ ભવ-જામણથી છૂટી જશે. “પર” થી ભિન્ન ચૈતન્ય આત્માનું જ્ઞાન જ ભેદજ્ઞાન છે. આ ભેદજ્ઞાન અને આત્માનુભૂતિ સિંહ જેવી પર્યાયમાં પણ ઉત્પન્ન થાય છે. એથી હે જીવીતને એ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ. હે જીવ! તું પર્યાયની પામરતાનો વિચાર નહિ કર, સ્વભાવના સામર્થની તરફ જો. શરીર, વાણી વગેરે પરદ્રવ્યો તથા પરને લણે થતા શુભાશુભ વિબાવો તરફનું જે અનાદિનું વલણ છે તે બદલવાનું છે, પરિણામની દિશા ફેરવવાની છે. અરે! અંદર પોતે ભગવાન બિરાજે છે તેના તરફ તારું વલણ જતું નથી. અનાદિથી જે ઊંધો અભ્યાસ છે તે ફેરવવાનો છે, તેમાં ગુલાંટખાવાની છે. બહારનું જાણપણું વિશેષ હો કે ન હો, તેની સાથે કાંઈ સંબંધ નથી. રુચિનો જપ્રવાહ અનાદિથી પરને વિભાવ તરફ છે તેને બદલીને પોતાના જ્ઞાયકસ્વભાવ તરફ વાળવાનો જ્ઞાયક દ્રવ્ય જ્ઞાનને આનંદ આદિ અનંત અનંત ગુણવૈભવથી ભરેલું કોઈ અદૂભૂત તત્ત્વ છે. સ્વભાવરૂપ વિભૂતિને સુક્ષ્મ ઉપયોગ વડે એકાગ્રતાથી પકડવાથી તે આશ્ચર્યકારી દ્રવ્ય હાથમાં આવશે, જેનાથી તારી અનાદિની ભવામશરૂપ દીનતા ટળી જશે. અહા! આવું તત્ત્વ છે. જો તારે હિત કરવું હોય, ધર્મ કરવો હોય અને ભવનો અંત લાવવો હોય તો તત્તાનુસારી - સહજ | જ્ઞાન ને આનંદસ્વરૂપ, પૂર્ણ પ્રભુત્વમય, સહજ પરમ ઐશ્વર્યસ્વરૂપ ત્રિકાળી ધ્રુવ નિજ જ્ઞાયકતત્ત્વને અનુસરીને - પરિણમન કરવું એજ તારું કાર્ય છે. પુણ્ય-પાપ રૂપ વિકારી ભાવો અનાદિ કાળથી કરતો આવ્યો છે, પણ તે સંસાર છે, દુઃખમય છે અને પરિભ્રમણનું કારણ છે. હવે જો તારે ધર્મકાર્ય કરવું હોય તો જ્ઞાયકભાવ કોણ છે અને આ પુણ્ય-પાપમય વિકારી પરિણમન શું છે એનું ભેદજ્ઞાન કરી ત્રિકાળી શુદ્ધ જ્ઞાયક તત્ત્વ અનુસાર નિર્મળ દશા પ્રગટ કરવી એજ તારું કર્તવ્ય છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન ને સમ્યકરમણતા - એ તત્ત્વના અનુસાર થતી સાધકદશા છે, ધર્મીનો ધર્મ Page #16 -------------------------------------------------------------------------- ________________ (૫) સ્વરૂપની સાચી સમજ (૧) પ્રત્યેક જીવ સુખ ઈચ્છે છે અને તેનો પ્રત્યેક પ્રયત્ન સુખ પ્રાપ્તિને માટે જ થાય છે, પરંતુ હજુ સુધી તેને દુઃખ સિવાય બીજું કાંઈપણ પ્રાપ્ત થયું નથી. (૨) જે સુખ એની પાછળ દુઃખ લઈ આવે છે તે વાસ્તવિક સુખ જ નથી. પશ્ચાત દુઃખ તે સુખ નહિ. (૩) “જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત....” શ્રીમદ્ રાજચંદ્ર “આત્મસિધ્ધિ શાસ્ત્રમાં દુઃખનું કારણ બતાવ્યું છે. સાચું સુખ તો “સ્વ” માં છે. સુખ પરઆલંબીત હોઈ ન શકે. સાચું સુખ તો પોતાના આત્માને પોતાના સ્વરૂપને જોવું અને જાણવું અને તે સ્વરૂપમાં સ્થિર થઈ જવું તે છે. શાસ્ત્રની ભાષામાં સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યગ્યારિત્ર એજ મોક્ષમાર્ગ છે. સુખ છે. | (૫) જીવની પીડા અને દુઃખનું કારણ છે - રાગ અને દ્વેષ... અથવા ચાર કષાય - ક્રોધ, માન, માયા, અને લાભ. (૬) જીવની પીડા અને દુઃખના મૂળમાં ત્રણ વસ્તુઓ છે. (૧) મિથ્યાત્વ (૨) અજ્ઞાનતા (૩) અસંયમ. (૭) આ તથ્યનો વિસ્તાર નીચેની સાત વાતોમાં છે. ૧. આ જીવની સૌથી પહેલી અને મૌલિક ભૂલ એ છે કે અનંત ગુણવાળા ચૈતન્ય તત્ત્વને પોતાનો નથી માનતો પણ જડ શરીરને પોતાનું અસ્તિત્ત્વ માની લીધું છે. ૨. જીવની બીજી અજ્ઞાનતા એ મિથ્યામાન્યતા પર આધારીત છે કે સુખ-દુઃખ પર” માંથી આવે છે અને “પર” જ મને કષાય કરાવે છે. એ ભૂલી જાય છે કે બીજાઓનું પરિણમન મારે આધીન નથી. મારો બગાડસુધાર મારે આધીન છે.પર મને દુઃખી, સુખી કરી શકે નહિ. અને હું પણ બીજાઓને સુખી, દુ;ખી કરી શકે નહીં. ૩. જીવની ત્રીજી અજ્ઞાનતા પરમાં ઈષ્ટ અનિષ્ટની કલ્પના કરી રાગ-દ્વેષ કરવું છે. પર પદાર્થો જે એને અનુકૂળ રહે છે તેમાં એ ઈષ્ટની કલ્પના કરી રાગ કરે છે અને જે એને પ્રતિકૂળ રહે છે તેમાં અનિષ્ટની કલ્પના કરી દ્વેષ કરે છે ૪. જીવની ચોથી અજ્ઞાનતા એની કતૃત્ત્વ-બુદ્ધિ છે. આ આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાતા-દ્રષ્ટા રૂપ રહેવા સિવાય કાંઈપણ તે નથી કરી શકતો. T - ૧૦ Page #17 -------------------------------------------------------------------------- ________________ 街 44 પરંતુ તે સ્વયંના કાર્યને જાણતો નથી. માત્ર જ્ઞાનરૂપ રહેવાના પોતાના કાર્યે કે પુરુષાર્થને તે જાણતો નથી. પર્યાયમાં જે કંઈપણ બની રહે છે તે તો નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી બને છે - પરંતુ તે બધાને કરવાવાળો પોતે માની મિથ્યા કર્તાબુદ્ધિના કારણથી એના પુરુષાર્થમાં જ લાગેલો છે. ૫. આ જીવની પાંચમી અજ્ઞાન માન્યતા ભગવાનને કર્તા-હર્તા માનવાની છે. જગતનું પરિણમન સ્વયંસંચાલીત છે એ નથી જાણતો. ૬. આ જીવની છઠ્ઠી અજ્ઞાનતા વીતરાગી દેવ-ગુરુ-શાસ્ત્ર સંબંધી છે. આચાર્યોએ સમ્યગ્દર્શન-સમ્યગ્નાન-સમ્યગ્યારિત્રની એકતાને મોક્ષમાર્ગ કહ્યો છે. અજ્ઞાનીએ વ્રત, જપ, તપ, પૂજાપાઠ, ભક્તિને મોક્ષ માની લીધું છે એ ભૂલ છે. જો માત્ર દેવ-ગુરુ-શાસ્ત્રમાં અંટકી ગયા તો પુણ્યબંધ થશે. એને માધ્યમ બનાવી આત્મદર્શન ક૨શોતો મોક્ષમાર્ગ બનશે. ૭. સાતમી અજ્ઞાનતા – તત્વજ્ઞાન સંબંધી છે. વસ્તુસ્થિતનું સ્વરૂપ જો યર્થાથ ન સમજાય તો પુરુષાર્થ અવળો થાય છે. જ્યાં તત્ત્વજ્ઞાન સાચું નથી ત્યાં અનંતાનુબંધી કષાય થાય છે. નિમિત્તને કર્તા માનવું એ અનંતાનુબંધીનો જન્મ છે. વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થશે એ પણ તત્ત્વની ભૂલ છે. ક્રમબદ્ધ પર્યાયના સિદ્ધાંતને યોગ્યરીતે ન સમજવો એ પણ તત્ત્વની ભૂલ છે. આ રીતે આ બધી માન્યતાઓનો વિવેકપૂર્વક ચિંતન-મનન કરી આ ભૂલો સુધારવાથી પોતાના સ્વરૂપની જાણ થાય છે. આત્મવિશુધ્ધિ (૧) શુદ્ધ આત્મા વિશ્વમાં રહેલા સર્વ પદાર્થોને જેવી રીતે છે તેવી રીતે બરોબર જે જાણે છે અને જુએ છે, તે વ્યાકુળતા વિનાના અને ગુણી આત્માને શુદ્ધ જ્ઞાન સ્વરૂપ કહેવામાં આવે છે. (૨) શુદ્ધ આત્માનું આરાધન ઃ જે યોગીઓ આત્માની સર્વ સંપત્તિને પામ્યા છે, પામે છે, અને પામશે, તે સર્વે શુદ્ધ અને આનંદના મંદિર સમાન જ્ઞાન આનંદ સ્વરૂપ આત્માનું આરાધન કરીનેજ પ્રાપ્ત થયા છે. (૩) આત્મપ્રાપ્તિના સાધનો : મોક્ષ માટે સર્વજ્ઞનો ઉપદેશ અર્ધશ્લોકમાં કહેલો છે કે કેવળ શુદ્ધ જ્ઞાનસ્વરૂપ આનંદમય આત્મા હું છું તેનું સ્મરણ કરો. ‘હું શુદ્ધ ચિદ્રુપ છું’ ‘હું શુદ્ધાત્મા છું’ (૪) વિકલ્પથી ઉત્પન્ન થતું દુઃખ ઃ વિકલ્પોના સમૂહરૂપ કાદવમાંથી નીકળેલો આ આત્મા સદા સુખી છે અને તે વિકલ્પની જાળમાં રહેલો આત્મા સદા દુઃખી છે આ વાતનો અનુભવ કરો. E 5 ૧૧. Page #18 -------------------------------------------------------------------------- ________________ -1 5 (૫) જીવનો પશ્ચાતાપ ઃ સજીવ અને નિર્જીવ બધા પદાર્થો મેં જાણ્યા અને જોયા પણ કેવળ મારું પોતાનું શુદ્ધ સ્વરૂપ કોઈ વખત મેં જાણ્યું કે જોયું નથી. (૬) આત્મસ્મરણની પ્રતિજ્ઞા : સુખમાં, દુઃખમાં, મહાન રોગમાં, ક્ષુધા આદિના ઉપદ્રવમાં અને દેવાદિકના ચાર પ્રકારના પ્રસંગમાં હું આત્માનું ચિંતન કરીશ. (૭) નિશ્ચય અને વ્યવહાર ઃ જેમ બે નેત્રો વિના વસ્તુનું અવલોકન બરાબર થતું નથી તેમ આ બે નય વિના દ્રવ્યોનું અવલોકન બરાબર (યથાર્થ) થતું નથી. (૮) જડ ચેતનનો વિવેક : ચેતનાથી (આત્માથી) દેહ તથા કર્મનો અને તેનાથી ઉત્પન્ન થયેલી વિક્રિયાદિનો - ઉપાધિનો જે જ્ઞાનવડે ભેદ કરાય છે તેને ભેદજ્ઞાન કહે છે. આત્માને દેહ તથા કર્મોથી જુદો અનુભવે છે તેઓને શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. (૯) મોહ ત્યાગ : મનુષ્યમાં જ્યાં સુધી મોહની પ્રબળતા અને દીર્ઘ સંસાર પરિભ્રમણ કરવાનું હોય છે ત્યાં સુધી શુદ્ધ આત્મામાં અત્યંત નિશ્ચળ રુચિ થતી નથી. મોહનો નાશ કરવા આત્માનું ધ્યાન કરો. (૧૦) અહંકારનો ત્યાગ : અજ્ઞાની જીવો નિરંતર અહંકાર કરે છે. આ કારણે તેઓ પોતાના નિર્મળ શુદ્ધ આત્માને જોઈ શકતા નથી. આત્મજાગૃતિ ન હોય ત્યાં જ અભિમાન અને મમત્ત્વભાવ પ્રગટે છે. (૧૧) આત્મ ઉપાસકોની દુર્લભતા ઃ મોહમાં ફસાયેલા સર્વે જીવો દરેક ક્ષણે ૫૨ વસ્તુનું ચિંતન કરે છે કોઈક જીવ ક્યારેક ચિદાત્માનું ચિંતન કરતો હશે. (૧૨) જ્ઞાનાદિ રત્નત્રય ઃ સમ્યગ્નાન, સમ્યગ્દર્શન, સમ્યપ્ચારિત્રની એકતા વિના મોક્ષમાર્ગ બનતો નથી. તે સીવાય ચિદ્રુપની પ્રપ્તિ થતી નથી. . (૧૩) વિશુધ્ધિનાં સાધનો ઃ જે ઉપાય વડે આત્મામાંથી મલીનતા જલ્દી નાશ પામે તે ઉપાય મુમુક્ષુએ કરવા. આત્મામાં રાગદ્વેષની લાગણીઓ છે તેજ મલીનતા છે. તે જેટલે અંશે ઓછી થાય તેટલી વિશુદ્ધિ પ્રગટે. (૧૪) આત્મલક્ષ : આત્મકલ્યાણના ઈચ્છુક મનુષ્ય – દરેક જાતના વ્યવહાર ઉપરથી દ્રષ્ટિ હટાવી પોતાનું ચિત્ત આત્મ તરફ વાળવું. દરેક ક્ષણે આત્માની સ્મૃતિ રહેવી જોઈએ. (૧૫) પરદ્રવ્યના ચિંતનનો ત્યાગ ઃ ૫રદ્રવ્યનું ચિંતન કરવું તેજ કર્મબંધ થવાનું કારણ છે અને શુદ્ધ આત્મ દ્રવ્યનું ચિંતન કરવું તે કેવળ મોક્ષનું જ કારણ છે. (૧૬) જ્ઞાતા અને જ્ઞેય ઃ સ૨ાગતાથી પદાર્થનું જ્ઞાન ક૨વું તે દુઃખનું કારણ છે અને રાગ વિના શેયનું જ્ઞાન કરવું તે નિશ્ચયથી સુખનું કરાણ છે. ; (૧૭) ઉપાદાન અને નિમિત્ત ઃ શુદ્ધાત્માના આશ્રયેજ મોક્ષ થાય છે. નિમિત્તના આશ્રયે નહિ. ' 5 ૧૨ Page #19 -------------------------------------------------------------------------- ________________ (૧૮) કમબદ્ધપર્યાય જગતના જીવોનું પરિણમન ક્રમબદ્ધ છે એટલે બધા પ્રકારની કર્તાબુદ્ધિ છોડી – આત્મપુરુષાર્થમાં લાગવું. રત્ન કણિકા બંધન શું છે? - બંધન ત્યાં સુધી બંધન છે, જ્યાં સુધી બંધનની અનુભૂતિ છે. જો કે પર્યાયમાં બંધન છે, તો પણ આત્માતો અબંધ વભાવી જ છે. અનાદિકાળથી આ અજ્ઞાની પ્રાણી અબંધ વભારી આત્માને ભૂલીને બંધન પર કેન્દ્રિત થઈ રહ્યો છે. વસ્તુતઃ બંધનની અનુભૂતિ જ બંધન છે. વાસ્તવિકતામાં હું બાંધેલો છું આ વિકલ્પથી જ જીવ બંધાયો છે. લૌકિક બંધનથી વિકલ્પનો બંધન અધિક મજબૂત છે. વિકલ્પનો બંધન તૂટી જાય તથા અબંધની અનુભૂતિ સધન થાય તો બાહ્યબંધન પણ સહજ તૂટી જાય ચે. બંધનના વિકલ્પથી, સ્મરણથી, મનનથી દીનતા-હીનતા નો વિકાસ થાય છે. અબંધની અનુભૂતિથી મનનથી,ચિંતનથી શોર્યનો વિકાસ થાય છે. પુરુષાર્થ સહજ જાગૃત થાય છે, પુરુષાર્થની જાગૃતિમાં બંધન ક્યાં? ભગવાન આત્મા પૂર્ણ સચ્ચિદાનંદ દેવાધિદેવ છે. આત્મા વસ્તુ છે ને? જે વસ્તુ હોય તે સ્વભાવે અસુદ્ધ ન હોય, ઊણી ન હોય, તેને આવરણ ન હોય; જ્ઞાયક વસ્તુ પણ આનંદ આદિ અનંત ગુણમય પોતાની પ્રભુતાથી બરેલું પરિપૂર્ણ તત્ત્વ છે. પ્રભુ! તું તને ભૂલી ગયો છો. આ દેહ છે તે માટીનો - ધૂળનો છે, તે આત્મા નથી કે આત્મામાં નથી; વળી જે આ દયા-દાન, કામ-ક્રોધના વિકલ્પો ઊઠે છે. એ તો વિકાર છે, એ કાંઈ આત્મા નથી; એ તો નથી પણ અલ્પજ્ઞ પર્યાયપણે પણ આત્મા નથી. એ બધો તો પરના સંબંધે પર્યાયમાં થતો વ્યવહાર-અંશ છે, બંડખંડ ભાગ છે. અંદર જે અખંડ જ્ઞાયક દેવાધિદેવ બિરાજે છે તેની તને ખબર નથી. જ્ઞાનસ્વરૂપ આત્મા અનાદિથી રાગ સાથે એકતા માનીને ગૂંચવાઈ ગયો છે. જો તે જ્ઞાન અને આનંદસ્વરૂપ પોતાના સહજ અસ્તિત્ત્વને પકડે તો સ્વ-પરના એકત્વની જાતિના કારણે અનાદિથી ઊભી કરેલી તે ગૂંચવણ ટળી જાય. અરે ભાઈ!તારી મોજૂદગી રાગથી તક્ત જુદી છે; રાગાદી ભાવો તો લસિકવિભાવ છે અને તું તો જ્ઞાન સ્વભાવી કાયમી ચેતન પદાર્થ છો. રાગાદિથી | ભિન્ન જ્ઞાનસ્વરૂપ તારી ચીજની હયાતી પકડવા - સમજવા તું કદી નવરો ન થયો. આ દુર્લભ મનુષ્યજીવનમાં કરવાનું તો આ એકજ છે - સ્વ-પરનું ભેદવિજ્ઞાન બાકી બધાં થોથાં છે. અરેરે! જીવે આ વાત અનાદિ કાળના પરિમણમાં કદી જાણી નથી - પોતાને ક્યારેય જોયો નથી; જોયો હોય તો પરિભ્રમણ રહે નહિ. ભાઈ! અંદર કોઈ વસ્તુ છે કે નહિ? તત્ત્વ છે ને? તે તત્ત્વ પૂર્ણ વિજ્ઞાન ધન - આનંદધન છે. તારી જે પર્યાય પર વસ્તુને શેય બનાવીને જુએ છે તેને અંતરમાં વાવીને સ્વવસ્તુને જ્ઞાયકદ્રવ્યને-જો. જેમાં અપવિત્રતાનો, અપૂર્ણતાનો કેપૂર્ણતાનાં ભેદનો અંશ પણ નથી એવા પરમ પવિત્ર, પરિપૂર્ણ, અભેદ જ્ઞાયકતત્ત્વને અંતરમાં છે, તો તું પર્યાયમાં પણ એવો જ પ્રગટ થઈ જઈશ. અંતરમાં જે શક્તિ છે તેની પૂર્ણ વ્યક્તતા થઈ જશે. Page #20 -------------------------------------------------------------------------- ________________ [() પ્રયોજનભૂત શું છે? (૧) આ જીવને પ્રયોજન તો એકજ છે- દુઃખ ન હોય અને સુખ હોય. કોઈપણ જીવને બીજું કોઈ પ્રયોજન નથી. (૨) દુબનું ન હોવું - તેજ સુખનું હોવું છે. કારણકે દુઃખનો અભાવ એજ સુખ આ પ્રયોજનની સિદ્ધિ સાત તત્ત્વોનું સત્ય શ્રધ્ધાન કરવાથી થાય છે. તત્ત્વાર્થ શ્રધ્ધાન મોક્ષમાર્ગ! તત્વાર્થ સૂત્રમાં આમ કહ્યું છે. આ જીવને દુઃખના ત્રણ કારણ મુખ્યપણે બતાવ્યા છે. (૧) મિથ્યાત્વ (૨) અજ્ઞાનતા (૩) અસંયમ... (૫) દુઃખ દૂર તોજ કરી શકાય જો એના કારણનું નિવારણ થાય. સહજ સમજાય એવી વાત છે. (૬) અનાદિકાળથી જીવ મિથ્યાત્વ- વિપરીત માન્યતાથી જે પોતાનું નથી તેને પોતાનું માની રહ્યો - તેમ સુખની કલ્પના કરી બેઠો છે - હવે જેમાં સુખ ન હોય તો તેમાંથી કેમ મળે? (૭) એનો એ સાયો મા, ના હંસ રાંન્ગો ! सेसा मे बहिरामावा, राव्वे संजोग लखणा ।। જ્ઞાન દર્શન યુક્ત એક મારો આત્મા શાશ્વત છે. એ સિવાયના બધાજ પૌદગિલિક સંજોગો એ બધા મારા આત્માથી પર છે. (૮) આ જીવને પોતાનું પરનું જ્ઞાન આવશ્યક છે - જે મારું નથી એમાં મમત્ત્વ અહંકાર કરીને જીવ દુઃખ ભોગવે છે. આપ સ્વયં જીવ છે. શરીરાદિક અજીવ છે. આવી રીતે જીવ-અજીવનું જ્ઞાન થવાથી દુઃખ દૂર થાય. પોતાની અને પરની ભિન્નતા ભાશીત થવી જોઈએ. એવું લાગવું જોઈએ. એવું અનુભવમાં આવવું જોઈએ. આ જ વાતને શાસ્ત્રમાં ભેદ-વિજ્ઞાન કહી છે. આ ભેદનું યથાર્થ જ્ઞાન કરવાથી, શ્રધ્ધાન કરવાથી, અન્યથા જે દુઃખ થતું હતું તે દુઃખ દૂર થાય છે. આ માટે વિસ્તારથી જીવ-અજીવ તત્ત્વને જાણવા. (૯) તથા દુઃખનું કારણ તો કર્મબંધન છે - અને તેનું કારણ પણ મિથ્યાત્વાદિ આવે છે. જો એમને ન ઓળખીએ - એને દુઃખનું મૂળ કારણ ન જાણીએ તો પછી એનો અભાવ કેમ થશે?જો એમને જેમ છે તેમને જાણીએ, તો એનો અભાવ નહીં કરીએ. અને ત્યારે દુઃખી જ રહીએ - આ માટે આવ તત્ત્વને જાણવું. (૧૦) તથા સમસ્તદુઃખનું કારણ કર્મબંધન છે - જો એને ન જાણીએ તો મુક્ત થવાનો ૧૪ Page #21 -------------------------------------------------------------------------- ________________ ઉપાય નહી કરીએ ત્યારે એના નિમિત્તથી દુઃખ થાય. આ માટે બંધતત્ત્વને જાણવું. (૧૧) તથા આમ્રવના અભાવ કરવાને સંવર કહે છે - એનું સ્વરૂપ જાણીએ અને એમાં પ્રવર્તન નહી કરીએ - તો તે આઝવ છે જ. એમાં વર્તમાન તથા આગામી કાળમાં દુઃખ જ થવાનું છે. એ માટે સંવરને જાણવો. (૧૨) તથા કથનચિત્ત જો કર્મબંધના અભાવને નિર્જરા કહે છે. જો એને ન જાણીએ તો એની પ્રવૃત્તિનો ઊઘમજ નહિ થાય તો સર્વથા બંધ જ છે. જેનાથી દુઃખ થાય છે. એ માટે નિર્જરા ને જાણવું. ૩) તથા સર્વથા સર્વ કર્મનો ક્ષય થવો એનું નામ જ મોક્ષ છે. જો એને નહિ ઓળખીએ તો એનો ઉપાય નહિ કરીએ- તો પછી સંસારમાં કર્મબંધથી દુઃખ જ સહન કરવું પડે – એટલા માટે મોક્ષતત્ત્વને જાણવો. (૧૪) આ પ્રમાણે જીવાદિ સાત તત્ત્વોને જાણવા. તથા શાઆદિથી કદાચીત એમને જાણે, પરંતુ એવા જ છે એવી પ્રતીતિન આવી તો જાણવાથી શું થાય? એટલે એમનું શ્રધ્ધાન કરવું કાર્યકારી છે એટલે જીવાદિ તત્ત્વોનું સત્ય શ્રધ્ધાન કરવાથી જ દુઃખ હોવાના અભાવરૂપ પ્રયોજનની સિધ્ધિ થાય છે. એટલા માટે જીવાદિ પદાર્થ છે - તેજ પ્રયોજનભૂત જાણવા. (૧૫) એના સિવાય અન્ય પદાર્થ છે તે અપ્રયોજનભૂત છે કારણકે એમનું યથાર્થ શ્રધ્ધાન કરો કે ન કરો, એમનું શ્રધ્ધાન કાંઈ સુખ-દુઃખનું કારણ નથી આ રીતે જે કહેવામાં આવ્યા છે એવા પ્રયોજનભૂત જીવાદિક તત્વોની જાણ અને શ્રધ્ધાન કરવામાં આત્માનું હિત છે. આત્મજાગૃતિ” સર્વદ્રવ્યથી, સર્વક્ષેત્રથી, સર્વકાળથી અને સર્વભાવથી જે સર્વપ્રકારે અપ્રતિબંધ થઈ નિજસ્વરૂપમાં સ્થિત થયા તે પરમ પુરુષોને નમસ્કાર. જેને કંઈ પ્રિય નથી, જેને કંઈ અપ્રિય નથી, જેને કોઈ શત્રુ નથી. જેને કોઈ મિત્ર નથી, જેને માન-અપમાન, લાભ-અલાભ, હર્ષ-શોક, જન્મ-મૃત્યુ આદિ વંદનો અભાવ થઈ જે શુધ્ધ ચૈતન્ય સ્વરૂપને વિશે સ્થિતિ પામ્યા છે, પામે છે અને પામશે તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદાશ્ચર્ય ઉપજાવે છે. દેહપ્રત્યે જેવો વચનો સંબંધ છે, તેવો આત્મા પ્રત્યે જેણે દેહનો સંબંધ યથાતથ્ય દીઠો છે, મ્યાન પ્રત્યે તલવારનો જેવો સંબંધ છે તેવો દેહ પ્રત્યે જેણે આત્માનો સંબંધ દીઠો છે, અબદ્ધસ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે, તે મહત-પુરુષોને જીવન અને મરણ બંને સમાન છે. જે અચિંત્ય દ્રવ્યની શુદ્ધ ચિત્તિ સ્વરૂપ કાંતિ પરમ પ્રગટ થઈ અચિંત્ય કરે છે, Page #22 -------------------------------------------------------------------------- ________________ તે અચિંત્ય દ્રવ્ય સહજ સ્વાભાવિક નિજસ્વરૂપ છે એવો નિશ્ચય જે પરમ કૃપાળુ સપુરુષે પ્રકાશ્યો તેનો અપાર ઉપકાર છે. ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે, પણ કંઈ ચંદ્રભૂમિરૂપ કોઈ કાળે તેમ થતો નથી, એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એવો આ આત્મા તે ક્યારેય પણ વિશ્વરૂપ થતો નથી, સદા સર્વદા ચૈતન્ય સ્વરૂપજ રહે છે. વિશ્વમાં જીવ અભેદતા માને છે એજ ભ્રાંતિ છે. જેમ આકાશમાં વિશ્વનો પ્રવેશ નથી, સર્વ ભાવની વાસનાથી આકાશ રહિત જ છે, તેમસમ્યક દ્રષ્ટિપુરુષોએ પ્રત્યક્ષ સર્વદ્રવ્યથી ભિન્ન, સર્વ અન્ય પર્યાયથી રહિત જ આત્મા દીઠો છે. જેની ઉત્પતિ કોઈપણ અન્યદ્રવ્યથી થતી નથી, તેવા આત્માનો નાશ પણ ક્યાંથી હોય? અજ્ઞાનથી અને સ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની ભ્રાંતિ છે. તેજ ભ્રાંતિનિવૃત કરી શુદ્ધ ચૈતન્યનિજ અનુભવ પ્રમાણ સ્વરૂપમાં પરમ જાગ્રત થઈ જ્ઞાની સદાય નિર્ભય છે. એજ સ્વરૂપના લક્ષથી સર્વ જીવ પ્રત્યે સામ્યભાવ ઉત્પન્ન થાય છે. સર્વ પરદ્રવ્યથી વૃતિ વ્યાવૃત કરી આત્મા અકલેશ સમાધિને પામે છે. પરમ સુખસ્વરૂપ, પરમોત્કૃષ્ટ શાંતિ, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સમાધિને સર્વ કાળને માટે પામ્યાં તે ભગવંતને નમસ્કાર, તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેનો તે સપુરુષોને નમસ્કાર.. સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું. એક કેવળ શુદ્ધચૈતન્યસ્વરૂપ પરમોત્કૃષ્ટ, અંચિત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું, ત્યાં વિક્ષેપ શો? વિકલ્પ શો? ભય શો? ખેદ શો? બીજી અવસ્થા શી? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ પરમશાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું. હું નિજવરૂપમય ઉપયોગ કરું છું તન્મય થાઉં છું. શાંતિઃ શાંતિઃ શાંતિઃ (પત્રાંક ૮૩૩) થોડુંક ચિંતનઃ (૧) જાણન પર્યાય અને જાણનગુણ એવા લક્ષણો વડે આત્માને જાણી શકાય એ " એક જ ઉપાય છે. બીજો કોઈ ઉપાય નથી. જ્યાં જ્યાં જાણન પર્યાય છે ત્યાં ત્યાં અનંતી પર્યાય છે અને જ્યાં જ્યાં જાણન ગુણ છે ત્યાં ત્યાં અનંતગુણ છે. અને તે આત્મા છે એમ નિશ્ચય કરવો જોઈએ. . (૨) આત્મ વસ્તુ તરફ દ્રષ્ટિ કરતાંજ આત્મ પ્રાપ્તિ થાય છે. (૩) જ્ઞાનમાં જેમ જેમ સમજણ દ્વારા ભાવભાશન વધતું જાય છે. તેમ તેમ જ્ઞાનનું સામર્થ્ય વધતું જાય છે અને એ વધતાં જતા જ્ઞાન સામર્થ્ય વડે મોહ શિથિલ થતો જાય છે. જ્ઞાન જ્યાં સમ્યકપણે પરિણમે છે, ત્યાં મોહનો સમૂહનાશ પામે Page #23 -------------------------------------------------------------------------- ________________ છે. માટે જ્ઞાનથી જ આત્માની સિદ્ધિ છે, જ્ઞાન સિવાય બીજું કોઈ આત્મસિધ્ધિનું સાધન નથી. (૪) દર્શનમોહ મંદ કર્યા વિના વસ્તુસ્વભાવ ખ્યાલમાં આવે નહીં અને દર્શન મોહના અભાવ કર્યા વિના આત્મા અનુભવમાં આવે એવો નથી. (૫) જ્ઞાનના અભ્યાસથી ભેદજ્ઞાન થાય છે ને ભેદજ્ઞાનના અભ્યાસથી કેવળજ્ઞાન થાય છે. સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે. આવા જ્ઞાનના સ્વસંવદનની કળા તે મોક્ષની કળા છે. આત્માના અનુભવની આ કળા તેજ સાચી કળા છે. અનાદિ પરિભ્રમણમાં જીવ નિગોદથી માંડી નવમી રૈવેયક સુધી અનંતવાર ગયો, પણ શરીર હું છું ને રાગાદિ વિભાવની ક્રિયા હું છું એવા પસન્મુખ પરિણામ સાથે એકતાનો પ્રવાહ એક ક્ષણ પણ બદલ્યો નહિ- આત્માના સ્વભાવનો અભ્યાસ કર્યો નહિ; કેમકે તેને પોતાનું જ સ્વરૂપ છે તે તો ખ્યાલમાં આવ્યું નહિ, તો પોતાનું અસ્તિત્વ ક્યાંક માનવું તો પડશે ને?તેથી શરીર, વાણી કે રાગાદિ જે કાંઈ ચીજ જાણવામાં આવી તેમાં, આ મારું અસ્તિત્વ છે' એમ મનાયું અને “આ જ્ઞાનસ્વરૂપ આત્મા મારું અસ્તિત્વ છે એ છૂટી ગયું. કાર્ય અઘરું તો છે, કેમ કે અનાદિ જે પ્રવાહ છે તે બદલવાનો છે. નદીના પાણીનો પ્રવાહ એક બાજુથી બીજી બાજુ વાળવાનું કામ કઠણ પડે, તેમ આ અનાદિ પરસમુખતાનો પ્રવાહ બદલવો અને સ્વસમ્મુખ થવું તે અઘરું કામ તો છે, પણ તે કામ પોતે જાતે જ કરવાનું છે. ભાઈ! પરની આશા છોડી દે અને ભગવાન આત્માના નિર્વિકલ્પ જ્ઞાનસુધારસને પી. દુનિયા મને માને કે ન માને, જાણે કે ન જાણે, મારે કોઈ જાતની આશા નથી, બધી આશાપિપાશા છૂટી ગઈ છે. વસ્તુમાં જે છે-અનંતજ્ઞાન, બેહદ અપરિમિત આનંદ વગેરે અનંત ગુણવૈભવ - તેજ મારે જોઈએ છે એવી જેને અંદરથી ભાવના છે તે સાચો જિજ્ઞાસુ છે. વસ્ત્રમાં જેમ તાણાવાણા વણાઈ જાય છે. તેમ પૂર્ણાનંદ કંદ જ્ઞાયકની રુચિનું પોષણ અને તત્ત્વનું ઊડું ઘૂંટણ અંદર ચૈતન્યનની સાથે વણાઈ જવું જોઈએ, અને તો જ સાધનાનું - સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્રસ્વરૂપ મોક્ષમાર્ગનું કાર્ય થાય. લીંડાં પીપરને ૬૪ પહોર ધૂરંવાથી તેની પર્યાયમાં જેમ પૂર્ણ તીખાશ પ્રગટ થાય છે, તેમ રુચિને અંતર્મુખ વાળને સ્વરૂપનું ઘૂંટણ કરતાં કરતાં આત્માની પર્યાયમાં પૂર્ણ સ્વરૂપ બહાર આવે છે. કોઈ દયા-દાન કે વ્રત-ભક્તિ કરતાં કરતાં સ્વરૂપ બહાર આવે છે એટલે કે લગત થાય છે-એમ નથી; એ તો વિકારી ભાવ છે, તેનાથી આતમાની પ્રાપ્તિ કદી થાય નહિ. ભાઈ! આ તો જેને અંદર આત્માની પ્રસિદ્ધિ - આત્મખ્યાતિ, આત્માનુભૂતિ પ્રગટ કરવી હોય તેને માટે આ વાત છે. * * * * અંદર પૂર્ણાનંદનો નાથ ભગવાન આત્મા છે, તેની દ્રષ્ટિ, જ્ઞાન ને ભાવનારૂપ કારણ દેવું જોઈએ. રાગ અને જ્ઞાન વચ્ચે સાંઘ છે, બને એક થયાં નથી, અજ્ઞાની એક માને છે. પ્રજ્ઞાછીણી વડે બંને પોતપોતાનાં નિયત લક્ષણે જુદાં પડી જાય છે માટે કદી એક થયાં જ નથી. તેને જુદા પાડવા | માટે તીવ્ર રુચિ અને દ્રષ્ટિનું કારણ આપવું જોઈએ. કારણ આપે તો જ કાર્ય થાય. Page #24 -------------------------------------------------------------------------- ________________ (૭) યથાર્થ પુરુષાર્થથી જ મોક્ષપ્રાપ્તિ (૧) મોક્ષનો ઉપાય કાળલબ્ધિ આવતાં ભવિતવ્યાનુસાર બને છે કે મોહાદિકનો ઉપશમાદિક થતાં સ્વભાવ પ્રમાણે થાય છે? કે પોતાના પુરુષાર્થથી ઉદ્યમ કરતાં બને છે? (૨) એક કાર્ય થવામાં અનેક કારણો બને છે. આ પાંચ સમવાય જ્યારે થાય ત્યારે જ કાર્ય થાય એ વાત તો સહજ સમજાય એમ છે. (૧)સ્વભાવ (૨) કાળલબ્ધિ (૩) ભવિતવ્યતા (૪) પ્રારબ્ધ (૫) પુરુષાર્થ. (૩) જ્યારે મોક્ષનો ઉપાય બને છે ત્યાં પ્રથમ ચાર સમવાય તો બને જ છે, તથા નથી બનતો ત્યાં એ કારણે નથી મળતાં. (૪) જે કાળમાં કાર્ય બને છે તેજ કાળલબ્ધિ. જે કાર્ય થયું તે જ હોનહાર (ભવિતવ્યતા). કર્મનો ઉપશમાદિક (પ્રારબ્ધ) એ તો પુદ્ગલની શક્તિ છે. સ્વભાવ (ગુણધર્મ) મોક્ષના ઉપાય માટે તો છેજ. પુરુષાર્થથી ઉદ્યમ કરે છે તો તે આત્માનું કાર્ય છે. (૫) હવે આ આત્મા જ કારણથી કાર્યસિધ્ધિ અવશ્ય થાય તે કારણરૂપ ઉદ્યમ કરે ત્યાં તો અન્ય કારણો અવશ્ય મળે જ અને કાર્યની સિધ્ધિ પણ અવશ્ય થાય જ. તથા જે કારણથી કાર્યસિદ્ધિ થાય અથવા ન પણ થાય તે કારણરૂપ ઉદ્યમ કરે ત્યાં અન્ય કારણ મળે તો કાર્યસિધ્ધિ થાય, ન મળે તો ન થાય. (૭) હવે જિનમતમાં જે મોક્ષનો ઉપાય કહ્યો છે તેનાથી તો મોક્ષ અવશ્ય થાય જ, માટે જે જીવ શ્રી જિનેશ્વરના ઉપદેશ અનુસાર પુરુષાર્થથી મોક્ષનો ઉપાય કરે છે તેને કાળલબ્ધિ અને ભવિતવ્યતા પણ થઈ ચૂક્યાં તથા કર્મના ઉપશમાદિ થયાં તે આવો ઉપાય કરે છે, માટે જે પુરુષાર્થ વડે મોક્ષનો ઉપાય કરે છે. તેને સર્વ કારણો મળે છે અને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે, એવો નિશ્ચય કરવો. (૮) જે જીવો પુરુષાર્થ વડે મોક્ષનો ઉપાય કરતા નથી તેને તો કાળલબ્ધિ અને ભવિતવ્ય પણ નથી, અને કર્મના ઉપદેશમાદિ થયાં નથી તેથી તે ઉપાય કરતો નથી, માટે જે પુરુષાર્થ વડે મોક્ષનો ઉપાય કરતા નથી તેને તો કોઈ કારણ. મળતાં નથી તથા તેને મોક્ષની પ્રાપ્તિ થતી નથી. એવો નિશ્ચય કરવો. (૯) ઉપદેશતો બધા સાંભળે છે, છતાં કોઈ મોક્ષનો ઉપાય કરી શકે છે અને કોઈ નથી કરી શકતા, તેનું શું કારણ? ૧૮ Page #25 -------------------------------------------------------------------------- ________________ E (૧૦) જે ઉપદેશ સાંભળીને પુરુષાર્થ કરે છે તે મોક્ષનો ઉપાય કરી શકે છે, પણ જે પુરુષાર્થ નથી કરતો તે મોક્ષનો ઉપાય નથી કરી શકતો. ઉપદેશ તો શિક્ષામાત્ર છે, પણ ફળ તો જેવો પુરુષાર્થ કરે તેવું આવે. (૧૧) દ્રવ્યલિંગી મુનિ મોક્ષના અર્થે ગૃહસ્થપણું છોડી સર્વ પ્રકારે તપશ્ચયરણાદિ કરે છે, ત્યાં તેણે પુરુષાર્થ તો કર્યો છતાં કાર્ય સિધ્ધ ન થયું. માટે પુરુષાર્થ કરવાથી તો કાંઈ સિધ્ધ નથી? (૧૨) અન્યથા (સમજણ વગર) પુરુષાર્થ કરી ફળ ઈચ્છે છે પણ તેથી કેવી રીતે ફળ સિધ્ધિ થાય? તપશ્ચર્યાદિ વ્યવહાર સાધનમાં અનુરાગી થઈ પ્રવર્તવાનું ફળ શાસ્ત્રમાં તો શુભબંધ કહ્યું છે, અને આ જીવ તેનાથી મોક્ષ ઈચ્છે છે. તે કેવી રીતે થાય? એ તો ભ્રમ છે. (૧૩) એ ભ્રમનું કારણ પણ કોઈ કર્મ જ છે, પુરુષાર્થ શું કરે? સાચા ઉપદેશથી નિર્ણય કરતાં ભ્રમ દૂર થાય છે, પણ એ તેવો પુરુષાર્થ કરતો નથી તેથી જ ભ્રમ રહે છે. નિર્ણય કરવાનો પુરુષાર્થ કરે તો ભ્રમનું કારણ જે મોહકર્મ તેના પણ ઉપશમાદિ થાય ત્યારે ભ્રમ દૂર થઈ જાય, કારણકે નિર્ણય કરતાં પરિણામોની વિશુદ્ધતા થાય છે, તેથી મોહના સ્થિતિ - અનુભાગ ઘટે છે. (૧૪) નિર્ણય કરવામાં ઉપયોગ લગાવતો નથી તેનું કારણ પણ કર્મ છે ને? એકેન્દ્રિયાદિને વિચા૨ ક૨વાની શક્તિ નથી, એને તો કર્મ જ કારણ છે, પણ આને તો જ્ઞાનાવરણાદિના ક્ષયોપશમથી નિર્ણય કરવાની શક્તિ પ્રગટ થઈ છે. જ્યાં ઉપયોગ લગાવે તેનો જ નિર્ણય થઈ શકે છે, પરંતુ આ અન્ય નિર્ણય કરવામાં તો ઉપયોગ લગાવે છે અને અહીં ઉપયોગ લગાવતો નથી, એ તો પોતાનો જ દોષ છે, ત્યાં કર્મનું કાંઈ પ્રયોજન નથી. (૧૫) સમ્યક્ત્વ-ચારિત્રનો ઘાતક તો મોહ છે, એટલે તેનો અભાવ થયા વિના મોક્ષનો ઉપાય કેવી રીતે બને? '; તત્ત્વનિર્ણય ક૨વામાં ઉપયોગ લગાવતો નથી એતો આનોજ દોષ છે. પુરુષાર્થ વડે જો તત્ત્વનિર્ણય કરવામાં ઉપયોગ લગાવે તો સ્વયં જ મોહનો અભાર થતાં સમ્યક્ત્વાદિરૂપ મોક્ષના ઉપાયનો પુરુષાર્થ બને છે; તેથી તો મુખ્યપણે તો તત્ત્વનિર્ણય કરવામાં ઉપયોગ લગાવવાનો પુરુષાર્થ કરવો. અને ઉપદેશ પણ એજ પુરુષાર્થ ક૨વાના અર્થે આપીએ છીએ. એ પુરુષાર્થથી મોક્ષના ઉપાયનો પુરુષાર્થ સ્વયંમેવ થાશે. વળી તત્ત્વ નિર્ણય ન કરવામાં કાંઈ કર્મનો તો દોષ છે નહિ, પણ તારો જ દોષ છે. તું મોક્ષને દેખાદેખી ઉત્કૃષ્ટ કરે છે, પણ તેનું સ્વરૂપ ઓળખી તેને હિતરૂપ તું જાણતો નથી. હિતરૂપ જાણી તેનો ઉદ્યમ બને તે ન કરે એ અસંભવિત છે. (૧૬) જે વિચારશક્તિ સહિત હોય તથા જેને રાગાદિક મંદ હોય તે જીવ પુરુષાર્થ 5 ૧૯ Page #26 -------------------------------------------------------------------------- ________________ વડે ઉપદેશાદિકના નિમિત્તથી તત્ત્વનિર્ણયાદિકમાં ઉપયોગ લગાવે તો તેનો ઉપયોગ ત્યાં લાગે, ત્યારે તેનું ભલું થાય. જો આ અવસરમાં પણ તત્ત્વનિર્ણય કરવાનો પુરુષાર્થ ન કરે, પ્રમાદથી કાળ ગુમાવે, અગર કાં તો મંદરાગાદિ સહિત વિષયકષાયનાં જ કાર્યોમાં પ્રવર્તે કાંતથા તો વ્યવહારધર્મકાર્યોમાં પ્રવર્તે તો અવસર ચાલ્યો જાય અને સંસારમાં જ પરિભ્રમણ રહે. (૧૭) આ અવસરમાં જીવ જો પુરુષાર્થ વડે તસ્વનિર્ણય કરવામાં ઉપયોગ લગાવવાનો અભ્યાસ રાખે તો તેને વિશુદ્ધતા વધે છે અને તેથી કર્મોની શક્તિ હીન થાય છે તથા કેટલાક કાળમાં આપોઆપ દર્શનમોહનો ઉપશમ થતાં તેને તત્ત્વમાં યથાવત પ્રતીતિ આવે છે. હવે આનું કર્તવ્ય તો તત્વનિર્ણયનો અભ્યાસ જ છે. કર્મનો મંદ ઉદય હોય ત્યારે જ પુરુષાર્થ કરી મોક્ષમાર્ગમાં પ્રવર્તે તો તે મોક્ષ પ્રાપ્ત કરી લે અને તેને જ મોક્ષમાર્ગનો ઉપદેશ દે છે. (૧૮) માટે આ અવસર ચૂકવો યોગ્ય નથી. હવે સર્વ પ્રકારથી અવસર આવ્યો છે, આવો અવસર પામવો કઠણ છે; તેથી શ્રીગુરુ દયાળુ થઈ મોક્ષમાર્ગને ઉપદેશે, તેમાં ભવ્ય જીવોએ પ્રવૃતિ કરવી. (૧૯) મુક્તિ માટેનો સર્વજ્ઞનો લાધવગુણયુક્ત ઉપદેશ છે કે “હું ચૈતન્ય સ્વરૂપ, એકલો, ત્રિકાળી, નિર્મળ આનંદ સ્વરૂપ જ્ઞાયકભાવ છું” આ ભાવનું મનનચિંતન ધ્યાન-ભાવભાસન અને નિર્ણય થતાં આત્માની સાક્ષાત અનુભૂતિ થાય છે (૨૦) આત્મપિપાસુ જીવો પરભાવોમાં નિસ્પૃહ થઈને શુદ્ધ ચિતૃપની પ્રાપ્તિ માટે અસંગ બની, આત્મધ્યાન રૂપી વ્રજ વડે અનાદિકાળના ભવબંધનને ભેદી નાખે છે. જે સિધ્ધ થયા છે તે ભેદવિજ્ઞાનના અભ્યાસથી થયા છે. તથા જે બંધાયા છે તે ભેદ વિજ્ઞાનના અનઅભ્યાસથી-તેના અભાવથી સંસાર રૂપ બ્રમણમાં બંધાયા છે. તેથી શુદ્ધ ચિદ્વપના ધ્યાન માટે ચિંતાનો અભાવ, એકાન્તવાસ, સમીપ મુક્તિગામીતા, ભેદ-વિજ્ઞાન તથા નિર્મમતા પ્રધાન છે. આ જ મુક્તિનો મહામાર્ગ છે. મન-વચન-કાયાથી “હું શુદ્ધ ચિપ છું' એમ સ્મરણ કરતાં ભાવભાસન કરતાં, અહોનિશ સાતત્ય અનુભવતાં આત્મજ્ઞાનપ્રાપ્તિ સહજ ઉર્દિત થાય છે. યથાર્થ લક્ષ્ય થતાં લક્ષ્યવાન લક્ષિત થાય છે. યથાર્થ મહિમા આવતાં મહિમાવાન અનુભવાય છે. પરમાર્થ જ્ઞાન પ્રાપ્ત થતાં જ્ઞાનવાન અનંતશક્તિનો પિંડ પરમચૈતન્ય પરમાત્મ દશા પમાય છે. આત્મસ્વરૂપનું ચિંતન-મનન-નિદિધ્યાસન-ભાવભાસન થતાં આત્મદર્શન સુલબ બને છે. ભવ્ય આત્મા જ્ઞાતાદ્રષ્ટારૂપ એક અંખડ પ્રતિભાસમય ચૈતન્ય પરમાત્મામાં Page #27 -------------------------------------------------------------------------- ________________ ચિત્તને સંલગ્ન કરતાં જ્ઞાન-દર્શનનો અનુભવ થાય છે. અનુભવકાળે તો અતિન્દ્રિય આનંદના ફુવારા ઊડે છે. જ્યાં મન-બુધ્ધિ-ચિત્ત કશું જ કાર્યકારી નથી, માત્ર પરમ ચૈતન્ય અવસ્થા બની રહે છે. શુદ્ધ ચિદ્રુપની પ્રાપ્તિના ઉપાયો અનેક છે પણ ધ્યાન જેવો ઉપાય થયો નથી, છે નહિ અને થશે પણ નહિ. માટે નિરંતર આત્મધ્યાનનો પુરુષાર્થ જાગ્રતઆત્માર્થી જીવે અવશ્ય કર્તવ્ય છે. તત્ત્વજ્ઞાન અર્થાત આત્મજ્ઞાન પ્રથમ છે. તત્ત્વ એટલે પદાર્થ અને જ્ઞાન એટલે જ્ઞાતાપણું તેમાં લીનતા થતાં યથાર્થ ભાવ પ્રગટે છે. તેજ સર્વજીવનું પોતીકું સ્વરૂપ છે. તેજ સ્વરૂપ બધા પ્રાપ્ત કરે એજ શુભ ભાવના ! યથાર્થ પુરુષાર્થ” (૧) જીવનનું પ્રયોજન શું છે? આ જીવને દુઃખ નથી જોઈતું. સુખ જોઈએ છે. (૨) દુઃખના અભાવને સુખ કરે છે. (૩) દુખના કારણોનું નિવારણ કરવામાં આવે તો દુઃખનો અભાવ થાય છે. (૪) દુઃખના કારણો કયા? (૧) મિથ્યાત્વ (૨) અજ્ઞાનતા (૩) અસંયમ (૫) મિથ્યાત્વ (વિપરીત માન્યતા) શું છે? જે મારુ નથી અને મારું માન્યું છે. (પદ્રવ્યો) જે મારુ છે એને મારું માન્યું નથી. (આત્મા) અજ્ઞાનતા શું છે? મિથ્યાજ્ઞાન શું છે? જેમાં મારું સુખ નથી તેમાં મારું સુખ જાણ્યું છે. સંસાર) જેમાં મારું સુખ છે તેમાં મારું સુખ જાણ્યું નથી. (આત્મા) હું આત્મા છું અને હું સુખરૂપ છું (૬) પ્રશ્ન છે અભિપ્રાય બદલાવવાનો.... પ્રશ્ન છે નિર્ણય કરવાનો પ્રશ્ન છે નિશ્ચય કરવાનો પ્રશ્ન છે અનુભવ કરવાનો (આનું જ નામ યથાર્થ પુરુષાર્થ) (૭) હું પરમાત્મા છું એવો નિર્ણય કર, નિશ્ચય કર, અનુભવ કર. (૮) કોઈપણ કાર્ય થવા માટે પાંચ સમવાય જરૂરી છે. (૧) સ્વભાવ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૯) (૨) કાવલબ્ધિ (૩) ભવિતવ્યતા (૪) પ્રારબ્ધ (૫) પુરુષાર્થ અહીં તો દુઃખ મુક્તિના પુરુષાર્થની વાત છે. સત્ય - યથાર્થ - કાર્યકારી પ્રયોજન સિધ્ધ થાય એ પુરુષાર્થ યથાર્થ નિર્ણય કરવાનો પુરુષાર્થકરી તેનું શ્રદ્ધાન કરવાનું છે. ક્રિયાકાંડ એ પુરુષાર્થ નથી - એ તો ભમ્ર છે. (૧૦) આપણું અત્યારનું મતિ, શ્રુત જ્ઞાનનું સોપશમ આ નિર્ણય કરવા પુરુષાર્થ કરે તો આ મનુષ્યભવમાં શક્ય છે. (૧૧) આ જ અવસર છે. આ દેહ છોડતાં પહેલાં, આ દર્શનમોહનો નાશ કરવાનો નિર્ણય કરવાનો છે; મિથ્યાત્વને ઓગાળવું પડશે. (૧૨) આના ઉપાય છે - સતત ભેદ-જ્ઞાન-હું સર્વ અન્ય દ્રવ્યથી ભિન્ન છું. સ્વરૂપની સમજણ -સ્વરૂપની સાચી અનુભૂતિ સત્સંગ અને સ્વાધ્યાય -સ્વજાગૃતિ અને ધ્યાન અનુભવીઓનો (જ્ઞાનીઓનો) સંગ - એકાંત આત્મસ્મૃતિ. - સ્વાધ્યાય શીલતા (૧) વારંવાર સત્સંગનો યોગ અને સંતમહાત્માઓનો પરિચય. (૨) પ્રશસ્ત ક્રમનું નિયમથી અનુસરણ, એટલે કે મનને જરા પણ નવરું ન રહેવા દેતાં કાંઈને કોઈ સારા કાર્યમાં નિરંતર જોડાયેલું રાખવું. (૩) સાસ્ત્રોનો પધ્ધતિપૂર્વક અને નિયમપૂર્વક અભ્યાસ.. (૪) પરમાત્માની ભક્તિ-પૂજા-સ્તુતિ વડે વિનયગુણની આરાધના અને પોતાના દોષો પ્રત્યે સજાગતા. (૫) સારી ટેવો પાડીને અને ઉપયોગી નિયમો ધારણ કરીને વ્યસન રહિતતાની સિધ્ધિ અને નિયમિત જીવન જીવવાની ટેવ જેથી ઈન્દ્રિયો અને મનનું જીતવું | સરળ થાય અને સાધનામાં મન સહેજે સ્થિર થઈ શકે. (૬) મનને ઉન્મત બનાવનાર બાહ્ય સાધનોનો અપરિચય; નાટક, સિનેમા, ભવાઈ, કલબ, અશિષ્ટ મનોરંજનમાં ન જોડાવું તે. (૭) અશિષ્ટ સાહિત્યનો અપરિચય - કામોત્તેજક વાર્તાઓ, ફોટાઓ, નવલિકાઓ કે ગાયન-નાટકન વાંચવા અને તે પુસ્તકો વગેરે પોતાની પાસે પણ ન રાખવાં. (૮) આહારવિષયકશિસ્તમાં બહુમરી-મસાલાવાલા પદાર્થોનો અને ડુંગળી-લસણ વગેરેનો ત્યાગ. માંસાહાર, દારૂ અને ગાંજો-ચરસ-અફીણનો સર્વથા ત્યાગ. બહુ ગરિષ્ટ પદાર્થો ઘી-દૂધ-મલાઈ-વગેરેનું માત્ર અમુક પ્રમાણમાં જ ગ્રહણ જેથી સામાન્ય શરીર-સ્વાસ્થય જળવાય, પરંતુ ઈન્દ્રિયો ઉન્મત ન બને. પ્રસન્નતાથી સ્વાધ્યાય, સત્સંગ અને ધ્યાનમાં મન લગાવવાથી સાધનામાં સ્થિરતા આવતી જશે અને તત્ત્વનો અભ્યાસ અને નિર્ણયથી આત્મજાગૃતિ સતત વધતી રહેશે. Page #29 -------------------------------------------------------------------------- ________________ (૮) સ્વાનુભૂતિ (૧) સાચું સુખ મેળવવા માટે આપણે પરોન્મુખી દ્રષ્ટિ છોડી, સ્વયંને આત્માને) જોવો પડશે, સ્વયંને જાણવો પડશે, કારણકે આપણું સુખ આપણા આત્મામાં છે. આત્મા અનંત આનંદનો કંદ છે, આનંદમય છે, એટલે સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળાઓએ આત્મોન્સુખી થવું જોઈએ. પોતાની દ્રષ્ટિ આત્મા તરફ કરવી પડશે. (૨) સાચું સુખ તો આત્મા દ્વારા અનુભવની વસ્તુ છે, કહેવાની વસ્તુ નથી, દેખાડવાની વસ્તુ નથી.સમસ્ત પર પદાર્થો પરથી દ્રષ્ટિહટાવી, અંતર્મુખ થઈને પોતાના જ્ઞાનાનંદ સ્વભાવી આત્મામાં તન્મય થવાથી એ પ્રાપ્ત કરી શકાય છે; કારણકે આત્મા પોતે સુખમય છે, એટલે આત્માનુભૂતિ જસુખાનુભૂતિ છે. સ્વાનુભૂતિ છે. (૩) ઊંડાણથી વિચાર કરવામાં આવે તો એ પ્રતીત થાય છે કે આત્માને સુખ ક્યાંથી પ્રાપ્ત કરવાનું નથી; કારણેકે એ શુખથી જ બન્યો છે, સુખમયે જ છે, સુખી જ છે. જે સ્વયં સુખસ્વરૂપ હોય તેને સુખ બીજે ક્યાંથી મેળવવાનું હોય? સુખ એ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી, ભોગવવાની વસ્તુ નથી, અનુભવ કરવાની ચીજ છે. સુખ માટે તડપવું શું?તડપનમાં સુખનો અભાવ છે. સુખને ચાહવું શુ? ચાહ સ્વયં દુઃખ રૂપ છે. ઈચ્છાનો અભાવ એજ સુખ છે. (૪) સુખ શું છેસુખ ક્યાં છે? સુખકેમ પ્રાપ્ત થાય?આબધા પ્રશ્નોનો એકજ જવાબ છે. એકજ સમાધાન છે, અને તે છે “આત્માનુભૂતિ - સ્વાનુભૂતિ'. (૫) “કોણ છું?” “હું દ્વારા જે આત્માનું કથન કરવામાં આવે છે. તે આત્મા અંતરોન્મુખી દ્રષ્ટિનો વિષય છે. અનુભવગમ્ય છે. આ અનુભવગમ્ય આત્મવસ્ત જ્ઞાનનો ઘનપિંડ અને આનંદનો કંદ છે. સમસ્ત પરભાવોથી ભિન્નતા અને જ્ઞાના દિમય ભાવોથી અભિન્નતા જ એની શુદ્ધતા છે. એ એક છે. અનંત ગુણોની અખંડતા જ એની એકતા છે. આવો આ આત્મા માત્ર આત્મા છે. બીજું કાંઈ નથી. હું હુંજ છું. અને મારામાં બધું છે. હું પરિપૂર્ણ છું. આત્મા વાણીવિલાસ અને શબ્દજાળથી પર છે - માત્ર અનુભવગમ્ય છે. આત્માનુભૂતિ - આત્મતત્વ સબંધી વિકલ્પોનો અભાવ કરીને – નિર્વિકલ્પ દશા - પ્રકટ થવાવાળી સ્થિતિ છે. આત્મા નિર્વિકલ્પા - સ્વસંવેદ્ય તત્ત્વ છે. નિર્વિકલ્પક તત્ત્વની અનુભૂતિ વિકલ્પો દ્વારા નથી કરી શકાતી. (૬) અન્તરોન્મુખી વૃત્તિ દ્વારા આત્મસાક્ષાત્કાર સ્થિતિનું નામ જ આત્માનુભૂતિ છે. વર્તમાન પ્રગટજ્ઞાનને પરલક્ષથી ટાવી, સ્વદ્રવ્યમાં (ત્રિકાળી ધ્રુવ આત્મ તત્વ) લગાડી દેવું એજ આત્મસાક્ષાત્કારની સ્થિતિ છે. આ સ્થિતિ જ્ઞાન તત્વથી નિર્મિત થવાથી, જ્ઞાન તત્વની ગ્રાહક હોવાથી અને સમ્યજ્ઞાન ૨૩ Page #30 -------------------------------------------------------------------------- ________________ પરિણતિની ઉત્પાદક હોવાથી જ્ઞાનમય છે. આત્માનુભૂતિ જ્ઞાયક, શેય, જ્ઞાન અને શાપ્તિરૂપ થઈને એના ભેદથી રહિત અભેદ અને અખંડ છે. તાત્પર્ય એ છે કે જાણવાવાળો પણ સ્વયં આત્મા છે અને જાણવામાં આવવાવાળો પણ સ્વયં આત્મા જ ત છે, અને જ્ઞાનપરિણતિ પણ આત્મમય થઈ રહી છે. (૮) આ જ્ઞાનમય દશા આનંદમય જ છે - આ જ્ઞાનાનંદમય છે. આમાં જ્ઞાન અને આનંદનો ભેદનથી. આ જ્ઞાન પણ ઈન્દ્રપાતીત અને આનંદ પણ ઈન્દ્રયાતીત. આ અતિક્રિય જ્ઞાનાનંદની દશાજ ધર્મ છે. અતીન્દ્રિય જ્ઞાનાનંદ સ્વભાવી ધ્રુવતત્ત્વ પર સંપૂર્ણ પ્રગટ જ્ઞાનશક્તિનું કેન્દ્રીભૂત થઈ જવું જ ધર્મની દશા છે. એટલે એકમાત્ર એજ જ્ઞાનાનંદ સ્વભાવી ધ્રુવતત્વ ધ્યેય છે, સાધ્ય છે અને આરાધ્ય છે. તથા મુક્તિના પથિક તત્ત્વાભિલાષીને સમસ્ત જગત અધ્યેય, અસાધ્ય અને અનારાધ્ય છે. (૯) આ ચૈતન્યભાવરૂપ આત્માનુભુતિ જ કરવા યોગ્ય કાર્ય (કર્મ) છે. પરની કોઈપણ પ્રકારની અપેક્ષા વિના ચેતન આતમજ આનો કર્તા છે. આ ધર્મપરિણતિરૂપ જ્ઞાનચેતના સમ્યક ક્રિયા છે. આમ કર્તા, કર્મ અને ક્રિયાનો ભેદ કથનમાત્ર છે. આમ તો ત્રણે જ્ઞાનમય હોવાથી અભિન્ન (અભેદ) જ છે. (૧૦) ધર્મનો પ્રારંભ જ આત્માનુભૂતિથી થાય છે અને પૂર્ણતા પણ એની પૂર્ણતામાં થાય છે. આત્માનુભૂતિ જ આત્મધર્મ છે. સાધક માટે એકમાત્ર આજ ઈષ્ટ છે. એને પ્રાપ્ત કરવું એજ સાધકનું મૂળ પ્રયોજન છે. (૧૧) યુક્ત પ્રયોજનની સિધ્ધિ હેતુ જે વાસ્તવિકતાઓની જાણકારી આવશ્યક છે એને જે પ્રયોજનભૂત તત્વ કરે છે. અને એના સંબંધમાં કરવામાં આવેલ વિકલ્પાત્મક પ્રયત્નજ તત્ત્વવિચાર કહેવામાં આવે છે. ‘હું કોણ છું?” (જીવ તત્વ), “પૂર્ણ સુખ શું છે?” (મોક્ષ તત્વ) આ વૈચારિક પ્રક્રિયાના મૂળભૂત પ્રશ્ન છે. હું સુખ કેમ પ્રાપ્ત કરું અર્થાત્ આત્મા અતીન્દ્રિયઆનંદની દશાને કેમ પ્રાપ્ત કરે? જીવતત્વ - મોક્ષતત્વ સ્વરૂપ કયા પ્રકારે પરિણમિત થાય? આત્માભિલાષી મુમુક્ષુના માનસમાં નિરંતર આ મંથન ચાલતું જ રહે છે. (૧૩) એ વિચારે છે કે ચેતન તત્વથી ભિન્ન, જડ તત્વ સત્તા લોકમાં છે. આત્મામાં પોતાની ભૂલથી મોહ-રાગ-દ્વેષની ઉત્પત્તિ થાય છે. તથા શુભાશુભ ભાવોમાં જ - પરિણતિમાં જ આ જીવ ઉલજી ગયો છે. જ્યાં સુધી આત્મા પોતાના સ્વભાવને જાણીને આત્મનિષ્ઠ નહી થઈ જાય ત્યાં સુધી મુખ્યતઃ મોહ-રાગકેયની ઉત્પત્તિ થતી જ રહેશે. એની ઉત્પતિ અટકે એનો એક માત્ર ઉપાય ઉપલબ્ધ જ્ઞાનનો આત્મ-કેન્દ્રિત થઈ જવું છે. આનાથી શુભાશુભ ભાવોનો અભાવ થઈને વીતરાગ ભાવ ઉત્પન્ન થશે. એ એક સમય એવો થશે જ્યાં - II (૧૨) ૨૪ Page #31 -------------------------------------------------------------------------- ________________ સમસ્ત મોહ-રાગ-દ્વેષનો અભાવ થઈને આત્મા થઈને આત્મા વીતરાગપરિણતિરૂપ પરિણમિત થઈ જાય. બીજા શબ્દોમાં પૂર્ણ જ્ઞાનાનંદમય પર્યાયરૂપ પરિણમિત થઈ જાય. (૧૪) ઉપર જણાવેલ વૈચારિક પ્રક્રિયા જ તત્ત્વવિચારની શ્રેણી છે. સ્વાનુભૂતિ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા નિરંતર તત્ત્વમંથનની પ્રક્રિયા છે. પરંતુ તત્ત્વમંથનરૂપ વિકલ્પોથી આત્માનુભૂતિ પ્રાપ્ત નથી થતી. આત્માનુભૂતિ પ્રાપ્ત કરવા માટે સમસ્ત જગત પરથી દ્રષ્ટિ હટાવવી પડશે. આત્માથી ભિન્ન- શરીર- કર્યાદિ જડ (અચેતન) દ્રવ્યતો પર જ છે. પોતાના આત્માને છોડી અન્ય ચેતન પદાર્થ પણ પર છે, તથા આત્મામાં પ્રતિસમય ઉત્પન્ન થવાવાળી વિકારી-અવિકારી પર્યાયો (દશા) પણ દ્રષ્ટિનો વિષય નથી બની શકતી. એનાથી પણ પરઅખંડ ત્રિકાળી ચૈતન્ય ધ્રુવ આત્મા છે. એ એજ એકમાત્ર દ્રષ્ટિનો વિષય છે. જેના આશ્રયથી આત્માનુભૂતિ પ્રગટ થાય છે. તેને ધર્મ કહેવામાં આવે છે. આ આત્મતત્ત્વપ્રતિ વર્તમાન જ્ઞાનના ઉઘાડનો સર્વસ્વસમર્પણ જ આત્માનુભૂતિનો સાચો ઉપાય છે. આ એક અનિવાર્ય શરત છે. આ બાબત એક નિષ્ઠા અતિ આવશ્યક છે. વિકલ્પદશામાં તત્ત્વનો વિચાર બધી બાજુએથી કરવાનો હોય છે. પણ જ્યારે નિર્વિકલ્પ દશાની વાત આવે છે-સ્વાનુભૂતિની વાત આવે છે ત્યારે અભેદ આત્મા એકજ દ્રષ્ટિનો વિષય છે. (૧૫) આ આત્મા પોતાની ભૂલથી પર્યાયમાં ગમે તેટલો ઉન્માર્ગી બને, પણ આત્મસ્વભાવ તેને કોઈ દિવસ છોડી દેતો નથી. આત્માનો પરમ પારિણામિક ભાવ તો હંમેશા એવો જ રહે છે અને એટલે આત્મા હમેશાં વિશુદ્ધ જ છે. એ કોઈ દિવસ મલિન કે અશુદ્ધ થતો જ નથી. આ જ કારણે મોક્ષતત્ત્વ છે અને એનો ઉપાય પણ છે. ફક્ત વાત એટલીજ છે કે જ્યાં સુધી આ આત્મા પોતાની દ્રષ્ટિને સમસ્ત પરપદાર્થોથી હટાવી આત્મનિષ્ઠ નહિ થાય ત્યાં સુધી આત્મસ્વભાવની સાચી અનુભૂતિ પ્રાપ્ત થઈ શકતી નથી. આત્માનુભૂતિ પ્રાપ્ત કરવા બાહ્ય સાધનોની રંજમાત્ર પણ અપેક્ષા નથી. આવશ્યકતા નથી. કારણકે સ્વયંને -સ્વયંનીજ - સ્વયંદ્રારાતો અનુભૂતિ કરવી છે. આત્માનુભૂતિમાં પરના સહયોગનો વિકલ્પ પમ બાધક છે. સાધક નથી. એટલે આત્માનુભૂતિના અભિલાષી મુમુક્ષુઓને પરના સહયોગની કલ્પનામાં આકુલીત ન રહેવું જોઈએ. જ્ઞાન (આત્મા)નો જ્ઞાન કરવા માટે જ્ઞાન (પ્રકટ જ્ઞાન પર્યાય)ને જ્ઞાનમાં (આત્મામાં) લગાવવો પડશે. ધર્મ પરિભાષા નહીં - પ્રયોગ છે. આત્માનુભૂતિ પ્રયોગ છે. એટલે ર૫ Page #32 -------------------------------------------------------------------------- ________________ આત્માર્થીને ધર્મને શબ્દોમાં ટણ ન કરતાં જીવનમાં અનુભવના ધોરણે ઉતારવો જોઈએ - આત્માર્થીએ ધર્મમય બની જવું જોઈએ. ધર્મમય બની જવું - આત્મમય બની જવું - જ્ઞાનમય બની જવું - આનંદમય બની જવું એજ આત્માનુભૂતિ” છે. ચિંતન કોઠીમાં જેમ ઘઉંભિન્ન છે તેમ આત્મામાં ગુણો ભિન્ન નથી. આત્મા તો જ્ઞાન-આનંદ આદિ અનંત ગુણોથી ભરપૂર અભિન્ન પદાર્થ છે, તેમાં જો અધૂરાશમાનીશ તો તારી દ્રષ્ટિમાં પૂર્ણ સ્વભાવનો સ્વીકાર નહિ આવે. પર્યાયમાં અપૂર્ણતા છે માટે વસ્તુસ્વભાવ પણ અપૂર્ણ-અધૂરો છે એમ જો માનીશ તો તારી દ્રષ્ટિમાં મિથ્યાત્વ થશે. તને શુદ્ધતા નહિ પ્રગટે. પ્રભુતું સ્વભાવે પૂરો છે, અધૂરો નથી. | ‘જેમ કંચનને કાટ લાગતો નથી, અગ્નિને ઊધઈ લાગતી નથી, તેમ જ્ઞાયક સ્વભાવમાં આવરણ, |ઊણપ કે અશુદ્ધિઆવતી નથી તું મને ઓળખી તેમાં લીન થાતો તારા સર્વ ગુણરત્નોની ચમક પ્રગટ થશે! આહા, આ વસ્તુ ! વાત કેટલી સરસ છે! “હું કેવળ શાયક છું, બીજું બધું પર છે એમ અંતરમાં જયારે બરાબર ખ્યાલ આવે ત્યારે જીવને સમ્યગ્દર્શન થાય અને ભવના અંત આવે. શાયકને ઓળખવાનું કામ કરે, નહિતર ભવનો અંત નહિ આવે. પ્રભુ ધર્મી તેને કહીએ કે જેને એક જ્ઞાયકભાવ રુચે, વિભાવભાવ આવે, પણ રુચે નહિ. . આ ૪ બ પર છે પંચમ પરમભાવ કહો, પરમ પરિણામિક ભાવ કહો, દ્રવ્યદ્રષ્ટિના વિષયભૂત ત્રિકાળશુદ્ધ દ્રવ્યસામાન્ય કહો, શાયક ભાવ કહો કે ભૂતાર્થ સ્વભાવ કહો - બધાનો અર્થ એક જ છે. “ભૂતાર્થને આશ્રિત જીવ સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે.' એમ સમયસારમાં કહ્યું છે. ભૂતાર્થ એવો જે ત્રિકાળશુદ્ધ પરમપરિણામિક ભાવ તેનો આશ્રય કરવાથી, તેને પકડવાથી, વર્તમાન પર્યાયને તેની સન્મુખ લઈ જવાથી, વર્તમાન પર્યાય વડે તેમાં જ “અહં' પણું સ્થાપવાથી સમ્યગ્દર્શનથી માંડીને પૂર્ણતા સુધીની બધી શુદ્ધિઓ પ્રગટે છે. જ્ઞાયક પરમભાવનો આશ્રય કરવાથી પ્રથમ સમ્યગ્દર્શનરૂપ આંશિક શુદ્ધિનો પ્રારંભ થાય છે, પછી તો દરિયામાં જેમ ભરતી આવે તેમ શુદ્ધિમાં ભરતી આવે છે. દરિયામાં ભરતી કાંઠે આવે છે ને? તેમ અનંતગુણના ભંડારસ્વરૂપ પરમભાવનો અંતરમાં સ્વીકાર થઈને આશ્રય લીધો ત્યાં પર્યાયમાંશુદ્ધિની ભરતી આવેચે.અહા!શુદ્ધિની શરૂઆતને શુદ્ધિની વૃદ્ધિબધું પરમપરિણામિકભાવ સ્વરૂપ ત્રિકાળ શુદ્ધ જ્ઞાયક પરમભાવના આશ્રયે જ થાય છે. બાકી બાહ્યલક્ષે લાખો શાસ્ત્ર ભણે ને લાખો-કરોડો તપસ્યા કરે તો પણ અંતરમાં શુદ્ધિની શરૂઆત પણ નહિ થાય. આ ત્રિકાળી દ્રવ્ય અભેદ છે અને તેને હું ગ્રહણ કરું છું. એમ પર્યાયમાં-ભેદમાં ઊભો ઊભો અભેદ છું માને એ દ્રષ્ટિ પણ મિથ્યાત્વ છે. પર્યાયમાં ઊભો ભો એટલે કે ભેદમાં-પર્યાયમાં હું | પણું રાખીને “આ દ્રવ્ય અભેદ છે' એમ લક્ષ કરે છે ત્યાં પોતે પર્યાયમાં ઊભો છે, માટે તે પર્યાયદ્રષ્ટિ ખરેખર તો પર્યાય, ગુણભેદ ને ‘આ અભેદ દ્રવ્ય હું છું (આ ને હું) એવો ભેદ પણ કાઢી નાખીને ત્રિકાળ શુદ્ધ અભેદ જ્ઞાયકમાં “હું' પણું સ્થાપી દેવું - શ્રદ્ધાનમાં અભેદ જ્ઞાયકપણે પરિણમી જવું તેજ સાચો દ્રવ્યદ્રષ્ટિ છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ ) સ્વાનુભૂતિની વિધિનો ક્રમ સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે, આત્માનો અનુભવ કરવા માટે પ્રથમ શું કરવું? (૧) પ્રથમ શ્રુતજ્ઞાનના અવલંબનથી, જ્ઞાનસ્વભાવ નિજ આત્માનો નિર્ણય કરવો. (૨) દરેક જીવ સુખને ઈચ્છે છે, તો પૂર્ણ સુખ કોણે પ્રગટ કર્યું છે, તેવા પુરુષ કોણ છે, એની ઓળખાણ કરવી. (૩) તે પૂર્ણ પુરુષે સુખનું સ્વરૂપ શું કહ્યું છે તે જાણવું.તે સર્વજ્ઞ પુરુષે કહેલી વાણી તે આગમ છે, માટે પ્રથમ આગમમાં આત્માના સુખનું સ્વરૂપ શું કહ્યું છે તે ગુરૂગમે બરાબર જાણવું. (૪) જ્ઞાનસ્વરૂપ આત્માનો યથાર્થ નિર્ણય કરવામાં સાચાં દેવ-ગુરુ-શાસ્ત્રનો નિર્ણય કરવાનું વગેરે બધું આવી જાય છે. આગમનું અવલંબન કરી જ્ઞાન સ્વભાવ આત્માનો નિર્ણય કરવો. (૬) નિર્ણયને પાત્રતા છે. આ છે સ્વરૂપની સાચી સમજણ. આ છે જ્ઞાન દશાનું પ્રથમ પગથીયું. આવો નિર્ણય કરવાની જ્યાં રુચિ થઈ ત્યાં અંતરમાં કષાયનો રસ મંદ પડી જાય. કષાય ઉપશાંત થયા વિના આ નિર્ણયમાં પહોંચી શકાય નહિ. “કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ,ભવે ખેદ,પ્રાણી દયા” આછે ઉપશમદશા. હવે આત્મા અનુભવ માટે રુચિનો પુરુષાર્થ ઉપડવો જોઈએ. એકાગ્રતાનો પ્રથમ અભ્યાસ કરવો પડે. ઉપયોગને સીમીત કરવાનો મહાવરો કરવો જોઈએ. (૯) હવે શરીરાદિ અને રાગાદિથી અલગ - આત્માનો અનુભવ કરવા ભેદજ્ઞાન કરવાનો અભ્યાસ કરવો. એની વિધિ આ પ્રમાણે છે. (૧૦) વિધિ :પહેલાં શુદ્રષ્ટિ વડે પર પદાર્થોને આત્માથી જુદાં કરવા. ૨. પછી સમજણ વડે શરીરને આત્માથી જુદું કરવું. ૩. પછી તેજશ-કાશ્મણરૂપ શરીરને આત્માથી જુદો ગણવો. અંદરમાં આઠ કર્મ જનિત રાગાદિ ઉપાધીભાવોને પણ જુદા ગણવાં. છેવટે ભેદજ્ઞાનના વિકલ્પના વિલાસને પણ જુદો ગણવો. એ બધાની અંદર સૂક્ષ્મ ચૈતન્ય પ્રભુ અખંડરૂપ બિરાજે છે. સ્વસમ્મુખ થઈ અંતરમાં દ્રષ્ટિ કરવી. ૭. તેને મતિ-શ્રુત જ્ઞાનના પ્રમાણ વડે અંતરમાં ધારણ કરીને, તેનોજ વિચાર | Page #34 -------------------------------------------------------------------------- ________________ મો કરીને, તેમાં જ મગ્ન થવું. મગ્ન થતાં થતાં તેમાં જ લીન થઈ જવું. ૮. એ લીનતામાં હવે એકજ વાત બાકી રહે .... હું શાયક..જ્ઞાયક... જ્ઞાનક એવી લગની લાગે. ૯. ભગવાન આત્મા અનંત અનંત ગુણ સંપન્ન જ્ઞાનાનંદ સ્વરૂપ છે એનો મહિમા લાવીને સ્વ સન્મુખ રહેવું. ૧૦. જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માનો પ્રમોદ, પરિચય, પ્રીતિ, પ્રવૃત્તિ થાય તો એની પ્રાપ્તિ થયા વગર રહે નહિ. એનો અનુભવ થાય જ. આ નિજપદને સાધવાની વિધિ છે. આ જ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાની વિધિ છે. આ જ સમ્યક્દશા છે. આવી ઉત્કૃષ્ટ લગની લાગે તો અનુભવ થવા વગર રહે નહિ. ઉપયોગને – રૂચિને બહારથી સમેટી લઈ નિશ્ચયપણે અંતરમાં લગાવાથી અનુભવ થયા વગર રહે નહિ. જ્ઞાનાનંદ આત્માનો સ્વાદ ચાખવા મળેજ. આ જ છે સ્વાનુભૂતિ - આત્માનુભૂતિની સંક્ષેપમાં વિધિ. આત્મ અનુભવ કેવી રીતે કરવો ? (૧) દરેક વ્યક્તિ એક સાથે ત્રણ ક્રિયાઓ કરી રહી છે. (૧) શરીરની ક્રિયા (૨) શુભ-અશુભ વિકારી પરિણામ (૩) જાનન રૂપ ક્રિયા – જાણવાની ક્રિયા. (૨) આમાંથી પહેલાં બે કામો તો નાશવાન છે. જ્યારે ત્રીજું જાણાનું ત્રિકાળ રહે છે. પહેલી બે ક્રિયાઓ પર આશ્રિત છે.આતમની સહજ સ્વભાવિક ક્રિયા નથી. (૩) તેથી આ પરાશ્રિત ક્રિયામાં ફે૨માત્રથી ધર્મ થવાનો જરાય સંભવીત નથી ધર્મ તો આત્માનો સાવ છે. તેનો સંબંધ ત્રીજી ક્રક્રિયા સાપ્તે છે. જાનનક્રિયા છે. પોતાની સ્વભાવિક ક્રિયાને ન ઓળખવી એજ અહંકાર છે, આ જ મિથ્યાત્વ છે. ન (૪) ધર્મની શરૂઆત કરવા માટે આપણે સૌએ પ્રથમ નિર્ણય કરવો પડશે કે જાનનક્રિયાતો મારા જ્ઞાન સ્વભાવમાંથી ઉત્પન્ન થાય છે. તે મારી પોતાની ક્રિયા છે. જ્યારે બીજી બે ક્રિયાઓ શરીર તથા મનની ક્રિયાઓ કર્મને કારણે થઈ રહી છે. (૫) પ્રથમ આ ત્રણે ક્રિયાઓને એકબીજીથી ભિન્ન જાણવી. પછી માત્ર જાનનક્રિયામાં પોતાપણું - તાદાત્મ્ય સ્થાપવું જરૂરી છે. જ્ઞાન સમાનમ પોતાનું સર્વસ્વ સ્થાપિત કરવાનું છે. જ્યાંથી તે જ્ઞાન વિશેષની લહેર ઊઠે છે. (૬) થોડીક મિનિટો એકાંતમાં બેસી મનમાં ઊઠતાં વિકલ્પોનાર્તા ન થતાં માત્ર જાણવાવાળો યા જ્ઞતા બનવા મથવું. મનમાં કોઈપણ ભાર ચાલતો હોય તેને 1; 5 ૨૮ Page #35 -------------------------------------------------------------------------- ________________ માત્ર દેખતા જવું. સ્વાનુભવ માટે સૌથી પહેલાં બુદ્ધિના સ્તરે પોતાના ચેતન સ્વભાવને બધા પદાર્થોથી, સર્વ સંબંધોથી, શરીરથી, વિચાર વિકલ્પોથી, શુભ-અશુભ વિકારી ભાવોથી તથા મોહાદિકઆઠ પ્રકારનાં કર્મોથી બિનઅલગછે મુદો છે તે નિર્ણય કરવાનો છે. જો ધ્યેયપૂર્વક પુરુષાર્થ કરીએ, જોવાવાળા પર જોર દેતા રહીએ તો કાંઈક ઘટતું બનતું હોય તેવા અનુભવ થશે. એક ક્ષણ માટે શૂન્ય જેવું લાગશે. નિર્વિચાર સ્થિતિ ઉત્પન થશે. બધું શૂન્યજવાથી માત્ર એક જાણવાવાળો જ્ઞાતા રહેવાનો. જ્યારે જ્ઞાનના અખંડપિંડ સન્મુખ થાય છે તેની સાથે અભેદ-એકત્ત્વ સ્થાપે પોતાની સત્તાનો માત્ર પોતાના અસ્તિત્ત્વમાં જ અનુભવ કરે - પોતાની જ્ઞાનપર્યાયમાં પોતાના ચૈતન્યસ્વભાવને શાય બનાવી તેને સ્વસ્વરૂપ દેખે ત્યારે આત્મદર્શન થશે - રાગદ્વેષ શરીરાદિથી ભિન્ન પોતાના સ્વભાવનો અનુભવ થશે. (૧૦) આ જ છે સ્વાનુભવ - આત્માનુભવ - આત્મદર્શન અને નિજસત્તાવલોકન (૯). શાનીનો ઉપદેશ સર્વજ્ઞની વાણીમાં એમ આવે છે કે અમારા કહેલાં શાસ્ત્રોની શ્રધ્ધાને અમે સમ્યગ્દર્શન કહેતાં નથી. તારા આત્માની સન્મુખ થઈને પ્રતીત થવી, અનુભવ થવો તે એક જ સમ્યગ્દર્શન છે. બીજ પ્રકારનું સમ્યગ્દર્શન અમે કહ્યું નથી, કહેતાં નથી ને છે પણ નહીં. ભગવાન તારામાં તું પૂરો પડયો છે, તારે કોઈની જરૂર નથી. પરસનુખના જ્ઞાનની પણ તને જરૂર નથી, પર પાર્થની તો જરૂર નથી, પર પાર્થની શ્રધ્ધાની તો જરૂર નથી, પરસનુખના આશ્રયે થતાં દયા-ધન આદિના રાગભાવની તો જરૂર નથી; એ તો ઠીક પણ ભગવાન આ અને ગુણ આ' એવા મનના સંગે ઉત્પન થતાં વિકલ્પની પણ તને જરૂર નથી. વસ્તુ સ્વભાવ જ એવો છે માટે તારામાં ને સર્વજ્ઞમાં ભરે ન જાણ, જુદા ન પાડી સમ્યગ્દર્શન દીપિકામાં કહ્યું છે કે એક ક્ષણ પણ સિધ્ધ પરમાત્માથી જુદો પાડે તે મિથ્યાદ્રષ્ટિ સંસારી છે. કેમ? કેમ કે એક ક્ષણ પણ જે સિધ્ધ પરમાત્માથી પોતાને જુઘે માને છે તેણે રાગને વિકલ્પની એકતા માની છે, રાગને પરનો કર્તા થઈને ત્યાં રોકાયો છે. તેથી વીતરાગ પરમાત્માથી એક ક્ષણ પણ જુો રહ્યો તો મૂઢ મિથ્યાદ્રષ્ટિ સંસારી નિગોદગામી છો ! હું જ્ઞાતા અને આનંદસ્વરૂપ છે,પરમાં મારું જ્ઞાન નહીંને આનંદ નહીં, પરને લઈને મારી ચીજમાં અનુકૂળતા કે પ્રતિકૂળતા છે જ નહીં - એમ જાણવું ન માનવું તેને હોંશિયારી કહેવાય છે ને બાકી બધી મૂઢતા કહેવાય છે. જગતમાં કોઈ તારું શત્રુ કે મિત્ર નથી, દરેક પર પદાર્થ સ્વતંત્ર છે. માટે પોતાનું હિત | ચાહનારા બુદ્ધિમાન પુરુષોએ કોઈ પ્રત્યે લેપ કરવો નહિ. તે તે પર પદાર્થો તેની યોગ્યતા પ્રમાણે પરિણમે છે, તારે એની સાથે શું સંબંધ છે, જે દ્રવ્યનું જ વેગે, જે કાળે, જે ભાવે, પરિણમન થવાનું છે તે દ્રવ્યનું તે વેત્રે, તે કાળે, તે ભાવે જે પરિશમન થશે તેમાં તારું અને મારું કંઈ ચાલવાનું નથી એમ સમતા રાખીને, શાંતિ રાખીને, શાતા-દ્રણ રહેવું, દ્વેષ નહિ કરવો. અશાન છોડીને ગુસ્સો (છોડીને સમતા રાખવી. ૨૯ Page #36 -------------------------------------------------------------------------- ________________ (૧૦) પાત્રતા સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શનસમ્યગ્યારિત્રની એકતા એજ મોક્ષમાર્ગ છે. આ સ્વરૂપની સમજણ અને સ્વરૂપની પ્રાપ્તિ માટે જે જ્ઞાન દશા અને સમ્યફદશા બનાવવી પડે એ પૂર્વે દરેક જીવે મુમુક્ષુદશા બનાવવી પડે. આ કાર્ય કરતાં પહેલાં જીવની યોગ્યતા - પાત્રતા બહુ જ જરૂરી છે. વ્યવહારના દરેક ક્ષેત્રે પણ આ પાત્રતાની જરૂરીઆત જણાય જ છે. (૧) વિશાળ બુધ્ધિ (૨) સરળતા (૩) મધ્યસ્થતા (૪) જિતેજિયપણું એ ચાર પાત્રતાના ઉત્તમ લક્ષણો છે. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ.” સૌ પ્રથમ (૧) કષાયોને શાંત કરવાના ઉપાય વિચારીએ. (૧) ક્રોધ - પ્રતિપક્ષી - ક્ષમા (૨) માન :- પ્રતિપક્ષી - નમ્રતા - વિનય (૩) માયા :- પ્રતિપક્ષી - સરળતા... (૪) લોભ :- પ્રતિપક્ષી - સંતોષ (૨) માત્ર મોક્ષ અભિલાષ - હવે બધી જ ઈચ્છાઓનો નિરોધ કરવાનો છે. મુક્તિ સિવાય બીજી બધી જ ઈચ્છાઓની સમાપ્તિ. હવે સમય બહુ નથી એટલે ઝડપથી મોક્ષમાર્ગે પ્રયાણ કરવું જરૂરી છે. (૩) ભવે ખેદ - હવે વધુ ભવનથી કરવા... બીજા વધુ જન્મ નથી કરવા... બીજા વધુ શરીર નથી કરવા... આ ભવમાં પણ શરીરની પ્રવૃતિઓ મર્યાદીત કરી નાખવી છે. એ માટે ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિ જેને આઠ પ્રવચન માળાઓ કહી છે એનો અભ્યાસ અને આચરણ બહુ જરૂરી છે. (૪) પ્રાણીદયા - જગતના સર્વે જીવો પ્રત્યે દયા, અનુકંપા... જગતના સર્વે જીવો પ્રત્યે મૈત્રીભાવ વિકસાવવાનો છે. મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મૂજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે” આ રીતે મુમુક્ષુદશા - યોગ્યતા - પાત્રતા વિકસાવવી પડશે. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય.” આ ગુણો મુમુક્ષુના હૃદયમાં સદાય જાગ્રત હોય અર્થાત એ ગુણો વિના મુમુલુપણું પણ ન હોય. ૩૦ Page #37 -------------------------------------------------------------------------- ________________ ર ૧. ' દયા - દયા ધર્મનું મૂળ છે. અહિંસા પરમો ધર્મ. પ્રથમ બાહ્ય દયા અને પછી પોતાના આત્માની સ્વદયા. સર્વાત્મામાં સમદ્રષ્ટિધો, આ વચનને હૃદયે લખો. શાંતિ - આત્માની દયા આવી, સંસારથી પાછો વળ્યો તો જ્ઞાનીની આજ્ઞાએ વર્તાય તેટલી શાંતિ વેદાય.. શાંતિ એટલે બધા વિભાવ પરિણામથી થાકવું - નિવૃત થવું. શારીરિક, માનસિક અને આત્મિક શાંત . વિભાવથી મુકાઈ, સ્વભાવમાં રહેવું તે શાંતિ. ૩. સમતા - દયા આવી ત્યાં આત્માની દાઝ આવી તેથી પછી શાંતિનો માર્ગ લો અને શાંતિ આવે એટલે સમતા ભાવ થાય. રાગ-દ્વેષના પરિણામ ઓછા થાય - સ્વરૂપમાં ઠરી રહેવું તે સમતા છે. સમતા એ આત્માનો સહજ સ્વભાવ છે. ક્ષમા :- સમતા ધારણ કર્યા છતાં નિમિત્તોના ઉદયથી આત્મામાં ખળભળાટ થાય. ક્રોધાદિ ઉદય આવે તેને ક્ષમા દ્વારા સમાવે. જીવને સખતો શાંતિ- સમતા અને ક્ષમામાં જ છે. ક્ષમા એ વીરનું ભૂષણ છે. સત્ય - સાચામાં સાચી વસ્તુ આત્મા છે. હું આત્મા છું એના સિવાય બધું જ જૂઠું.દેહદ્રષ્ટિનો ત્યાગ કરે અને આત્મદ્રષ્ટિ થાય ત્યારે જ પરમાર્થ સત્ય સમજાય ૬.અને ૭. ત્યાગ અને વૈરાગ્યઃ- “આત્મપરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાભ્ય અધ્યાસ નિર્વતવો તેને શ્રી જિન ત્યાગ કહે છે.” “ગૃહ કુટુંબાદિ ભાવને વિષે અનાસક્ત બુદ્ધિ થવી તે “વૈરાગ્ય' છે. રાગનો નાશ તે વૈરાગ્ય રાગ, દ્વેષ, રહીતપનું તેનું જ નામ વીતરાગતા... આ વીતરાગના માર્ગમાં આવી પાત્રતા જોઈએ. ચિંતન વીતરાગ વાણીમાં કહેલાં તત્ત્વોનું સ્વરૂપ વિપરીત અભિનિવેશ રહિત જેને બેઠું છે એ ભવ્ય જીવના ભવ નાશ થઈ જાય છે. ભગવાનની વાણી ભવનો ઘાત કરનારી છે, એ જેને બેસે છે એ જીવની કાળલબ્ધિ પણ પાકી ગઈ છે, એના ક્રમબધ્ધમાં પણ ભવનો ઘાત થવાનો છે, તેને | ભવિ કે અભાવ એવી શંકા રહે જ નહિ. તે ભવિ જ હોય અને એને એવો નિશંક નિર્ણય થઈ જાય કે હું ભગવાન છું, ભગવાન સ્વરૂપ છુંને અલ્પકાળમાં ભગવાન થઈ જવાનો છું - એમ પાકો નિર્ણય આવી જાય. Page #38 -------------------------------------------------------------------------- ________________ (૧૧) સરળ - મોક્ષ માર્ગ] મોક્ષમાર્ગ જીવની ત્રણ દશા બનાવવાથી થાય છે. (૧) જ્ઞાન દશા (૨) સમ્યક્ દશા (૩) મુમુક્ષુ દશા (૧) જ્ઞાન દશા - જ્ઞાન દશા એટલે યથાર્થ સ્વરૂપની સમજણ. આ સમજણ પ્રાપ્ત કરવાનો એકજ ઉપાય છે. સદ્ગુરુ બોધ. સત્સંગ અને સ્વાધ્યાયથી આ કાર્ય સફળ થઈ શકે છે. જો તારી પાત્રતા હશે તો સરૂનો બોધ પરિણમે તેના પરિણામથી સુખદાયક એવી સુવિચારણા પ્રગટે જ્યાં સુવિચારદશા પ્રગટે ત્યાં નિજજ્ઞાન (આત્મજ્ઞાન) ઉત્પન્ન થાય... એ આત્મજ્ઞાનથી મોહનો ક્ષય થાય છે. અને નિર્વાણપદ પ્રાપ્ત થાય છે. “મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત; તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ ભાત.” “સકળ જગત તે એઠવતું, અથવા સ્વપ્નસમાન; તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન.” (૨) સમ્યફદશા -સ્વરૂપની પ્રાપ્તિ-સ્વાનુભૂતિ-આત્માનુભૂતિ....જે કાંઈ જ્ઞાન મળ્યું છે - સમજણ આવી છે તેને સ્વઅનુભવથી પ્રમાણભૂત કરવું પડે. અહીંયા પ્રબળ પુરુષાર્થની જરૂર છે. વીર્યને એ દિશામાં સ્ફરમાન કરવાનું છે. “વીતરાગતા' - રાગ-દ્વેષ વગરના સ્વરૂપની અનુભૂતિ કરવી છે. આ માટે ધ્યાનમાર્ગ” નો યથાતથ અભ્યાસ કરી પ્રયોગના ધોરણે કાર્ય કરવું પડે. આ માટે “ભેદવિજ્ઞાનનો અભ્યાસ અને “આત્મભાવના' નો અભ્યાસ, એકાંત, મૌન અને ધ્યાનનો (એકાગ્રતાનો) અભ્યાસ જરૂરી છે. આત્માને ધ્યાનનો ધ્યેય, જ્ઞાનનો શેય, શ્રધ્ધાનો શ્રધ્ધય બનાવવાનો છે. અનુભૂતિના કાળમાં ધ્યાતા - ધ્યાન અને ધ્યેય એક જ થઈ જાય છે. જ્ઞાન એટલે જાણવું - ધ્યાન એટલે સતત આત્માને જાણતા રહેવું. (૩) મુમુક્ષુદશા - “દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય.” આ ગુણો વિના મુમુલુપણું ન હોય. આવી મુમુક્ષુદશા બનાવવી પડે. હવે મોક્ષમાર્ગને હજી થોડો વધુ સરળ બનાવીએ મોક્ષ એ આત્માની એક અવસ્થા છે. “મોક્ષ કહ્યો નિજ શુધ્ધતા'. સર્વ કર્મનો ક્ષય એટલે મોલ' તો આ ક્ષય કેમ થાય? Page #39 -------------------------------------------------------------------------- ________________ 5 ' ‘રાગ, દ્વેષ, અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃતિ જેહથી, તેજ મોક્ષનો પંથ.’ કર્મ અનંત પ્રકારના છે તેમાં મુખ્ય આઠ છે. (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણી (૩) મોહનીય (૪) અંતરાય (૫) નામ (૬) ગોત્ર (૭) આયુષ્ય (૮)વેદનીય... તેમાં મુખ્ય ‘‘મોહનીય’’ તેના બે વિભાગ (૧) દર્શન મોહનીય (૨) ચારિત્ર મોહનીય-પ્રથમ દર્શન મોહનીયનો છેદ કરવો પડે - મિથ્યાત્વનો નાશ કરવો પડે. શ્રધ્ધાની અભિપ્રાયની ભૂલ સુધારવી પડે. દ્રષ્ટિ બદલાવવી પડે. અનાદિકાળથી જે દ્રષ્ટિ ‘પર’ માં છે એ ફેરવી ચૈતન્ય તત્ત્વ ‘ભગવાન આત્મા' તરફ દ્રષ્ટિ કરી તેના આશ્રયે પુરુષાર્થ કરવો પડે. મારું સુખ – સ્વમાં છે – ર્મારા આત્મમાં છે એ નિર્ણય થવો જોઈએ. કરોડો વર્ષનું સ્વપ્ન હોય તોપણ જાગૃત થતાં તરત શમાય છે, તેમ અનાદિનો વિભાવ છે તે આત્મજ્ઞાન થતાં દૂર થાય છે. છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ; નહિ ભોક્તા તું તેહનો, એજ ધર્મનો મર્મ.’ એજ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ.’ શુધ્ધ, બુદ્ધ, ચૈતન્યધન, સ્વયં જ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ.’ જીવને અનાદિ કાળનો દેહાધ્યાસ થઈ ગયો છે તેને દૂર કરવો, આત્માને દેહથી ભિન્ન એવા પોતાના સ્વરૂપને ઓળખવો, માનવો એજ કહેવા માટે આ પ્રયોજન છે. વિભાવમાં પરિણમે છે, તેને બદલે સ્વભાવમાં પરિણમવું એજ ધર્મ છે અને તે પ્રમાણે વર્તવાથી કર્મની નિર્જરા થઈ મુક્ત અવસ્થા પ્રાપ્ત થાય છે. આત્મા પોતાના સ્વરૂપમાં આવે એજ ધર્મ છે, અને પોતાના સ્વરૂપમાં સ્થિર થવું એજ મોક્ષ છે. આત્માનું પોતાના શુદ્ધ સ્વરૂપનું પ્રગટવું એજ મોક્ષ છે. આવા શુધ્ધાત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરવી એજ આપણો ધર્મ છે. બધા જ એ અવસ્થા પ્રાપ્ત કરે એજ શુભ ભાવના ! 66 99 તો હવે કેવી રીતે સાધના કરવી? ' (૧) (૨) નિયમિત ‘સત્સંગ’ અને ‘સ્વાધ્યાય' કરવો... આત્માના લક્ષે .... ‘ભેદવિજ્ઞાન'ની વિધિ સમજી તેના પ્રયોગ કરવા. ૩૩ આત્માની અનુભૂતિના લક્ષે ‘આત્મભાવનાથી' એની શરૂઆત થાય છે. 0.00 5 Page #40 -------------------------------------------------------------------------- ________________ દિવસમાં બે વખત બે ઘડી “આત્મસ્વભાવમાં લીન થવાનો મહાવરો કરવો... આ જ સાચું સામાયિક છે. દરરોજ સુતા પહેલાં “ક્ષમાપના” કરવી - હળવા થવા માટે. આ જ સાચું પ્રતિક્રમણ છે. બને ત્યાં સુધી સ્વભાવમાં રહેવાનો મહાવરો કરવો અને વિભાવમાં ન જવાય એવા પ્રત્યાખાન લેવાં. સતત - દિવસ અને રાત્રી મુમુક્ષુદશા બનાવી રાખવી અને પોતાના અંતર પરિણામ નિષ્પક્ષપાતથી સતત જાગૃત અવસ્થામાં તપાસતાં રહેવાં. પાત્રતા સતત કેળવતા જ રહેવી. “ઉપજે મોહવિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર.” આત્માનું સ્મરણ સતત રહેવું જોઈએ. દરેક ક્રિયા આત્માના આશ્રયે જ (૬) થાય. હું પરમાત્મા છું' એવું નક્કી કર; હું પરમાત્મા છું, એર્વો નિશ્ચય કર; હું પરમાત્મા છું, એવો અનુભવ કર. પૂર્ણતાનાલશે શરૂઆત એજ વાસ્તવિક શરૂઆત છે. મોક્ષમાર્ગનો,પરમાત્માથવાનો આ જ અચૂક ઉપાય છે. શાનીનો ઉપદેશ જે કાળે જે પર્યાય થવાની છે તે થાય છે, થાય જ છે તેને કરવી એટલે શું? જે થાય છે અથવા જે છે જ, તો જે છે તેને કરવું શું?દ્રવ્યદ્રષ્ટિથવાથી ભાવનામના ગુણને લીધે નિર્મળ પરિણતિ થાય જ છે, તે તે કાળે તે પર્યાય થાય જ છે અથવા છે જ અથવા તે સ છે જ તો તે સતને કરે શું? જે કાવે જે પર્યાય થાય છે તેને કરે એ તો વિરોધ થઈ ગયો છે તેને જાણે. કર્મનો ઉદય છે તેને જાણે છે. ઉદયને નિર્જરાને આત્મા કરતો નથી, જાણે છે. તે સમયે કર્મનું ખરવું, અશુધ્ધતાનું ગળવું ને શુધ્ધતાનું વધવું એવી ત્રણ પ્રકારની નિર્જરા તે સમયમાં છે જ છે તેને કરે છે તેને જાણે ૩૪ Page #41 -------------------------------------------------------------------------- ________________ -ઈ F (૧૨) “મિચ્છામિ દુક્કડં” (૧) ‘મિચ્છામિ દુક્કડં’ એ માગધી ભાષાનું પદ છે. તેનું સંસ્કૃત ‘મિચ્છામિ દુષ્કૃત્ય’ એમ થાય છે. અને તેનો ગુજરાતી અર્થ ‘મારૂં દુષ્કૃત્ય મિથ્યા થાઓ' એવો થાય છે. (૨) ત્યારે “દુષ્કૃત” શું છે એ પ્રથમ સમજવું જોઈએ. મિથ્યાત્વ તે મહાપાપ છે અને તેથી તે મોટામાં મોટું ‘‘દુષ્કૃત’” છે. જીવ જે કુબે જન્મ છે તે કુળમાં ઘણે ભાગે કોઈને કોઈ ધર્મની માન્યતા હોય છે કુલ-ધર્મની તે માન્યતાને ઘરમાં પોષણ મળે છે. વળી ધંધાદારી કામમાં પડી જતાં કુળ-ધર્મની માન્યતાનું યથાર્થ સ્વરૂપ શું છે. તેની વિચારણા કરવાનો તેને વખત મળતો નથી. એટલે ઓધ સંજ્ઞાએ ક્રિયાઓ પોતે કે પોતાના સગા સંબંધીઓ જે કરે તે ધર્મ હોવો જોઈએ એમ માની લઈ પોતાનું જીવન ચલાવે છે. ‘આત્માનો સ્વભાવ તે ધર્મ છે. એમ તો તેને સાંભળવાનું ઘણે ભાગે મળતું નથી. આ પ્રમાણે પોતાના સ્વભાવનું ઘોર અજ્ઞાન તે સેવ્યા કરે છે. આ ઘોર અજ્ઞાન તે પહેલા નંબરનું ‘દુષ્કૃત છે. માટે તે અજ્ઞાન ટાળી પોતાનું સ્વરૂપ યથાર્થ જાણવાની જરૂર છે. તે જાણ્યા સિવાય સાચું સુખ પ્રગટે નહીં. અને ખરૂં ‘મિચ્છામી દુક્કડં’ થાય નહિ. (૩) સાચું ‘મિચ્છામિ દુક્કડં' શું છે તે સમજવા માટે એક પાઠ આ પ્રમાણે છે. ‘‘અંધ બની અજ્ઞાનથી કર્યો અતિશય ક્રોધ, તે સવિ મચ્છામિ દુક્કડં”. આવા પાઠ ઘણા જીવો બોલે છે, વાંચે છે. પણ તેનો અર્થ સમજી ખરૂં ‘મિચ્છામિ દુક્કડં” કરતા નથી. (૪) ‘અજ્ઞાન’ થી અંધ બન્યો એમ કહ્યું પણ અજ્ઞાન ટાળવા જીવ પુરુષાર્થ કરે નહીં અને એ પદ બોલ્યા કરે તેથી ‘અજ્ઞાન’ જાય નહીં અને સાચું ‘મિચ્છામિ દુક્કડં’ થાય નહીં, પરિણામે અજ્ઞાનથી જીવ અંધ બની રહે. પોતે આધુનિક કેળવણી લીધી હોય, વળી સામાજિક પ્રતિષ્ઠા કાંભક સારી હોય તો પોતે ‘અજ્ઞાની’ છે એમ માને નહીં, પોતાને ડાહ્યો માને એટલે તો તેને અજ્ઞાન ટાળવાનું બને જ ક્યાંથી? પણ જીવનું યથાર્થ સ્વરૂપ સમજ્યા વગર લૌકિક કેળવણી ગમે તેટલી લીધી હોય તે પણ જીવ અંશમાત્ર સુખી થાય નહીં અને સમયે સમયે અનંત દુઃખ ભોગવે. બહારની સગવડથી પોતે પોતાને સુખી માને પણ તેથી કાંઈ ખરું સુખ આવી જાય નહીં, કેમકે પોતાના સ્વરૂપની અણસમજણ ‘અજ્ઞાન’ તો ઊભું જ છે, તેજ ‘દુષ્કૃત’ છે. (૫) ‘કર્યો અતિશય ક્રોધ' એ પદમાં ગંભીર મર્મ છે. પોતાના સ્વરૂપની અરુચિ તે જીવનો અતિશય ક્રોધ છે. જીવ તે ટાળે નહીં ત્યાંસુધી પોતે સુખી થાય નહીં અને સાચું મિચ્છામિ દુક્કડં થાય નહીં. (૬) ‘પરનું હું કરી શકું’, ‘પર મારું કરી શકે’, ‘પુણ્યથી ધર્મ થાય’, ‘પુણ્યધર્મમાં 5 5 ૩૫ Page #42 -------------------------------------------------------------------------- ________________ પો સહાયક થાય’ એ માન્યતા તે સંસારનું બીજ છે. તે ‘દુષ્કૃત’ પ્રત્યે જ્યાં સુધી હેય બુદ્ધિ આવે નહીં ત્યાં સુધી પર પ્રત્યેનું મમત્વ અભિપ્રાયમાંથી પણ છુટે જ નહીં માટે દુષ્કૃતને મિથ્યા કરવા માટે આત્માનું સાચું સ્વરૂપ, યથાર્થ સ્વરૂપ જાણવું જોઈએ. (૭) જ્યારે જીવ પોતાનું યથાર્થ સ્વરૂપ સમજે અને એવી જ યથાર્થ સ્વાનુભૂતિ (આત્માનુભૂતિ) થાય - પ્રતીતિ થાય - ત્યારેજ તેને સમ્યગ્દર્શન પ્રગટે છે. સમ્યગ્દર્શનનું પ્રગટ કરવું તે મિથ્યાત્વના પ્રતિક્રમણની સાચી ક્રિયા છે. (૮) સમ્યગ્દર્શન પ્રગટ કરે ત્યારે જ ભૂતકાળમાં કરેલા ભાવ કર્મના નિમિત્તે આવેલા દ્રવ્યકર્મોને મિથ્યા કરનારું સાચું પ્રતિક્રમણ થાય છે. જીવ સમ્યગ્દર્શન પ્રગટ કરે તે મિથ્યાદર્શનનું પ્રતિક્રમણ છે. સમ્યગ્દર્શન પ્રગટ કરી પોતાના સ્વરૂપમાં લીન થઈ ચૈતન્ય સ્વરૂપ આત્માના અનુભવમાં સ્થિર થાય તે મિથ્યાચારિત્રનું પ્રતિક્રમણ છે. આ યથાર્થ પ્રતિક્રમણ ખરૂં ‘‘મિચ્છામિ દુક્કડં” છે. તે ધર્મનું સાચું અંગ છે, એમ સમજવું. ' સમ્યગ્નાન,સમ્યગ્દર્શન અને સમ્યગ્યારિત્રની એકતાને (રત્નત્રયીની એકતાને) જ શાસ્ત્રોમાં મોક્ષમાર્ગ કહ્યો છે. આ રત્નત્રયી મોક્ષમાર્ગ પર ચાલતાં જ જીવ મોક્ષ પ્રાપ્ત કરે છે. અને આ જ સર્વે જીવની એક માત્ર અભિલાષા હોય છે. (૯) સમ્યગ્દર્શન થતાં પૂર્વે કરેલાં દુષ્કૃતોનું મિથ્યાપણું ચાલી જાય છે. કેવી રીતે? ‘‘મિથ્યા’ કહેવાનું પ્રયોજન એ છે કે જેમ કોઈએ પહેલાં ધન કમાઈમે ઘરમાં રાખ્યું હતું પછી તેના પ્રત્યેનું મમત્વ છોડયું ત્યારે તેને ભોગવવાનો અભિપ્રાય ન રહ્યો; તે વખતે ભૂતકાળમાં જે ધન કમાયો હતો તે નહિ કમાયા સમાન જ છે; તેમ જીવે પહેલાં કર્મ બાંધ્યું હતું પછી જ્યારે તેને અહિતરૂપ જાણી તેના પ્રત્યેનું મમત્વ છોડયું અને તેના ફળમાં લીન ન થયો ત્યારે ભૂતકાળમાં જે કર્મ બાંધ્યું હતું તે નહીં બાંધ્યા સમાન મિથ્યા છે. આ ભાવથી પૂર્વનું ‘“દુષ્કૃત’ મિથ્યા થઈ શકે છે. તે ભાવને સાચું ‘મિચ્છામિ દુક્કડં' કહેવામાં આવે છે. (૧૦) જીવને હમેશાં એજ પ્રશ્ન થાય છે કે સમ્યગ્દર્શન પ્રથમ શા માટે પ્રાપ્ત કરવું? રત્નત્રયમાં સમ્યગ્દર્શન જ મુખ્ય છે. સમ્યગ્દર્શન થવાથી સમ્યગ્નાન અને સભ્યશ્ચારિત્ર થઈ સકે છે. સમ્યગ્દર્શન વિના બધું જ જ્ઞાન મિથ્યાજ્ઞાન છે અને ચારિત્ર બધું મિથ્યાચારિત્ર છે. સમ્યગ્દર્શન વિના વ્રત, તપ, જપ આદિ પણ બધું વ્યર્થ છે. માટે મનુષ્યજન્મ પામીને સર્વથી પહેલું સમ્યગ્દર્શન ધારણ કરવું જોઈએ અને મિથ્યાત્વનો નાશ કરવો જોઈએ આજ સાચું “મિચ્છામિ દુક્કડં” તત્ત્વનિર્ણયરૂપ ધર્મ સર્વ અવસ્થામાં પ્રાપ્ત થવા યોગ્ય છે. જે પોતાના હિતનો વાંછક છે તેણે તો સર્વેથી પહેલાં આ તત્ત્વનિર્ણયરૂપ કાર્ય કરવા યોગ્ય છે. ૩૬ Page #43 -------------------------------------------------------------------------- ________________ 街 જેને સાચા ધર્મી થવું હોય તેણે તો જ્ઞાનીના તથા શાસ્ત્રના આશ્રયે તત્ત્વનિર્ણય કરવો યોગ્ય છે. ' ה! આ માટે આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પરંપરા ગુરુઓનો ઉપદેશ અને સ્વાનુભવ દ્વારા તત્ત્વનિર્ણય કરવો યોગ્ય છે. સર્વે જીવ આ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે એ શુભ ભાવના સાથે સર્વે જીવોને “મિચ્છામિ દુક્કડં”. ચિંતન અહો! જે આત્મા છૂટકારાના માર્ગે ચડયો તેના પરિણામ ઉલ્લાસમય હોય છે ને તેને છૂટકારાના જ વિકલ્પો આવે છે. સ્વપ્નપણ એના જ આવે. છૂટકારાના પ્રસંગ પ્રત્યે જ તેનું વલણ જાય. તેને નિમિત્તપણે પણ છૂટકારાના જ નિમિત્તો હોય, છૂટેલા દેવ, છૂટકારો પામતાં ગુરુ અને છૂટવાનું બતાવનાર શાસ્ત્રો એવા છૂટકારાના નિમિત્તો પ્રત્યે જ તેના વિકિલ્પો ઊઠે. તેમાંયે છૂટકારાનું મૂળ સાધન તો નિજસ્વરૂપનું અવલંબન છે ને દેવ-ગુરુ-શાસ્ત્ર પણ એજ કરવાનું બતાવે છે, એટલે તેને સ્વરૂપ સાધનની પ્રધાનતા છૂટતી નથી. છૂટકારો પામતાં જીવની આવી પરિણતી હોય છે, તેને છૂટકારાના માર્ગથી વિરુધ્ધ વિકલ્પો ઊઠતાં નથી. છૂટકારાનો માર્ગ સાધતાં જીવના પરિણામ જરૂર ઉલ્લાસરૂપ હોય છે અને ઉલ્લસિત વીર્યવાળો જીવ જ છૂટકારાનો માર્ગ પામે છે. ભગવાન આત્મા તો સદા અનુકુળ છે, આનંદ સ્વરૂપ છે, તેમાં દુ:ખની જરા છાંય પણ નથી; પણ તેમાં નજ૨ દે તો ને! વસ્તુ છે તે સહજ છે,અનાદિની છે તે સતત સુલભ છે. એક સમયની અવસ્થાની પાછળ નજીકમાં ભગવાન આત્મા પડયો છે. અંતર પડયા વિના, કર્મના વિઘ્ન વિના, રાગના વિઘ્ન વિના નિરંતર સુલભ છે. સહજ તત્ત્વના અભ્યાસે સતત સુલભ છે. ભગવાન આત્મા ચૈતન્ય પ્રકાશનું પૂર છે. આવી મહિમાવંત ચીજની મહિમા લાવીને અંદર ઉતરતો નથી ને બહારની ચીજમાં જ અટવાઈ ગયો છે. આહાહા! આ તો આખા જીવનનો પલટો મારવાની વાત છે. એમ ને એમ એકાદ બે વાત પકડીને માને કે અમે ધર્માં છીએ તો એમ નથી. જ્યાં સુધી તેના પાતાળે નહીં પહોંચે ત્યાં સુધી સત્ય હાથ નહીં આવે. પ્રભુ! એકવાર તો પ૨ની નજર છોડ! તારામાં આનંદનો નાથ ભર્યો છે, ત્યાં એકવાર નજર તો કર! જ્ઞાનસાગર ભગવાન આત્મા છે. પ્રભુ તું તો જ્ઞાનસ્વરૂપી છો ને! નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બોલાય પણ એક ચીજને બીજી ચીજ વચ્ચે અભાવ છે. આ શરીર તો જડ છે, જડ ને આત્માને કાંઈ સંબંધ નથી. શાતા-શેયનો સંબંધ છે તે વ્યવહાર છે. આત્માને અનુલક્ષીને આત્માના સ્વાદનો અનુભવ થવો તેજ અનુભૂતિ છે. અનંત અનંત ગુણનો ભંડાર પ્રભુ છે ને તેની અનુભૂતિ તે મોક્ષમાર્ગ છે. ૩૭ 5 Page #44 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનનો ઉપદેશ ભગવાન તું આનંદ સ્વરૂપ છો, રાગ અને વાણિ આદિ જડને અડવા જેવું નથી, એનાથી આભડછેટ લાગે છે. તું ભગવાન સ્વરૂપ જ છોને તારે ભગવાન થવું પડશે ભાઈ ઘોર સંસારનું કારણ એવી પ્રશસ્ત ને અપ્રશસ્ત વચન રચના અને કનક-કામીનીના મોહથી આભડછેટ લાગે છે, એને છોડીને અને પશુ સમાન અજ્ઞાની જીવકૃત લૌકિક ભયને છોડીને તું જેવો છો એવો થા! અને તું જેવો નથીતેને છોડી દેતું જ્ઞાનાનંદસ્વરૂપ પરમાત્મા છો એની શ્રધ્ધા કરીને એવો થા!અને ઘોર સંસારના કારણભૂત રાગાદિરૂપે તું નથી એને છોડી દે ! પ્રભુ! તું મુક્ત સ્વરૂપ છો એની શ્રધ્ધા-જ્ઞાન કરીને કરતાં મોત થાય છે. પ્રભુ! તું શાયકભાવ છો ને. તેથી વિકારના સમયે જ્ઞાન કરવાનો સમય છે. તેમ કરતાં ભેદવિજ્ઞાનના અભાવને લીધે અજ્ઞાનરૂપ જ્ઞાનપરિણામને કરે છે. દયા-દાન આદિ રોગના જાણવાના કાળે તેને ભિન્ન જાણવાના બદલે પોતારૂપ માનતો થકો અજ્ઞાનરૂપ પરિણમતો હોવાથી રાગનો કર્તા અજ્ઞાની છે. રાગાદિ મારી ચીજ નથી એવું ભેદજ્ઞાન થતાં, રાગ આવે તેનું જ્ઞાન કરતો થકો જ્ઞાનરૂપ પરિણમતો થકો જ્ઞાતાપણાને લીધે સાક્ષાત અકર્તા થાય છે એટલે કે દ્રવ્યસ્વભાવે તો અકર્તા છે જ પણ પર્યાયમાં પણ અર્જા થાય છે. સંતો એમ જાહેર કરે છે પ્રભુ! તું તને જાણી શકે છે. જ્ઞાનની પર્યાયથી તું તને જાણી શકે છે. જ્ઞાન પરને પણ જાણવાનું કામ કરે છે. એ જ્ઞાન કાંઈ પરનું લક્ષણ નથી માટે એ જ્ઞાન જેનું લક્ષણ છે ત્યાં જ્ઞાનને વાળ તો જ્ઞાનસ્વરૂપ આત્મા પ્રગટ દેખાશે. જાણવાના પરિણામથી આત્મા જણાશે ને એ અવસ્થાપ્રગટ છે. ભગવાન આત્મા જ્ઞાનવરૂપી પ્રભુ છે, તેનો વ્યક્ત પર્યાય પ્રગટ છે, એ પ્રગટ અંશ દ્વારા જે શક્તિરૂપ જ્ઞાનસ્વરૂપ પ્રભુ છે તે પ્રગટ જણાશે. આત્મા પોતાથી રાગાદિનો અકારક જ છે. આત્માનું સ્વરૂપ જ એવું છે કે તેના આશ્રયે દયાદાન આદિ થાય એવો એનો સવભાવ જ નથી. રાગનો ત્યાગ પણ આત્માને લાગુ પડતો નથી, એ તો અકારક જ છે. પોતાના આશ્રયે શુભ કે અશુભ ભાવ થાય એવું એનું સ્વરૂપ જ નથી. પરદ્રવ્યના લપર્યાયમાં શુભાશુભ થાય છે પણ સ્વથી રાગ કરે એવું એનું સ્વરૂપ જ નથી.પરનો ત્યાગ કરનારો તો આત્મા નથી, જ્ઞાયક સ્વરૂપ પ્રભુ તો શાયક જ છે, તે રાગનો ત્યાગ કરે એ પણ વ્યવહાર છે. જાયક તો જ્ઞાયક જ છે, જ્ઞાયકપરને છોડે એવું એના સ્વરૂપમાં નથી. આત્મા પોતાથી પુણ્ય-પાપના પરિણામનો તો અકારક જ છે. આવો એનો સ્વભાવ છે. એમ અંદર દ્રષ્ટિ થવી તે સમ્યગ્દર્શન છે. ૩િ૮ Page #45 -------------------------------------------------------------------------- ________________ 5 જ્ઞાનીનો ઉપદેશ ઉત્પન્ન થતી પર્યાય તો એક સમય પછી વ્યય પામી જશે, એ ઉત્પાદ-વ્યયની દ્રષ્ટિ છોડી દે. ભલે તે સત્ છે પણ એક સમયનું સત છે ત્યાંથી દ્રષ્ટિ છોડી દે ને સનાતન સતની દ્રષ્ટિ કર. ત્રિકાળી એકરૂપની દ્રષ્ટિ કરે છે તે પર્યાય છે. ત્રણે કાળે પર્યાય વિનાનું દ્રવ્ય હોય નહીં છતાં એ એક સમયની પર્યાયની દ્રવ્ય આગળ કિંમત નથી, ક્યાં બંધની પર્યાયને ક્યાં ત્રણકાળ ત્રણલોકને જાણતી મોક્ષની અવસ્થા! છતાં એ અરસ્થા પણ ત્રિકાળ એકરૂપ પ્રભુના આશ્રય આગળ હેય છે. આહાહા! એક વસ્તુ બીજી વસ્તુની નથી. પર વસ્તુ તો ક્યાંય રહી પણ ક્રોધિદ કે દયાદાન આદિ એ આત્માના નથી, કારણકે બંનેના પ્રદેશ ભિન્ન હોવાથી ભાવ જુદા હોવાથી ક્ષેત્ર પણ જુદા છે તેથી સત્તા જુદી જુદી છે. ચૈતન્ય જ્ઞાયકભાવ અને વ્યવહાર રત્નત્રયના પ્રદેશ જુદા હોવાથી બંનેની સત્તા જુદી છે તેથી એકબીજાને આધાર-આઘેય સંબંધ પણ નથી જ. પ્રદેશ તો જુદા છે, સત્તા તો જુદી છે પણ વ્યવહાર રત્નત્રયનો રાગ આધાર ને આત્મા આધેય એવો આધાર-આઘેય સંબંધ પણ નથી જ. વિકા૨ીભાવના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આત્માથી જુદા છે. જે ભાવે તીર્થંકર ગોત્ર બંધ છે તેના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આત્માથી જુદા છે. છે ચિંતન પ્રથમ તો સ્વભાવથી હું શાયક જ છું. મારો પ્રભુ શાયક સ્વભાવી છે, જાણનાર-દેખનાર છે. હું કેવળ જ્ઞાયક જાણન-દેખન સ્વભાવી હોવાથી મારે વિશ્વના સમસ્ત પદાર્થ સાથે કેવળ શેયજ્ઞાયક લક્ષણ સંબંધ છે. વિશ્વ સેય છે ને હું જ્ઞાતા છું, વિશ્વ દ્રશ્ય છે હું દ્રષ્ટા છું. પર મારી ચીજ છે અને હું તેનો કર્તા છું એ વાત નથી, કેવળ શેય-જ્ઞાયક સંબંધજ છે. સર્વશદેવ પણ શેય છે ને હું શાયક છું એટલો જ સંબંધ છે. આત્માના ધ્યાન સિવાય બધુંય ઘોર સંસારનું મૂળ છે. અને આત્માના ધ્યાનમાં ન રોકાતાં ધ્યાન સંબંધો વિકલ્પોમાં રોકાયો એ પણ કલ્પનામાત્ર રમ્ય છે. એવું જાણીને બુધ્ધિમાન પુરુષ સ્વાભાવિક પરમાનંદરૂપી પીયુષ-અમૃત તેના પૂરમાં ડૂબતા એવા સહજ પરમાત્મા એકનો જ આશ્રય કરે છે. ' એક ભાવના આનંદી આત્મા આનંદમાં રહેજો સરખા માનીને સુખ-દુઃખ, આત્મા આનંદમાં રહેજો આનંદી આત્મા આનંદમાં રહેજો. સગવડ એ સુખ છે, અગવડ એ દુઃખ છે. આ તો મનના માનેલા સુખ-દુ:ખ, આત્મા આનંદમાં રહેજો. આનંદી આત્મા આનંદમાં રહેજો. આજે મળેલું છે આનંદથી લેજો, કાલના ઉચાટમાં કદીયે ના રહેશો, દેવાવાળો છે દાત્તાર, આત્મા આનંદમાં રહેજો. આનંદી આત્મા આનંદમાં રહેજો. તડકા ને છાયા, જીવનમાં આવશે, આજે આવે ને કાલે જાય, આત્મા આનંદમાં રહેજો. જ્ઞાનસ્વભાવી આનંદી આત્મા, આનંદમાં રહેજો. ૩૯ BE Page #46 -------------------------------------------------------------------------- ________________ ૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭ ૭૭૭૭૭૭૭૭૭૭૭ પ્રેરણાત્મક ધૂન આતમ ભાવના ભાવતા જીવ સહજાનંદી શુધ્ધ સ્વરૂપી દેહ મરે છે હું નથી મરતો અવિનાશી હું આત્મસ્વરૂપ... લહે કેવળજ્ઞાન રે.... ટ દેહ ધરીને મનમંદિરમાં, બેઠેલો બળવાન છે; દેહ નાશવંત આતમા અનંત તે જ અવિચળ ભાણ છે.... હાંરે .... અજર-અમર પદ મારૂં... નિર્વ્યાજ-સેવા, નિષ્કામ-ભક્તિ છોડો જગતંત, આણો ભવ અંત... હો પ્રેમ પંથે નિજ-આત્મ-શક્તિ... ૐ અન્તર્યામી દેવ! શુદ્ધભાવે કરૂં સેવ ordereroeroe ચિત્ત-શાંતિ નિત્યમેવ- અન્તર્યામી દેવ! ತಾಲೂ ૭૭૭૭૭૭૭૭૭૭૭ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૭૭૭૭૭૭૭૭૭૭૭, ક્ષમાપના હે ભગવાન! હું બહુ ભૂલી ગયો. મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. તમારાં કહેલાં અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારા પ્રણીત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં. હે ભગવાન! હું ભૂલ્યો, આથડયો, રઝળ્યો, અને અનંત સંસારની વિટમ્બનમાં પડયો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. હે પરમાત્મા! તમારાં કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડયો છું. અજ્ઞાનથી અંધ થયો છું. મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું. નિરાગી હું પરમાત્મા! હવે હું તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થઉં એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાતાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી, અને ત્રૈલોક્યપ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરોત્ર હું રહું, એજ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ! હે સર્વજ્ઞ ભગવાન! તમને હું વિશેષ શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિ વર Peperener ર 2,000,000,0 Page #48 -------------------------------------------------------------------------- ________________ Mலைலைலைலை தலை லலைலைலைலலைலலைலைலைவரா સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો; સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. ಅಲಲಲಲಲಲಲಲಲಲಲಲ