Book Title: Aatmjagruti
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 36
________________ (૧૦) પાત્રતા સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શનસમ્યગ્યારિત્રની એકતા એજ મોક્ષમાર્ગ છે. આ સ્વરૂપની સમજણ અને સ્વરૂપની પ્રાપ્તિ માટે જે જ્ઞાન દશા અને સમ્યફદશા બનાવવી પડે એ પૂર્વે દરેક જીવે મુમુક્ષુદશા બનાવવી પડે. આ કાર્ય કરતાં પહેલાં જીવની યોગ્યતા - પાત્રતા બહુ જ જરૂરી છે. વ્યવહારના દરેક ક્ષેત્રે પણ આ પાત્રતાની જરૂરીઆત જણાય જ છે. (૧) વિશાળ બુધ્ધિ (૨) સરળતા (૩) મધ્યસ્થતા (૪) જિતેજિયપણું એ ચાર પાત્રતાના ઉત્તમ લક્ષણો છે. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ.” સૌ પ્રથમ (૧) કષાયોને શાંત કરવાના ઉપાય વિચારીએ. (૧) ક્રોધ - પ્રતિપક્ષી - ક્ષમા (૨) માન :- પ્રતિપક્ષી - નમ્રતા - વિનય (૩) માયા :- પ્રતિપક્ષી - સરળતા... (૪) લોભ :- પ્રતિપક્ષી - સંતોષ (૨) માત્ર મોક્ષ અભિલાષ - હવે બધી જ ઈચ્છાઓનો નિરોધ કરવાનો છે. મુક્તિ સિવાય બીજી બધી જ ઈચ્છાઓની સમાપ્તિ. હવે સમય બહુ નથી એટલે ઝડપથી મોક્ષમાર્ગે પ્રયાણ કરવું જરૂરી છે. (૩) ભવે ખેદ - હવે વધુ ભવનથી કરવા... બીજા વધુ જન્મ નથી કરવા... બીજા વધુ શરીર નથી કરવા... આ ભવમાં પણ શરીરની પ્રવૃતિઓ મર્યાદીત કરી નાખવી છે. એ માટે ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિ જેને આઠ પ્રવચન માળાઓ કહી છે એનો અભ્યાસ અને આચરણ બહુ જરૂરી છે. (૪) પ્રાણીદયા - જગતના સર્વે જીવો પ્રત્યે દયા, અનુકંપા... જગતના સર્વે જીવો પ્રત્યે મૈત્રીભાવ વિકસાવવાનો છે. મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મૂજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે” આ રીતે મુમુક્ષુદશા - યોગ્યતા - પાત્રતા વિકસાવવી પડશે. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય.” આ ગુણો મુમુક્ષુના હૃદયમાં સદાય જાગ્રત હોય અર્થાત એ ગુણો વિના મુમુલુપણું પણ ન હોય. ૩૦

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48