Book Title: Aatmjagruti
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 39
________________ 5 ' ‘રાગ, દ્વેષ, અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃતિ જેહથી, તેજ મોક્ષનો પંથ.’ કર્મ અનંત પ્રકારના છે તેમાં મુખ્ય આઠ છે. (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણી (૩) મોહનીય (૪) અંતરાય (૫) નામ (૬) ગોત્ર (૭) આયુષ્ય (૮)વેદનીય... તેમાં મુખ્ય ‘‘મોહનીય’’ તેના બે વિભાગ (૧) દર્શન મોહનીય (૨) ચારિત્ર મોહનીય-પ્રથમ દર્શન મોહનીયનો છેદ કરવો પડે - મિથ્યાત્વનો નાશ કરવો પડે. શ્રધ્ધાની અભિપ્રાયની ભૂલ સુધારવી પડે. દ્રષ્ટિ બદલાવવી પડે. અનાદિકાળથી જે દ્રષ્ટિ ‘પર’ માં છે એ ફેરવી ચૈતન્ય તત્ત્વ ‘ભગવાન આત્મા' તરફ દ્રષ્ટિ કરી તેના આશ્રયે પુરુષાર્થ કરવો પડે. મારું સુખ – સ્વમાં છે – ર્મારા આત્મમાં છે એ નિર્ણય થવો જોઈએ. કરોડો વર્ષનું સ્વપ્ન હોય તોપણ જાગૃત થતાં તરત શમાય છે, તેમ અનાદિનો વિભાવ છે તે આત્મજ્ઞાન થતાં દૂર થાય છે. છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ; નહિ ભોક્તા તું તેહનો, એજ ધર્મનો મર્મ.’ એજ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ.’ શુધ્ધ, બુદ્ધ, ચૈતન્યધન, સ્વયં જ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ.’ જીવને અનાદિ કાળનો દેહાધ્યાસ થઈ ગયો છે તેને દૂર કરવો, આત્માને દેહથી ભિન્ન એવા પોતાના સ્વરૂપને ઓળખવો, માનવો એજ કહેવા માટે આ પ્રયોજન છે. વિભાવમાં પરિણમે છે, તેને બદલે સ્વભાવમાં પરિણમવું એજ ધર્મ છે અને તે પ્રમાણે વર્તવાથી કર્મની નિર્જરા થઈ મુક્ત અવસ્થા પ્રાપ્ત થાય છે. આત્મા પોતાના સ્વરૂપમાં આવે એજ ધર્મ છે, અને પોતાના સ્વરૂપમાં સ્થિર થવું એજ મોક્ષ છે. આત્માનું પોતાના શુદ્ધ સ્વરૂપનું પ્રગટવું એજ મોક્ષ છે. આવા શુધ્ધાત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરવી એજ આપણો ધર્મ છે. બધા જ એ અવસ્થા પ્રાપ્ત કરે એજ શુભ ભાવના ! 66 99 તો હવે કેવી રીતે સાધના કરવી? ' (૧) (૨) નિયમિત ‘સત્સંગ’ અને ‘સ્વાધ્યાય' કરવો... આત્માના લક્ષે .... ‘ભેદવિજ્ઞાન'ની વિધિ સમજી તેના પ્રયોગ કરવા. ૩૩ આત્માની અનુભૂતિના લક્ષે ‘આત્મભાવનાથી' એની શરૂઆત થાય છે. 0.00 5

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48