Book Title: Aatmjagruti
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 44
________________ જ્ઞાનનો ઉપદેશ ભગવાન તું આનંદ સ્વરૂપ છો, રાગ અને વાણિ આદિ જડને અડવા જેવું નથી, એનાથી આભડછેટ લાગે છે. તું ભગવાન સ્વરૂપ જ છોને તારે ભગવાન થવું પડશે ભાઈ ઘોર સંસારનું કારણ એવી પ્રશસ્ત ને અપ્રશસ્ત વચન રચના અને કનક-કામીનીના મોહથી આભડછેટ લાગે છે, એને છોડીને અને પશુ સમાન અજ્ઞાની જીવકૃત લૌકિક ભયને છોડીને તું જેવો છો એવો થા! અને તું જેવો નથીતેને છોડી દેતું જ્ઞાનાનંદસ્વરૂપ પરમાત્મા છો એની શ્રધ્ધા કરીને એવો થા!અને ઘોર સંસારના કારણભૂત રાગાદિરૂપે તું નથી એને છોડી દે ! પ્રભુ! તું મુક્ત સ્વરૂપ છો એની શ્રધ્ધા-જ્ઞાન કરીને કરતાં મોત થાય છે. પ્રભુ! તું શાયકભાવ છો ને. તેથી વિકારના સમયે જ્ઞાન કરવાનો સમય છે. તેમ કરતાં ભેદવિજ્ઞાનના અભાવને લીધે અજ્ઞાનરૂપ જ્ઞાનપરિણામને કરે છે. દયા-દાન આદિ રોગના જાણવાના કાળે તેને ભિન્ન જાણવાના બદલે પોતારૂપ માનતો થકો અજ્ઞાનરૂપ પરિણમતો હોવાથી રાગનો કર્તા અજ્ઞાની છે. રાગાદિ મારી ચીજ નથી એવું ભેદજ્ઞાન થતાં, રાગ આવે તેનું જ્ઞાન કરતો થકો જ્ઞાનરૂપ પરિણમતો થકો જ્ઞાતાપણાને લીધે સાક્ષાત અકર્તા થાય છે એટલે કે દ્રવ્યસ્વભાવે તો અકર્તા છે જ પણ પર્યાયમાં પણ અર્જા થાય છે. સંતો એમ જાહેર કરે છે પ્રભુ! તું તને જાણી શકે છે. જ્ઞાનની પર્યાયથી તું તને જાણી શકે છે. જ્ઞાન પરને પણ જાણવાનું કામ કરે છે. એ જ્ઞાન કાંઈ પરનું લક્ષણ નથી માટે એ જ્ઞાન જેનું લક્ષણ છે ત્યાં જ્ઞાનને વાળ તો જ્ઞાનસ્વરૂપ આત્મા પ્રગટ દેખાશે. જાણવાના પરિણામથી આત્મા જણાશે ને એ અવસ્થાપ્રગટ છે. ભગવાન આત્મા જ્ઞાનવરૂપી પ્રભુ છે, તેનો વ્યક્ત પર્યાય પ્રગટ છે, એ પ્રગટ અંશ દ્વારા જે શક્તિરૂપ જ્ઞાનસ્વરૂપ પ્રભુ છે તે પ્રગટ જણાશે. આત્મા પોતાથી રાગાદિનો અકારક જ છે. આત્માનું સ્વરૂપ જ એવું છે કે તેના આશ્રયે દયાદાન આદિ થાય એવો એનો સવભાવ જ નથી. રાગનો ત્યાગ પણ આત્માને લાગુ પડતો નથી, એ તો અકારક જ છે. પોતાના આશ્રયે શુભ કે અશુભ ભાવ થાય એવું એનું સ્વરૂપ જ નથી. પરદ્રવ્યના લપર્યાયમાં શુભાશુભ થાય છે પણ સ્વથી રાગ કરે એવું એનું સ્વરૂપ જ નથી.પરનો ત્યાગ કરનારો તો આત્મા નથી, જ્ઞાયક સ્વરૂપ પ્રભુ તો શાયક જ છે, તે રાગનો ત્યાગ કરે એ પણ વ્યવહાર છે. જાયક તો જ્ઞાયક જ છે, જ્ઞાયકપરને છોડે એવું એના સ્વરૂપમાં નથી. આત્મા પોતાથી પુણ્ય-પાપના પરિણામનો તો અકારક જ છે. આવો એનો સ્વભાવ છે. એમ અંદર દ્રષ્ટિ થવી તે સમ્યગ્દર્શન છે. ૩િ૮

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48