Book Title: Aatmjagruti
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 41
________________ -ઈ F (૧૨) “મિચ્છામિ દુક્કડં” (૧) ‘મિચ્છામિ દુક્કડં’ એ માગધી ભાષાનું પદ છે. તેનું સંસ્કૃત ‘મિચ્છામિ દુષ્કૃત્ય’ એમ થાય છે. અને તેનો ગુજરાતી અર્થ ‘મારૂં દુષ્કૃત્ય મિથ્યા થાઓ' એવો થાય છે. (૨) ત્યારે “દુષ્કૃત” શું છે એ પ્રથમ સમજવું જોઈએ. મિથ્યાત્વ તે મહાપાપ છે અને તેથી તે મોટામાં મોટું ‘‘દુષ્કૃત’” છે. જીવ જે કુબે જન્મ છે તે કુળમાં ઘણે ભાગે કોઈને કોઈ ધર્મની માન્યતા હોય છે કુલ-ધર્મની તે માન્યતાને ઘરમાં પોષણ મળે છે. વળી ધંધાદારી કામમાં પડી જતાં કુળ-ધર્મની માન્યતાનું યથાર્થ સ્વરૂપ શું છે. તેની વિચારણા કરવાનો તેને વખત મળતો નથી. એટલે ઓધ સંજ્ઞાએ ક્રિયાઓ પોતે કે પોતાના સગા સંબંધીઓ જે કરે તે ધર્મ હોવો જોઈએ એમ માની લઈ પોતાનું જીવન ચલાવે છે. ‘આત્માનો સ્વભાવ તે ધર્મ છે. એમ તો તેને સાંભળવાનું ઘણે ભાગે મળતું નથી. આ પ્રમાણે પોતાના સ્વભાવનું ઘોર અજ્ઞાન તે સેવ્યા કરે છે. આ ઘોર અજ્ઞાન તે પહેલા નંબરનું ‘દુષ્કૃત છે. માટે તે અજ્ઞાન ટાળી પોતાનું સ્વરૂપ યથાર્થ જાણવાની જરૂર છે. તે જાણ્યા સિવાય સાચું સુખ પ્રગટે નહીં. અને ખરૂં ‘મિચ્છામી દુક્કડં’ થાય નહિ. (૩) સાચું ‘મિચ્છામિ દુક્કડં' શું છે તે સમજવા માટે એક પાઠ આ પ્રમાણે છે. ‘‘અંધ બની અજ્ઞાનથી કર્યો અતિશય ક્રોધ, તે સવિ મચ્છામિ દુક્કડં”. આવા પાઠ ઘણા જીવો બોલે છે, વાંચે છે. પણ તેનો અર્થ સમજી ખરૂં ‘મિચ્છામિ દુક્કડં” કરતા નથી. (૪) ‘અજ્ઞાન’ થી અંધ બન્યો એમ કહ્યું પણ અજ્ઞાન ટાળવા જીવ પુરુષાર્થ કરે નહીં અને એ પદ બોલ્યા કરે તેથી ‘અજ્ઞાન’ જાય નહીં અને સાચું ‘મિચ્છામિ દુક્કડં’ થાય નહીં, પરિણામે અજ્ઞાનથી જીવ અંધ બની રહે. પોતે આધુનિક કેળવણી લીધી હોય, વળી સામાજિક પ્રતિષ્ઠા કાંભક સારી હોય તો પોતે ‘અજ્ઞાની’ છે એમ માને નહીં, પોતાને ડાહ્યો માને એટલે તો તેને અજ્ઞાન ટાળવાનું બને જ ક્યાંથી? પણ જીવનું યથાર્થ સ્વરૂપ સમજ્યા વગર લૌકિક કેળવણી ગમે તેટલી લીધી હોય તે પણ જીવ અંશમાત્ર સુખી થાય નહીં અને સમયે સમયે અનંત દુઃખ ભોગવે. બહારની સગવડથી પોતે પોતાને સુખી માને પણ તેથી કાંઈ ખરું સુખ આવી જાય નહીં, કેમકે પોતાના સ્વરૂપની અણસમજણ ‘અજ્ઞાન’ તો ઊભું જ છે, તેજ ‘દુષ્કૃત’ છે. (૫) ‘કર્યો અતિશય ક્રોધ' એ પદમાં ગંભીર મર્મ છે. પોતાના સ્વરૂપની અરુચિ તે જીવનો અતિશય ક્રોધ છે. જીવ તે ટાળે નહીં ત્યાંસુધી પોતે સુખી થાય નહીં અને સાચું મિચ્છામિ દુક્કડં થાય નહીં. (૬) ‘પરનું હું કરી શકું’, ‘પર મારું કરી શકે’, ‘પુણ્યથી ધર્મ થાય’, ‘પુણ્યધર્મમાં 5 5 ૩૫

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48