Book Title: Aatmjagruti
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 43
________________ 街 જેને સાચા ધર્મી થવું હોય તેણે તો જ્ઞાનીના તથા શાસ્ત્રના આશ્રયે તત્ત્વનિર્ણય કરવો યોગ્ય છે. ' ה! આ માટે આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પરંપરા ગુરુઓનો ઉપદેશ અને સ્વાનુભવ દ્વારા તત્ત્વનિર્ણય કરવો યોગ્ય છે. સર્વે જીવ આ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે એ શુભ ભાવના સાથે સર્વે જીવોને “મિચ્છામિ દુક્કડં”. ચિંતન અહો! જે આત્મા છૂટકારાના માર્ગે ચડયો તેના પરિણામ ઉલ્લાસમય હોય છે ને તેને છૂટકારાના જ વિકલ્પો આવે છે. સ્વપ્નપણ એના જ આવે. છૂટકારાના પ્રસંગ પ્રત્યે જ તેનું વલણ જાય. તેને નિમિત્તપણે પણ છૂટકારાના જ નિમિત્તો હોય, છૂટેલા દેવ, છૂટકારો પામતાં ગુરુ અને છૂટવાનું બતાવનાર શાસ્ત્રો એવા છૂટકારાના નિમિત્તો પ્રત્યે જ તેના વિકિલ્પો ઊઠે. તેમાંયે છૂટકારાનું મૂળ સાધન તો નિજસ્વરૂપનું અવલંબન છે ને દેવ-ગુરુ-શાસ્ત્ર પણ એજ કરવાનું બતાવે છે, એટલે તેને સ્વરૂપ સાધનની પ્રધાનતા છૂટતી નથી. છૂટકારો પામતાં જીવની આવી પરિણતી હોય છે, તેને છૂટકારાના માર્ગથી વિરુધ્ધ વિકલ્પો ઊઠતાં નથી. છૂટકારાનો માર્ગ સાધતાં જીવના પરિણામ જરૂર ઉલ્લાસરૂપ હોય છે અને ઉલ્લસિત વીર્યવાળો જીવ જ છૂટકારાનો માર્ગ પામે છે. ભગવાન આત્મા તો સદા અનુકુળ છે, આનંદ સ્વરૂપ છે, તેમાં દુ:ખની જરા છાંય પણ નથી; પણ તેમાં નજ૨ દે તો ને! વસ્તુ છે તે સહજ છે,અનાદિની છે તે સતત સુલભ છે. એક સમયની અવસ્થાની પાછળ નજીકમાં ભગવાન આત્મા પડયો છે. અંતર પડયા વિના, કર્મના વિઘ્ન વિના, રાગના વિઘ્ન વિના નિરંતર સુલભ છે. સહજ તત્ત્વના અભ્યાસે સતત સુલભ છે. ભગવાન આત્મા ચૈતન્ય પ્રકાશનું પૂર છે. આવી મહિમાવંત ચીજની મહિમા લાવીને અંદર ઉતરતો નથી ને બહારની ચીજમાં જ અટવાઈ ગયો છે. આહાહા! આ તો આખા જીવનનો પલટો મારવાની વાત છે. એમ ને એમ એકાદ બે વાત પકડીને માને કે અમે ધર્માં છીએ તો એમ નથી. જ્યાં સુધી તેના પાતાળે નહીં પહોંચે ત્યાં સુધી સત્ય હાથ નહીં આવે. પ્રભુ! એકવાર તો પ૨ની નજર છોડ! તારામાં આનંદનો નાથ ભર્યો છે, ત્યાં એકવાર નજર તો કર! જ્ઞાનસાગર ભગવાન આત્મા છે. પ્રભુ તું તો જ્ઞાનસ્વરૂપી છો ને! નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બોલાય પણ એક ચીજને બીજી ચીજ વચ્ચે અભાવ છે. આ શરીર તો જડ છે, જડ ને આત્માને કાંઈ સંબંધ નથી. શાતા-શેયનો સંબંધ છે તે વ્યવહાર છે. આત્માને અનુલક્ષીને આત્માના સ્વાદનો અનુભવ થવો તેજ અનુભૂતિ છે. અનંત અનંત ગુણનો ભંડાર પ્રભુ છે ને તેની અનુભૂતિ તે મોક્ષમાર્ગ છે. ૩૭ 5

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48