Book Title: Aatmjagruti
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 38
________________ (૧૧) સરળ - મોક્ષ માર્ગ] મોક્ષમાર્ગ જીવની ત્રણ દશા બનાવવાથી થાય છે. (૧) જ્ઞાન દશા (૨) સમ્યક્ દશા (૩) મુમુક્ષુ દશા (૧) જ્ઞાન દશા - જ્ઞાન દશા એટલે યથાર્થ સ્વરૂપની સમજણ. આ સમજણ પ્રાપ્ત કરવાનો એકજ ઉપાય છે. સદ્ગુરુ બોધ. સત્સંગ અને સ્વાધ્યાયથી આ કાર્ય સફળ થઈ શકે છે. જો તારી પાત્રતા હશે તો સરૂનો બોધ પરિણમે તેના પરિણામથી સુખદાયક એવી સુવિચારણા પ્રગટે જ્યાં સુવિચારદશા પ્રગટે ત્યાં નિજજ્ઞાન (આત્મજ્ઞાન) ઉત્પન્ન થાય... એ આત્મજ્ઞાનથી મોહનો ક્ષય થાય છે. અને નિર્વાણપદ પ્રાપ્ત થાય છે. “મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત; તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ ભાત.” “સકળ જગત તે એઠવતું, અથવા સ્વપ્નસમાન; તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન.” (૨) સમ્યફદશા -સ્વરૂપની પ્રાપ્તિ-સ્વાનુભૂતિ-આત્માનુભૂતિ....જે કાંઈ જ્ઞાન મળ્યું છે - સમજણ આવી છે તેને સ્વઅનુભવથી પ્રમાણભૂત કરવું પડે. અહીંયા પ્રબળ પુરુષાર્થની જરૂર છે. વીર્યને એ દિશામાં સ્ફરમાન કરવાનું છે. “વીતરાગતા' - રાગ-દ્વેષ વગરના સ્વરૂપની અનુભૂતિ કરવી છે. આ માટે ધ્યાનમાર્ગ” નો યથાતથ અભ્યાસ કરી પ્રયોગના ધોરણે કાર્ય કરવું પડે. આ માટે “ભેદવિજ્ઞાનનો અભ્યાસ અને “આત્મભાવના' નો અભ્યાસ, એકાંત, મૌન અને ધ્યાનનો (એકાગ્રતાનો) અભ્યાસ જરૂરી છે. આત્માને ધ્યાનનો ધ્યેય, જ્ઞાનનો શેય, શ્રધ્ધાનો શ્રધ્ધય બનાવવાનો છે. અનુભૂતિના કાળમાં ધ્યાતા - ધ્યાન અને ધ્યેય એક જ થઈ જાય છે. જ્ઞાન એટલે જાણવું - ધ્યાન એટલે સતત આત્માને જાણતા રહેવું. (૩) મુમુક્ષુદશા - “દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય.” આ ગુણો વિના મુમુલુપણું ન હોય. આવી મુમુક્ષુદશા બનાવવી પડે. હવે મોક્ષમાર્ગને હજી થોડો વધુ સરળ બનાવીએ મોક્ષ એ આત્માની એક અવસ્થા છે. “મોક્ષ કહ્યો નિજ શુધ્ધતા'. સર્વ કર્મનો ક્ષય એટલે મોલ' તો આ ક્ષય કેમ થાય?

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48