Book Title: Aatmjagruti
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 45
________________ 5 જ્ઞાનીનો ઉપદેશ ઉત્પન્ન થતી પર્યાય તો એક સમય પછી વ્યય પામી જશે, એ ઉત્પાદ-વ્યયની દ્રષ્ટિ છોડી દે. ભલે તે સત્ છે પણ એક સમયનું સત છે ત્યાંથી દ્રષ્ટિ છોડી દે ને સનાતન સતની દ્રષ્ટિ કર. ત્રિકાળી એકરૂપની દ્રષ્ટિ કરે છે તે પર્યાય છે. ત્રણે કાળે પર્યાય વિનાનું દ્રવ્ય હોય નહીં છતાં એ એક સમયની પર્યાયની દ્રવ્ય આગળ કિંમત નથી, ક્યાં બંધની પર્યાયને ક્યાં ત્રણકાળ ત્રણલોકને જાણતી મોક્ષની અવસ્થા! છતાં એ અરસ્થા પણ ત્રિકાળ એકરૂપ પ્રભુના આશ્રય આગળ હેય છે. આહાહા! એક વસ્તુ બીજી વસ્તુની નથી. પર વસ્તુ તો ક્યાંય રહી પણ ક્રોધિદ કે દયાદાન આદિ એ આત્માના નથી, કારણકે બંનેના પ્રદેશ ભિન્ન હોવાથી ભાવ જુદા હોવાથી ક્ષેત્ર પણ જુદા છે તેથી સત્તા જુદી જુદી છે. ચૈતન્ય જ્ઞાયકભાવ અને વ્યવહાર રત્નત્રયના પ્રદેશ જુદા હોવાથી બંનેની સત્તા જુદી છે તેથી એકબીજાને આધાર-આઘેય સંબંધ પણ નથી જ. પ્રદેશ તો જુદા છે, સત્તા તો જુદી છે પણ વ્યવહાર રત્નત્રયનો રાગ આધાર ને આત્મા આધેય એવો આધાર-આઘેય સંબંધ પણ નથી જ. વિકા૨ીભાવના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આત્માથી જુદા છે. જે ભાવે તીર્થંકર ગોત્ર બંધ છે તેના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આત્માથી જુદા છે. છે ચિંતન પ્રથમ તો સ્વભાવથી હું શાયક જ છું. મારો પ્રભુ શાયક સ્વભાવી છે, જાણનાર-દેખનાર છે. હું કેવળ જ્ઞાયક જાણન-દેખન સ્વભાવી હોવાથી મારે વિશ્વના સમસ્ત પદાર્થ સાથે કેવળ શેયજ્ઞાયક લક્ષણ સંબંધ છે. વિશ્વ સેય છે ને હું જ્ઞાતા છું, વિશ્વ દ્રશ્ય છે હું દ્રષ્ટા છું. પર મારી ચીજ છે અને હું તેનો કર્તા છું એ વાત નથી, કેવળ શેય-જ્ઞાયક સંબંધજ છે. સર્વશદેવ પણ શેય છે ને હું શાયક છું એટલો જ સંબંધ છે. આત્માના ધ્યાન સિવાય બધુંય ઘોર સંસારનું મૂળ છે. અને આત્માના ધ્યાનમાં ન રોકાતાં ધ્યાન સંબંધો વિકલ્પોમાં રોકાયો એ પણ કલ્પનામાત્ર રમ્ય છે. એવું જાણીને બુધ્ધિમાન પુરુષ સ્વાભાવિક પરમાનંદરૂપી પીયુષ-અમૃત તેના પૂરમાં ડૂબતા એવા સહજ પરમાત્મા એકનો જ આશ્રય કરે છે. ' એક ભાવના આનંદી આત્મા આનંદમાં રહેજો સરખા માનીને સુખ-દુઃખ, આત્મા આનંદમાં રહેજો આનંદી આત્મા આનંદમાં રહેજો. સગવડ એ સુખ છે, અગવડ એ દુઃખ છે. આ તો મનના માનેલા સુખ-દુ:ખ, આત્મા આનંદમાં રહેજો. આનંદી આત્મા આનંદમાં રહેજો. આજે મળેલું છે આનંદથી લેજો, કાલના ઉચાટમાં કદીયે ના રહેશો, દેવાવાળો છે દાત્તાર, આત્મા આનંદમાં રહેજો. આનંદી આત્મા આનંદમાં રહેજો. તડકા ને છાયા, જીવનમાં આવશે, આજે આવે ને કાલે જાય, આત્મા આનંદમાં રહેજો. જ્ઞાનસ્વભાવી આનંદી આત્મા, આનંદમાં રહેજો. ૩૯ BE

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48